બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Canadian gangster Goldie Barre kills Punjabi singer Sidhu Musewala, shocking police revelation

પોલીસનો ખુલાસો / પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કોણે અને શા માટે કરી? આ મોટા ગેંગસ્ટરે લીધી જવાબદારી

Hiralal

Last Updated: 10:28 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના જાણીતા સિંગર મૂસેવાલાની હત્યા કેનેડાના બેસ્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારે કરી હોવાનો ખુલાસો માનસાના SSP ગૌરવ તુરાએ કર્યો છે.

  • પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા
  • માનસા SSP ગૌરવ તુરાએ કર્યો મોટો ખુલાસો
  • કેનેડાના ગેંગસ્ટર ગોલ્ડી બરારે લીધી હત્યાની જવાબદારી

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ કોનો હાથ છે તે અંગે માણસાના એસએસપી ગૌરવ તુરાએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. એસએસપીએ જણાવ્યું હતું કે, ત્રણ વાહનોએ માઉસવાલાના થારને રોક્યો હતો.

મૂસેવાલાએ આજે બુલેટપ્રુફ કાર લીધી ન હતી, તેમની સાથે બોડીગાર્ડ્સ પણ નહોતા. જાણકારી મુજબ 9 એમએમની પિસ્તોલથી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, કાર સિદ્ધુ મૂસેવાલા પોતે ચલાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઇ અને લકી પટિયાલ વચ્ચેના ગેંગ વોરને કારણે મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈના સહાયક ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી લીધી છે. 

પોલીસને ગેંગવોરની શંકા 

વિકી મિડદુખેડાની હત્યા 2021 માં કરવામાં આવી હતી. હત્યામાં સંડોવાયેલા ત્રણ બદમાશોને તાજેતરમાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પકડ્યા હતા. ઝડપાયેલા બદમાશોની ઓળખ શાર્પ શૂટર સજ્જનસિંહ ઉર્ફે ભોલુ, અનિલકુમાર ઉર્ફે લઠ અને અજયકુમાર ઉર્ફે સન્ની કૌશલ તરીકે થઈ હતી, જેમને તિહાર જેલમાંથી પંજાબ પોલીસે રિમાન્ડ પર લીધા હતા.

સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા થઈ 

પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માણસાના જવાહર ગામ પાસે મૂસેવાલા પર ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ મૂસેવાલાને ગંભીર હાલતમાં માણસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મૂસેવાલા સાથે રહેલા અન્ય બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે મૂસેવાલાને ગુંડાઓ તરફથી ધમકીઓ મળી હતી. આમ છતાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને એક દિવસ પહેલા મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે પણ ચૂંટણી લડી હતી. વિજય સિંગલાએ માણસા બેઠક પરથી મુસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા.

કોણ હતા મૂસેવાલા

17 જૂન, 1993ના રોજ જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલા મનસા જિલ્લાના મુસા વાલા ગામના રહેવાસી હતા. મૂસેવાલાની ફેન ફોલોઇંગ લાખોમાં છે અને તે તેના ગેંગસ્ટર રેપ માટે લોકપ્રિય હતો. સિદ્ધુ મૂસેવાલાની માતા ગામની સરપંચ હતી. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેમણે કોલેજના દિવસોમાં સંગીત શીખ્યું અને બાદમાં કેનેડા ચાલ્યા ગયા. મૂસેવાલાને સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાંના એક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે ખુલ્લેઆમ બંદૂક કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું, ઉશ્કેરણીજનક ગીતોમાં ગુંડાઓનો મહિમા વધાર્યો હતો. સપ્ટેમ્બર 2019માં રિલીઝ થયેલું તેમનું ગીત 'જટ્ટી જિયોને મોર્ડ દી ગન વર્ગી' એ 18મી સદીના શીખ યોદ્ધા માઇ ભાગોના સંદર્ભમાં વિવાદ ઉભો કર્યો હતો. તેમના પર આ શીખ યોદ્ધાની છબી ખરાબ કરવાનો આરોપ હતો. જો કે બાદમાં મુસેવાલાએ માફી માંગી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ