બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Center replied on 18 percent gst on ganga jal Accusation of congress

દેશ / શું ખરેખર ગંગાજળ પર 18 ટકા GST લગાવાયો? કોંગ્રેસના આરોપો બાદ મોદી સરકારે આપી સ્પષ્ટતા

Vaidehi

Last Updated: 06:27 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે ગુરુવારે ગંગાજળ પર 18% GST લગાડવાનો આરોપ મોદી સરકાર પર મૂક્યો હતો જેના પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે.

  • કોંગ્રેસે કેન્દ્ર પર ગંગાજળ પર GST લગાડવાનો આરોપ મૂક્યો
  • કેન્દ્ર સરકારે ટ્વીટ કરી આપી દીધી સ્પષ્ટતા
  • અમિત માલવિયાએ કોંગ્રેસ પર દુષ્પ્રચાર કર્યાનો આરોપ મૂક્યો

કેન્દ્ર સરકારે ગંગા નદીનાં પાણી પર 18% જીએસટી લગાડવાનાં કોંગ્રેસનાં આરોપનો જવાબ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતાં ગંગાજળ અને પૂજા સામગ્રીને જીએસડીનાં સેક્શનમાંથી બહાર રાખવામાં આવ્યું છે. 18/19મે 2017 અને 3 જૂન 2017નાં પૂજા સામગ્રી પર જીએસટીને લઈને GST કાઉન્સિલની 14મી અને 15મી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે સમયથી તેને સ્લેબથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી પૂજામાં શામેલ તમામ સામાનને જીએસટીની બહાર રાખવામાં આવ્યું છે.

કોંગ્રેસે લગાવ્યાં હતાં આક્ષેપો
કોંગ્રેસે ગુરુવારે ગંગાજળ પર 18% જીએસટી લગાડ્યા હોવાનો આરોપ મૂકી અને મોદી સરકારની આલોચના કરી હતી. આ કૃત્યને તેમણે લૂટ અને પાખંડનું નામ આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે મોદીજી એક સામાન્ય ભારતીય માટે જન્મથી લઈ જીવનનાં અંત સુધી મોક્ષદાયિની માં ગંગાનું મહત્વ ઘણું વધારે છે. સારી વાત છે કે તમે ઉત્તરાખંડમાં છો પણ તમારી સરકારે તો પવિત્ર ગંગાજળ પર જ 18% GST લગાડી દીધું છે. એકવખત પણ ન વિચાર્યું કે જે લોકો પોતાના ઘરે ગંગાજળ મંગાવી છે તેમના પર ભારણ વધી જશે. આ તમારી સરકારની લૂંટ અને દંભની ચરમસીમા છે.

અમિત માલવીયાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો
ભાજપનાં IT સેલ હેડ અમિત માલવીયાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો. તેમણે કોંગ્રેસ પર લખ્યું કે ખરગેજી, સૂચના 2/2017ની એન્ટ્રી #99 અંતર્ગત આ સ્પષ્ટરૂપે ઉલ્લેખવામાં આવ્યું છે કે પાણી પર શૂન્ય જીએસટી લાગે છે. 2017માં GSTની શરૂઆત બાદથી જ પૂજા સામગ્રી GST મુક્ત છે. કોઈપણ હાલની નોટિફિકેશને પેક્ડ પાણીની બોટલ કે ગંગાજળ પર જીએસટી દરમાં ફેરફાર કરવાનાં સંકેતો આપ્યાં નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે આ તથ્યોને ખોટી રીતે પ્રસ્તુત કરવું ન માત્ર લાપરવાહીપૂર્ણ ભૂલ છે પણ છેતરવા માટે વિચારીને કરવામાં આવેલું દુષ્પ્રચાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ