બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Cancer occurred in the private part, doctors created a new gender on the hand and did the transplant

આધુનિક ટેક્નોલોજી / પ્રાઇવેટ પાર્ટમાં થયું કેન્સર, ડૉક્ટર્સે હાથ પર બનાવ્યું નવું લિંગ અને કરી દીધું ટ્રાન્સપ્લાન્ટ

Priyakant

Last Updated: 03:18 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

72 વર્ષીય વ્યક્તિના લિંગમાં કેન્સર થતાં તબીબોએ હાથની ત્વચાથી નવો લિંગ બનાવી કર્યો ટ્રાન્સપ્લાન્ટ

  • લિંગમાં કેન્સર થતાં તબીબોએ  શિશ્નને કાઢી નવું લિંગ બનાવ્યું 
  • ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત શિશ્નને કાઢીને હાથ પર નવું શિશ્ન બનાવી દીધું
  • દર્દીના ડાબા હાથની ત્વચા, નસો અને રક્તવાહિનીઓ લઈને નવું શિશ્ન તૈયાર કર્યું

જયપુરની એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ જે કરી બતાવ્યું તે ખરેખર કોઈ અજાયબીથી ઓછું નથી. વાત જાણે એમ છે કે, એક કેન્સરના દર્દીના શિશ્નને નુકસાન થયું હતું. ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત શિશ્નને કાઢીને હાથ પર નવું શિશ્ન બનાવી દીધું છે. આ પછી નવું લિંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ટ્રાન્સપ્લાન્ટ બાદ પુરુષ દર્દીના શિશ્નમાં પણ આ જ સંવેદનાઓ જાગી હતી. 

જયપુરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 10થી વધુ શિશ્ન પ્રત્યારોપણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. બુંદીના રહેવાસી 72 વર્ષીય પુરુષ દર્દી શિશ્નના કેન્સરથી પીડિત હતા. ઘણી ટ્રીટમેન્ટ બાદ પણ તેના લિંગમાં સુધારો થયો ન હતો. આ પછી ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત શિશ્નને દૂર કરવાનો નિર્ણય કર્યો. જોકે પહેલા દર્દી આ માટે તૈયાર નહોતા. જોકે બાદમાં ડોકટરોની સમજાવટથી શિશ્ન કાઢી નાખવામાં આવ્યું હતું. 

શિશ્ન કાઢી નાખતા સર્જાઇ હતી મુશ્કેલી 
આ પછી જ્યારે પણ તે દર્દી બેસીને પેશાબ કરવાની સાથે અન્ય શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો. આ તરફ ડોકટરોએ આવી સ્થિતિમાં નવું લિંગ બનાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું. પહેલા તો દર્દી ડરી ગયા હતા. પરંતુ બાદમાં ડોક્ટરોની સલાહ પર દર્દી ઓપરેશન માટે રાજી થઈ ગયા હતા. 

ડોકટરોએ જે કર્યું તે ખરેખર એક અજાયબી 
આ દરમિયાન ડૉક્ટરોએ દર્દીના ડાબા હાથની ત્વચા, નસો અને રક્તવાહિનીઓ લઈને નવું શિશ્ન તૈયાર કર્યું. માઇક્રોસ્કોપિક ટેકનીકની મદદથી નવા બનેલા લિંગને તે જ જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમાં લોહીનો પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો. આ સર્જરીમાં માઇક્રો સર્જિકલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિશ્ન પુનઃનિર્માણનો હેતુ યોગ્ય આકાર, લંબાઈ અને મૂત્રમાર્ગ બનાવવાનો તેમજ શિશ્નમાં સંવેદના પુનઃસ્થાપિત કરવાનો છે. ઉપરાંત જે હાથ પર શિશ્ન લગાવવામાં આવ્યું હતું તેની કામ કરવાની ક્ષમતા અને કદમાં કોઈ ફેરફાર થયો નથી. દર્દી હવે પુનઃનિર્મિત શિશ્ન સાથે સામાન્ય જીવન જીવી રહ્યો છે.

શિશ્નના કેન્સરથી પીડાય છે 4 ટકા દર્દીઓ
તબીબોના મતે કેન્સરના લગભગ 4 ટકા દર્દીઓ શિશ્નના કેન્સરથી પીડિત જોવા મળે છે. આમાંથી 50% દર્દીઓએ સારવાર દરમિયાન તેમના શિશ્નને કાઢી નાખવું પડે છે. દર્દીઓ માટે રાહતની વાત છે કે, હવે તેઓ નવું શિશ્ન ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશે. તેનાથી તેમના રોજિંદા જીવનમાં કોઈ વિપરીત અસર થતી નથી. સર્જરી પછી ટ્રાન્સપ્લાન્ટ પછી બનાવવામાં આવેલ નવું શિશ્ન,  કુદરતી શિશ્ન જેવું જ કામ કરે છે. માત્ર બે અઠવાડિયામાં દર્દી સામાન્ય રીતે ચાલી શકે છે અને દૈનિક પ્રવૃત્તિઓ કરી શકે છે. જો દર્દીનું જન્મજાત લિંગ ન હોય તો પણ લિંગ પુનઃનિર્માણ શક્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ