બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Car accident on Ahmedabad's ISKCON Bridge: Families of the deceased demand justice

ન્યાયની માંગ / મેં મારા પપ્પા ગુમાવ્યા છે...: ઇસ્કોન અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ જવાનની દીકરીએ રડતાં-રડતાં જે કહ્યું તે સાંભળી હૈયું ધ્રુજી જશે

Malay

Last Updated: 03:02 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમક્રિયા કરવામાં આવી હતી, ગતરોજ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના વતન સાંપા ગામે અંતિમસંસ્કાર કરાયા હતાં, નાનકડા ગામમાં અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું.

 

  • ઈસ્કોન બ્રિજ પર ગોઝારો અકસ્માત
  • ટ્રાફિક પોલીસ જવાનની અંતિમ યાત્રા
  • વતન સાંપામાં જશવંતસિંહની અંતિમવિધિ 
  • હૈયાફાટ રુદન વચ્ચે કરાઈ અંતિમવિધિ 

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટનાએ 9 લોકોનો ભોગ લીધો છે. જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ સામેલ હતાં. આ ઘટનાને 48 કલાક ઉપરાંતનો સમય વીત્યા બાદ જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી તમામ મૃતકોના મૃતદેહોને તેમના વતનમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે તમામ મૃતદેહો વતને પહોંચતા જ પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે અંતિમ ક્રિયા હાથ ધરવામાં આવી હતી. 9 મૃતકોમાંથી એક ટ્રાફિક પોલીસ જશવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના સાંપા ગામના હતા. જ્યાં ભારે આક્રંદ અને હૈયાફાટ રુદન વચ્ચે જશવંતસિંહની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા જશવંતસિંહ ચૌહાણ
મૂળ સાંપા ગામના વતની જશવંતસિંહ ચૌહાણ એસજી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. નિત્યક્રમ મુજબ જશવંતસિંહ પત્ની અને બાળકોને મળી ડ્યુટી પર પહોંચ્યા હતા. જશવંતસિંહ ઇસ્કોન બ્રિજ પર ઉભા હતા, ત્યારે કાળ બનીને આવેલી જેગુઆર કાર જશવંતસિંહ સહિત 9 લોકોને ભરખી ગઈ હતી.

મૃતક જશવંતસિંહ ચૌહાણ

ચાલુ ફરજે અકસ્માતમાં જશવંતસિંહનું મૃત્યુ
ગમખ્વાર અકસ્માતમાં જશવંતસિંહ ચૌહાણનું પણ ફરજ પર જ મૃત્યુ થયું છે. 53 વર્ષીય જશવંતસિંહનું મૃત્યુ થતાં નાના સરખા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારે એક માત્ર કમાનારનો આધાર ગુમાવ્યો છે. મૃતક જશવંતસિંહના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પત્ની રમીલાબેન તેમજ 22 વર્ષીય દિકરો અમુલ અને 19 વર્ષીય પુત્રી જાગૃતિ જે અમદાવાદ ખાતે રહેતા હતા. જ્યારે જશવંતસિંહના માતા-પિતા અને તેમના ભાઈ તેમના વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સાંપા ગામે રહેતા હતા.

અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું
નાનાકડા સાંપા ગામમાં જશવંતસિંહના મૃત્યુના સમાચાર મળતા જાણે આખા ગામમાં સોપો પડી ગયો હોય તેમ ગમગીની છવાઈ ગઈ હતી. સ્પોર્ટ્સ વિલેજ તરીકે ઓળખાતા સાંપા ગામમાં જાણે માતમ છવાયો હોય તેમ આખું ગામ હિબકે ચડ્યું હતું. આજરોજ મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે, જશવંતસિંહ પોલીસમાં નોકરી લાગ્યા બાદ છેલ્લા અંદાજિત 25 વર્ષ ઉપરાંતના સમયથી અમદાવાદ સ્થાયી થયેલા હતાં. સરખેજ પોલીસ સ્ટેશનમાં ઘણા વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ છેલ્લા અંદાજિત 7થી 8 વર્ષથી જશવંતસિંહ એસજી હાઈવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં.

ભાવુક થાય તેવા જોવા મળ્યા દ્રશ્યો 
જશવંતસિંહ ચૌહાણની અંતિમ વિધિ બાદ વીટીવી ન્યૂઝ તેમના ઘરે પહોંચ્યું ત્યારે ઘર અને પરિવારની સ્થિતિ જોતા કોઈ પણ ભાવુક થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા.  ટ્રાફિક પોલીસ જવાન તરીકે નોકરી કરતા જશવંતસિંહના ગામનું મકાન એકદમ જર્જરિત અને નળીયાવાળું હતું. 25 વર્ષ સુધી નોકરી કર્યા બાદ જશવંતસિંહ પોતાનું ઘર પાકું નહોતા બનાવી શક્યા જે તેમની ઈમાનદારી અને ફરજ નિષ્ઠાની ચાડી ખાય છે.

અમારે ન્યાય જોઈએ છેઃ મૃતકની દીકરી
આ તકે મૃતક જશવંતસિંહની દીકરીએ રડતા રડતા કહ્યું હતું કે, અમારા જલ્દી ન્યાય જોઈએ છે, આરોપીને ફાંસી જ થવી જોઈએ. મેં મારા પિતા ગુમાવ્યા છે, તેને પણ ફાંસીની સજા જ મળવી જોઈએ. અમારે વહેલી તકે ન્યાય જોઈએ છે.

પરિવારે કરી ફાંસીની માંગ
જશવંતસિંહ એ પોતે પરિવાર માટે સપના જોયા હતા. પુત્ર અને પુત્રીના લગ્ન કરવા અને વતનમાં ઘર બનાવવું આ બે મોટા સ્વપ્ન સેવ્યા હતાં. પરંતુ હવે આ તમામ સપના ચકનાચૂર થઈ ગયા હતાં. પરિવારનો એક માત્ર કમાનાર આધાર છીનવાઈ જતા પરિવાર હવે કેવી રીતે નિર્વાહ કરશે તે પણ પ્રશ્ન પરિવારના મોભી એવા જશવંતસિંહના પિતાને કોરી ખાઈ રહ્યો છે. જશવંતસિંહના પિતા, પત્ની, બાળકો અને ગ્રામજનો આરોપી તથ્ય પટેલને ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે સરકાર પરિવારજનોને પણ યોગ્ય સહાય કરે તેવી માંગણી કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ