બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Chandrayaan 3 landing lunar mission safe landing on moon

ચાંદ પર કદમ / Chandrayaan 3 : ચંદ્ર પર શું શોધી રહી છે ISRO સહિત દુનિયાભરની એજન્સીઓ, શું ખરેખર ઘર વસાવી શકશે માણસ?

Arohi

Last Updated: 10:46 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing: ચંદ્રમાં પર્યાપ્ત હવા નથી અને ખૂબ વધારે ધૂળ છે. જ્યારે ચંદ્ર કે મંગળ પર કોઈ અંતરિક્ષ યાન ઉતરે છે તો તેને ધીમું કરવું પડે છે. જેથી તેને જે સ્થાન પર લેન્ડિંગ કરવી છે ત્યાંનું ગુરૂત્વાકર્ષણ તેને અંદર ખેંચી શકે.

  • ચંદ્ર પર આજે સેફ લેન્ડિંગ કરશે ચંદ્રયાન-3
  • ચંદ્ર પર શું ખરેખર ઘર વસાવી શકશે માણસ? 
  • ચંદ્ર પર શું શોધી રહી છે દુનિયાભરની એજન્સીઓ? 

ISROનું મોસ્ટ અવેઈટેડ મિશન આજે એટલે કે 23 ઓગસ્ટે લેન્ડિંગ માટે તૈયાર છે. અમેરિકાના નીલ આર્મસ્ટ્રોન્ગ ચંદ્ર પર ઉતરનાર પહેલા વ્યક્તિ હતા ત્યાર બાદ ઘણા મિશન દુનિયાભરના દેશોએ ચલાવ્યા. પૃથ્વી અને બ્રહ્માંડના ઈતિહાસનો અભ્યાસ કરવા માટે ચંદ્ર વૈજ્ઞાનિકોનું એક લક્ષ્ય બની ચુક્યો છે. 

ભારતનું આ મિશન ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગના ચાર વર્ષ બાદ મોકલવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 મિશન સફળ થાય તો અંતરિક્ષના ક્ષેત્રમાં આ ભારતની એક મોટી ઉપલબ્ધી હશે. આ વચ્ચે જાણવું જરૂરી છે કે ચંદ્રયાન-3 મિશન શું છે? તેનો હેતુ શું છે? આખરે ચંદ્ર પર શોધ કેમ કરવામાં આવી રહી છે? ચંદ્ર મિશનથી મનુષ્યનં શું મળશે?  

ચંદ્રયાન-3 મિશન શું છે?
ISRO અનુસાર ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો જ નેક્સ તબક્કો છે. જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણ કરશે. તેમાં એક મોડ્યુલ, એક લેન્ડર અને એક રોવર છે. ચંદ્રયાન-3નું ફોકસ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડ કરવાનું છે. મિશનની સફળતા માટે નવા ઉપકરણ બનાવવામાં આવ્યા છે. એલ્ગોરિધમને સારૂ બનાવવામાં આવ્યું છે. જે કારણે ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર ઉતરી ન શક્યું. તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. 

મિશને 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ઉડાન ભરી અને જો બધુ યોજના અનુસાર રહ્યું તો 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ મિશન બાદ ભારત અમેરિકા, રશિયા અને ચીનના બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. 

ચંદ્ર પર શોધ કેમ કરવામાં આવી રહી છે? 
ચંદ્રયાન-3 સહિત એકલા ભારતના જ ત્રણ ચંદ્ર મિશન થઈ ગયા છે. જોકે તેના ઉપરાંત પણ દુનિયાની તમામ રાષ્ટ્રીય અને ખાનગી અંતરિક્ષ એજન્સીઓ લુનર મિશન મોકલી ચુકી છે. અથવા મોકલવાની તૈયારીમાં છે. આ મિશનને જરૂરી સફળતા નથી મળી શકી. આજ કારણ છે કે આજે પણ ચંદ્ર પર શોધ એક પડકાર છે. 

1969માં નીલ આર્મસ્ટ્રોંગ અમેરિકાના અપોલો 11 મિશન વખતે ચંદ્રમા પર ચાલનાર પહેલી વ્યક્તિ હતી. આ ઐતિહાસિક મિશનના દશકો બાદ પણ ચંદ્ર પર શોધ કરવી મનુષ્ય માટે મહત્વપૂર્ણ બની ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યારે પૃથ્વી અને બ્રહ્માંડના ઈતિહાસનો અભ્યાસ કરવાની વાત કરવામાં આવે છે તો ચંદ્ર એક ખજાનો છે. 

ચંદ્ર પર મિશન મોકલવાના ઉદ્દેશ્યને લઈને નાશાની વેબસાઈટ કહે છે કે ચંદ્ર પૃથ્વીથી બનેલો છે અને અહીં પૃથ્વીના પ્રારંભિક ઇતિહાસના પુરાવા હાજર છે. જોકે પૃથ્વી પર આ પુરાવા ભુગર્ભિક પ્રક્રિયાઓના કારણે ભુસાઈ ચુક્યા છે. 

ચંદ્ર મિશનથી મનુષ્યને શું મળશે? 
ચંદ્રની યાત્રા મનુષ્યોની બીજી દુનિયામાં રહેવા અને કામ કરવાનો પહેલો અનુભવ આપશે. યાત્રા આપણને અંતરિક્ષના તાપમાન અને અન્ય પરીક્ષણ કરવાની પરવાનગી આપશે. મનુષ્ય શીખસે કે માનવીય કાર્યોમાં મદદ કરવા, બીજા દૂરના સ્થાનની જાણકારી મેળવવા અને ખતરનાક ક્ષેત્રોમાં જાણકારી એકત્ર કરવા માટે રોબોર્ટનો સર્વોત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય. 

નાસા કહે છે કે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉપસ્થિતિ સ્થાપિત કરી, મનુષ્ય પૃથ્વી પર જીવનને વધારશે અને સૌર મંડળના બાકી ભાગો અને તેમના આગળની જાણકારી મેળવવા તૈયાર થશે. 

પૃથ્વી કરતા ઓછુ ગુરૂત્વાકર્ષણ અને વધારે વિકિરણ વાળા વાતાવરણમાં અંતરિક્ષ યાત્રીઓને સ્વસ્થ્ય રાખવું ચિકિત્સા સંશોધકો માટે એક મહત્વનો પડકાર છે. ચંદ્રની શોધ ટેક્નીકલ નવીનતાઓ અને એપ્લિકેશનો અને નવા સંસોધનોના ઉપયોગ માટે નવી વ્યવસાય તકો પણ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ