બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / Cheap Thar dream come true! Mahindra made this plan to reduce the price, there will be a big change

ઓટો / સસ્તામાં Thar નું સપનું થશે પૂર્ણ! કિંમત ઘટાડવા માટે મહિન્દ્રાએ બનાવ્યો આ પ્લાન, થશે મોટો બદલાવ

Megha

Last Updated: 12:47 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો રિપોર્ટ્સનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે.થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે.

  • મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે
  • કેવું હશે મહિન્દ્રા થારનું નવું સસ્તું વેરિઅન્ટ 
  • શું હશે કિંમત અને ક્યારે થશે લોન્ચ?

મહિન્દ્રા થારનો ઉલ્લેખ થતાં જ દરેક લોકોણઆ મગજમાં એક દમદાર ઓફ-રોડરની છબી  આવી જાય છે. પાવરફુલ એન્જિન અને ખાસ સ્ટાઇલના કારણે આ SUV યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે સુવિધાઓ અને લાભો હોવા છતાં આ SUV તેની ઊંચી કિંમત અને ઓછી સિટિંગ કેપીસીટીને હજુ પણ કારણે ઘણા ખરીદદારોની બકેટ લિસ્ટની બહાર છે. પણ એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યું છે કે તેનું સસ્તું વર્જન પણ ટૂંક સમયમાં બજારમાં આવવાની અપેક્ષા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે.થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે. 

રિપોર્ટ્સ અનુસાર મહિન્દ્રા થારને ટૂંક સમયમાં નવી પાવરટ્રેન તરીકે રજૂ કરવામાં આવશે.  આ SUVને નવા 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે રજૂ કરવાની તૈયારી થઈ રહી છે જે હાલના 2.2-લિટર (ડીઝલ) અને 2.0-લિટર (પેટ્રોલ) સાથે વહેંચવામાં આવશે. આ નવા એન્જિનને જ ઉમેરતાની સાથે જ આ SUV નવા ટેક્સ બ્રેકેટમાં સરળતાથી ફિટ થઈ જશે કારણ કે તે પહેલાથી જ  અંડર ફોર મીટર સેગમેન્ટમાં આવે છે. આ SUVની લંબાઈ માત્ર 3,985 mm છે. 

કેવું હશે મહિન્દ્રા થારનું નવું સસ્તું વેરિઅન્ટ 
જણાવી દઈએ કે આ એન્ટ્રી-લેવલ વેરિઅન્ટમાં કંપની 1.5-લિટર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 117hpનો પાવર જનરેટ કરે છે. જો કે કંપનીએ Marazzo માં પણ આ જ એન્જિનનો ઉપયોગ કર્યો હતો. આ એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે અને એવું બની શકે કે તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન શામેલ ન પણ કરવામાં આવે, જે આ વેરિઅન્ટની કિંમતને ન્યૂનતમ રાખવામાં મદદ કરશે. 

મહિન્દ્રાના આ સસ્તા વેરિઅન્ટમાં બીજો મોટો ફેરફાર તેની ડ્રાઇવિંગ સિસ્ટમનામાં જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એ ટુ-વ્હીલ ડ્રાઇવ (2WD) સિસ્ટમ સાથે આવશે. જણાવી દઈએ કે વર્તમાન ડીઝલ મોડલ ફોર વ્હીલ ડ્રાઈવ (4WD) સિસ્ટમ સાથે આવે છે. આ ફેરફારને કારણે એસયુવીની કિંમતમાં ઘટાડો થવાની તમામ શક્યતાઓ છે. જો કે આ એન્ટ્રી-લેવલ મહિન્દ્રા થારના ઈન્ટિરિયરની તસવીર પણ ઈન્ટરનેટ પર લીક થઈ છે, જેમાં સેન્ટ્રલ કન્સોલ સાથે ગિયર લીવર બદલવામાં આવ્યું છે.  ડીઝલ એન્જિન ઉપરાંત કંપની ટુ-વ્હીલ ડ્રાઇવ (2WD) સિસ્ટમ સાથે વર્તમાન 2.0L ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટ જોવા મળે છે અને તેમાં 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ પણ સામેલ કરવામાં આવશે. 

શું હશે કિંમત અને ક્યારે થશે લોન્ચ?
રિપોર્ટ્સ અનુસાર કંપની આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં નવી સસ્તી મહિન્દ્રા થાર રજૂ કરી શકે છે. જો કે લોન્ચ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ એક્સપર્ટસનું માનવું છે કે નવા થારના વર્તમાન મોડલ કરતાં તેની કિંમત ઘણી ઓછી હશે. વર્તમાન મોડલની કિંમત 13.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટુનવા વર્ઝનને 10 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ