બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / VTV વિશેષ / Change the standard of support from Mawtha Behal government! The survey was announced, the work on the ground will be accelerated?

મહામંથન / માવઠાથી બેહાલ સહાયના ધોરણ બદલો સરકાર! સરવેની જાહેરાત થઈ, જમીન પર કામગીરી ઝડપી થશે?

Vishal Khamar

Last Updated: 09:47 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ રાજ્યમાં પડેલ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે. તો બીજી તરફ ખેડૂતો દ્વારા સરવેનાં માપદંડ બદલવાની માંગ કરી છે.

માવઠાના મારની વચ્ચે ખેડૂતો માટે થોડી રાહત આપતા સમાચાર એ છે કે હવે માવઠાની સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે અને એકંદરે વાતાવરણ ચોખ્ખું થતું જશે. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ત્યાં સુધીમાં જે નુકસાન થવાનું હતું એ થઈ ચુક્યું છે. પરિવર્તન સંસારનો નિયમ છે એ વાક્ય આપણે અનેકવાર ઉપયોગમાં લઈએ છીએ અને હવે કદાચ ખેડૂતો પણ એ રસ્તે ચાલ્યા છે. માવઠાએ જે નુકસાની વેરી ત્યાર પછી એવો સૂર ઉઠ્યો છે કે રાજ્ય સરકારના માવઠાથી નુકસાનીના જે ધારાધોરણ છે તેમા પણ ફેરફાર થવા જોઈએ.

ખેડૂતોનો કેન્દ્રવર્તી વિચાર એવો છે કે નુકસાનીના માપદંડમાં ખેડૂત મુખ્ય રહેવો જોઈએ નહીં કે સમગ્ર તાલુકો કે અસરગ્રસ્ત વિસ્તાર. આ પાછળના વિવિધ તર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે જેમા માવઠાએ બદલેલી પેટર્ન સૌથી મોટું કારણ છે. સરકારે સહાય માટે ઈન્કાર નથી કર્યો પરંતુ SDRFના ધારાધોરણ બદલાશે કે નહીં તે વિશે હજુ મગનું નામ મરી પાડવું વહેલું છે. વરસાદ અને માવઠું બંને પોતાની પેટર્ન બદલે તો પછી સહાયના માપદંડમાં વ્યાજબી ફેરફાર થવો જોઈએ કે નહીં. અત્યાર સુધી સુધારેલા ધોરણમાં 33 ટકા નુકસાની ધ્યાને લેવાતી હતી તો પછી ખેડૂત સંગઠનો હવે માત્ર 33 ટકા નુકસાનીને ધ્યાને ન લેવાય એવું કેમ કહી રહ્યા છે. સહાયના ધોરણ બદલવાનો હવે સરકાર માટે સમય નજીક આવ્યો છે કે કેમ આવા પાસાઓનો અભ્યાસ કરીશું.

  • આ વર્ષે માવઠાની પેટર્ન બદલાઈ છે
  • ચોમાસામાં જે નુકસાન થાય છે તે સાર્વત્રિક છે
  • આ વખતે માવઠામાં થતું નુકસાન સામાન્ય નથી

રાજ્યમાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે.  કૃષિ અને બાગાયતી પાક ઉપર પાણી ફરી વળ્યું હતું.  રવીપાક માટે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે.  વાવેતરનો સમય આવ્યો ત્યારે જ પાક નિષ્ફળ ગયો હતો.  પાકનું ઉત્પાદન પણ ઓછું અને બીજી તરફ માવઠાનો માર સહન કરવો પડ્યો છે. 

સહાયના માપદંડ અંગે ખેડૂત સંગઠન શું કહે છે?
આ વર્ષે માવઠાની પેટર્ન બદલાઈ છે. ચોમાસામાં જે નુકસાન થાય છે તે સાર્વત્રિક છે. આ વખતે માવઠામાં થતું નુકસાન સામાન્ય નથી. નુકસાનીની સહાયમાંથી સિમાંત ખેડૂત બાકાત ન રહે. તેમજ માવઠાની પેટર્ન એવી છે કે જેનાથી નુકસાન પણ છે અને ફાયદો પણ છે. માવઠામાં ઓલાવૃષ્ટિ વધી છે. એક ખેતરમાં વધુ નુકસાન હશે તો બીજા ખેતરમાં ઓછું નુકસાન હશે. અત્યારે નુકસાનીના 33%ના માપદંડ પ્રમાણે તાલુકા સ્તરે નુકસાન ન પણ હોય છે.  કોઈ એક ખેડૂતને 33%થી વધુ નુકસાન પણ હશે. સહાયના માપદંડમાં એકમ તરીકે ખેડૂત હોવો જોઈએ. 

  • અત્યારે નુકસાનીના 33%ના માપદંડ પ્રમાણે તાલુકા સ્તરે નુકસાન ન પણ હોય
  • કોઈ એક ખેડૂતને 33%થી વધુ નુકસાન પણ હશે
  • સહાયના માપદંડમાં એકમ તરીકે ખેડૂત હોવો જોઈએ

સરકાર શું કહે છે?
ઉભા પાકમાં વ્યાપક નુકસાન થયું છે. રાજ્યના 50 થી 60% વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.  કપાસ, તુવેર, એરંડામાં વધુ નુકસાનની ભીતિ. વરસાદ બંધ થશે પછી સરવેની કામગીરી ચાલશે. સરવેના આધારે સહાયની પ્રક્રિયા હાથ ધરાશે.

  • 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં વરસાદ પડ્યો હોવો જોઈએ
  • સળંગ બે દિવસમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવો જરૂરી
  • અસરગ્રસ્ત વિસ્તારની યાદી 7 દિવસમાં રાજ્ય સરકારને મોકલવી

માવઠામાં સહાયના ધોરણ શું છે?

15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં વરસાદ પડ્યો હોવો જોઈએ. સળંગ બે દિવસમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવો જરૂરી છે.  અસરગ્રસ્ત વિસ્તારની યાદી 7 દિવસમાં રાજ્ય સરકારને મોકલવી. સરકારે 15 દિવસમાં સરવે પૂર્ણ કરવો. ઉભા પાકના 33% કે તેથી વધુ નુકસાન હોય તો જ સહાય મળે. ખેડૂત દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય છે.  4 હેક્ટરની મર્યાદામાં 33%થી વધુ નુકસાન માટે હેક્ટરે 20 હજારની સહાય. તો  4 હેક્ટરની મર્યાદામાં 60%થી વધુ નુકસાન માટે હેક્ટરે 25 હજારની સહાય.
 

મુખ્યત્વે ક્યા પાકને નુકસાન?

ઘઉં
જીરુ
કપાસ
એરંડા
તુવેર
શેરડી
રાયડો
ડાંગર
બટાટા
ટામેટા
ગુવાર
સરગવા
ચણા
ધાણા
ડુંગળી
સોયાબીન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ