બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / chandrayaan 3 landing india historic step on moon today how will be chandrayaan 3 soft Landing what will happen after this big things

Chandrayaan3 / Chandrayaan 3 Landing: આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર, ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ બાદ જાણો શું થશે?

Malay

Last Updated: 08:37 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing Updates: લેન્ડર અને રોવર આજે સાંજે 6:04 મિનિટ પર ચંદ્ર પર કરશે સોફ્ટ લેન્ડિંગ, સફળ લેન્ડિંગ થતાં વિશ્વમાં આ પ્રકારે લેન્ડિંગ કરનારો ચોથો દેશ બનશે ભારત.

  • ભારત માટે આજનો દિવસ અતિ મહત્વનો
  • ઇતિહાસ રચવા તરફ મિશન ચંદ્રયાન-3
  • આજે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ

Chandrayaan 3 Landing Updates: ભારતનું ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' ઇતિહાસ રચવાની ખૂબ નજીક છે. આજનો દિવસ અંતરિક્ષમાં ભારતની અત્યાર સુધીની સફરમાં ખૂબ જ યાદગાર દિવસ બનવા જાઈ રહ્યો છે. વિશ્વભરના લોકોની નજર આપણા ચંદ્રયાન-3 મિશન પર છે, આજે સાંજે 6.04 કલાકે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 

વિશ્વભરના તમામ દેશની નજર 
'પ્રજ્ઞાન' નામનું રોવર 'વિક્રમ' લેન્ડરમાંથી નીકળીને ચંદ્રની સપાટી પર જઈને ભારતીય અવકાશ એજન્સી ISRO માટે અનેક પ્રકારના સેમ્પલ એકત્રિત કરશે, જેનાથી ચંદ્ર વિશે મૂલ્યવાન માહિતી મળે તેવી અપેક્ષા છે. ભારતના આ મિશનને લઈને સમગ્ર વિશ્વને રસ એટલા માટે છે કારણ કે પૃથ્વીના નેચરલ સેટેલાઈટ (ચંદ્રમા)ના આ ભાગ પર હજુ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. તાજેતરમાં જ રશિયાએ તેના ચંદ્ર મિશન 'લુના-25'થી અહીં સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ક્રેશ થઈ ગયું અને તેનું મિશન ફેલ થઈ ગયું. 

સોફ્ટ લેન્ડિંગને ગણતરીના કલાકો જ બાકી
ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ ચોક્કસપણે ભારતને સ્પેસ પાવર બનાવશે. તો ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ મામલે અમેરિકા, તત્કાલિન સોવિયત સંઘ અને ચીન બાદ ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની જશે. સોફ્ટ લેન્ડિંગમાં માત્ર થોડા જ કલાકો બાકી રહ્યા છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ચાલો જાણીએ આ મિશનને લગતી મોટી વાતો... 

....તો 27 ઓગસ્ટે કરાશે લેન્ડિંગ
ચંદ્રયાન-3 મિશનનો ખર્ચ 600 કરોડ રૂપિયા છે. તે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શક્તિશાળી રોકેટ LVM માર્ક 3 સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. ISROએ સોફ્ટ લેન્ડિંગના એક દિવસ પહેલા મંગળવારે (22 ઓગસ્ટ) માહિતી આપી હતી કે 'ચંદ્રયાન-3 મિશન' તેના માટે નિર્ધારિત સમયપત્રક મુજબ કામ કરી રહ્યું છે. ઈસરોએ કહ્યું કે આ મિશન નિર્ધારિત સમય પર છે. સિસ્ટમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. MOX/ISTRAC પર લેન્ડિંગ ઓપરેશનનું જીવંત પ્રસારણ બુધવારે સાંજે 5:20 વાગ્યે શરૂ થશે. જોકે, ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે જો 23 ઓગસ્ટે (લેન્ડર મોડ્યુલના સંદર્ભમાં) કોઈ હેલ્થ પેરામીટર અસામાન્ય જણાય છે, તો લેન્ડિંગમાં ચાર દિવસનો વિલંબ થશે, એટલે કે તેનું 27 ઓગસ્ટે લેન્ડિંગ કરવામાં આવશે. 

No description available.

લેન્ડિંગના ચાર ફેઝ હશે:
1. રફ બ્રેકિંગ ફેઝ
- આ સમયે લેન્ડર લેન્ડિંગ સાઇટથી 750 કિમી દૂર હશે અને સ્પીડ 1.6 Km/sec હશે.
- આ ફેઝ 690 સેકન્ડ સુધી ચાલશે. આ દરમિયાન વિક્રમના તમામ સેન્સરનું કેલિબરેટ કરવામાં આવશે.
- 690 સેકન્ડમાં હોરિઝોન્ટલ સ્પીડ 358 મીટર/સેકન્ડ હશે અને નીચે તરફની સ્પીડ 61 મીટર/સેકન્ડ હશે.

2. ઓલ્ટિટ્યૂડ હોલ્ડ ફેઝ
- વિક્રમ ચંદ્રની સપાટીના ફોટોગ્રાફ્સ લેશે અને પહેલાંથી અસ્તિત્વમાં રહેલા ફોટોગ્રાફ્સ સાથે એની તુલના કરશે.
- ચંદ્રયાન-2ના સમયે આ તબક્કો 38 સેકન્ડનો હતો, જે હવે ઘટાડીને 10 સેકન્ડ કરવામાં આવ્યો છે.
- આ દરમિયાન હોરિઝોન્ટલ વેલોસિટી 336 m/s અને વર્ટિકલ વેલોસિટી 59 m/s હશે.

3. ફાઇન બ્રેકિંગ ફેઝ
- આ ફેઝ 175 સેકન્ડ સુધી ચાલશે, જેમાં સ્પીડ ઘટીને 0 થઈ જશે.
- લેન્ડરની સ્થિતિ સંપૂર્ણપણે વર્ટિકલ થઈ જશે.
- સપાટીથી ઊંચાઈ 800 મીટરથી 1300 મીટરની વચ્ચે હશે.
- વિક્રમના સેન્સર સક્રિય થશે અને ઊંચાઈ માપવામાં આવશે.
- ફોટા ફરી લેવામાં આવશે અને સરખામણી કરવામાં આવશે.

4.ટર્મિનલ ડિસેન્ટ ફેઝ
- આગામી 131 સેકન્ડમાં લેન્ડર સપાટીથી 150 મીટર ઉપર આવશે.
- લેન્ડર પર લગાવવામાં આવેલ હેઝાર્ડ ડિટેક્શન કેમેરા સપાટીની તસવીરો લેશે.
- વિક્રમ પર લગાવવામાં આવેલ હેઝાર્ડ ડિટેક્શન કેમેરા ગો-નો-ગો ટેસ્ટ રન કરશે.
- જો બધું બરાબર રહેશે તો વિક્રમ 73 સેકન્ડમાં ચંદ્ર પર ઊતરશે.
- જો નો-ગોની સ્થિતિ હશે, તો 150 મીટર આગળ ગયા પછી તે અટકશે.
- ફરી સપાટી તપાસશે અને જો બધું બરાબર હશે તો લેન્ડ કરશે.

લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ સૌથી અઘરી હશે
ચંદ્રયાન-3ના લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં 15થી 17 મિનિટનો સમય લાગશે. આ સમયગાળો '15 મિનિટ ઓફ ટેરર' કહેવાય છે. જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો આપણો દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર લેન્ડ કરનારો પહેલો દેશ બનશે. ચંદ્ર પર લેન્ડિંગના બે કલાક પહેલાં લેન્ડર મોડ્યૂલની સ્થિતિ અને ચંદ્ર પરની પરિસ્થિતિઓના આધારે એ નક્કી કરશે કે એ સમયે લેન્ડ કરવું યોગ્ય રહેશે કે નહીં. જો કોઈપણ પરિબળ યોગ્ય હશે નહીં તો, 27 ઓગસ્ટે લેન્ડિંગ કરવામાં આવશે. ચંદ્રયાનનું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ પછી ચંદ્રથી લેન્ડરનું લઘુતમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડિબૂસ્ટિંગમાં અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે.

લેન્ડિંગ પછી શું થશે?
ડસ્ટ સેટલ થયા પછી વિક્રમ ચાલુ થઈ જશે અને કમ્યુનિકેટ કરશે. ત્યારબાદ રેમ્પ ખૂલશે અને પ્રજ્ઞાન રોવર રેમ્પ પરથી ચંદ્રની સપાટી પર આવશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનના અને પ્રજ્ઞાન વિક્રમના ફોટો લેશે. આ ફોટા પૃથ્વી પર મોકલવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ