બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / 'Charge sheet in 11 days, justice to family in 126 days, Harsh Sanghvi backs Surat police and lawyer, see what he said

બાળકી દુષ્કર્મ કેસમાં ફાંસી / '11 દિવસમાં ચાર્જશીટ, 126 દિવસમાં પરિવારને ન્યાય, હર્ષ સંઘવીએ સુરત પોલીસ અને વકીલની થાબડી પીઠ, જુઓ શું કહ્યું

Vishal Khamar

Last Updated: 07:38 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાનાં કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટનાં નિર્ણય બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ન્યાયતંત્રની મદદથી બાળકીનાં પરિવારને ન્યાય મળ્યો છે તેમજ ચાર જ મહિનામાં પરિવારને ન્યાય મળ્યો છે.

  • સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે હર્ષ સંઘવીનું નિવેદન
  • ન્યાયતંત્રની મદદથી બાળકીના પરિવારને ન્યાય મળ્યો છેઃ સંઘવી
  • માત્ર 11 દિવસમાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતીઃ સંઘવી

 સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યા કરનાર આરોપી ઈસ્માઈલ હજાતને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે કોર્ટનાં નિર્ણય બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી કામગીરી પર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ન્યાયતંત્રની મદદથી બાળકીનાં પરિવારને ન્યાય મળ્યો છે. તેમજ આરોપી યુસુફને ફાંસીની સજા સંભળાવી છે. પોલીસ દ્વારા માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારે 4 મહિના અને 4 દિવસમાં જ પરિવારને ન્યાય મળ્યો છે. 

બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો હતો મૃતદેહ
સુરત શહેરના સચિનના કપલેટા ગામમાં રહેતી બે વર્ષની બાળકીનો મૃતદેહ 28 ફેબ્રુઆરી 2023ના રોજ એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે આરોપીને ઝડપી 11 દિવસમાં તૈયાર કરી ચાર્જશીટ 
જેથી સચીન પોલીસે માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં આરોપી ઇસ્માઇલ હજાતને જેલભેગો કરી ચાર્જશીટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી દીધી હતી. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દીધી હતી. સરકારપક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહિનાના ટૂંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ