બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Can Pakistan reach the semi-finals? doubt for world champion Australia, know the equation in the World Cup

વર્લ્ડકપ 2023 / સેમીફાઇનલ સુધી પહોંચી શકશે પાકિસ્તાન? વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા પર પણ સંકટના વાદળ, જાણો વર્લ્ડકપમાં કેવા છે સમીકરણ

Megha

Last Updated: 10:29 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે વર્લ્ડકપની દરેક મેચનું પરિણામ ઘણી ટીમોને સેમીફાઈનલની ટિકિટ નજીક લઈ જશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી બે મેચ હારી ચૂક્યું છે તેના કારણે સેમિફાઈનલમાં પહોંચવાનું સમીકરણ બગડી શકે છે

  • હવે વર્લ્ડકપની દરેક મેચનું પરિણામ સેમીફાઈનલની ટિકિટ નજીક લઈ જશે 
  • પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 5માં સ્થાને 
  • આગામી મેચોમાં આ બંને ટીમો માટે કરો યા મરો જેવી સ્થિતિ બનશે 

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે ધીમે ધીમે રોમાંચક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. હવે વર્લ્ડકપની દરેક મેચનું પરિણામ ઘણી ટીમો માટે સેમીફાઈનલનું ગણિત નક્કી કરશે. એવામાં ભારતીય ટીમ આજે (22 ઓક્ટોબર) ODI વર્લ્ડ કપ 2023માં તેની પાંચમી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે મેદાનમાં ઉતરશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 10 પોઈન્ટની સાથે ટેબલમાં ટોચ પર પહોંચશે અને સેમીફાઈનલની ઘણી નજીક પહોંચી જશે.

4 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે પાકિસ્તાન
પણ આ બધા વચ્ચે પાકિસ્તાનને લઈને એક આશંકા છે કે જે રીતે તે બે મેચ હારી ચૂક્યું છે તેના કારણે તેના સેમિફાઈનલમાં પહોંચવાનું સમીકરણ બગડી શકે છે. ટૂર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાની ટીમ માટે સારી રહી હતી, પરંતુ છેલ્લી 2 મેચમાં ટીમને સતત 2 હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણે ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે. પાકિસ્તાન માટે આ ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલમાં ક્વોલિફાઈ કરવું સહેલું નહીં હોય. તેનો નેટ રન રેટ -0.456 છે. આ રન રેટ પોતે જ ચિંતાનું કારણ બનશે. 

ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર
પાકિસ્તાનની જેમ ઓસ્ટ્રેલિયાના પણ ચાર મેચ બાદ 2 પોઈન્ટ છે, પરંતુ કાંગારૂ ટીમનો રન રેટ -0.193 છે. જે પાકિસ્તાન કરતાં સારો છે અને ઓસ્ટ્રેલિયા ટીમ ચોથા નંબર પર છે. સાથે જ દક્ષિણ આફ્રિકાના 4 મેચ બાદ 6 પોઈન્ટ છે, તેણે ઈંગ્લેન્ડને 229 રનથી હરાવ્યું. જ્યારે નેટ રન રેટ 2.212 છે. હવે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત ટોપ પર છે. 

આગામી મેચોમાં બંને ટીમો માટે કરો યા મરો જેવી સ્થિતિ 
આવી સ્થિતિમાં, આગામી મેચોમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો માટે લગભગ કરો યા મરો જેવી સ્થિતિ બની રહેશે. કોઈપણ મેચમાં હાર થવાથી બંને ટીમોની ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા ઓછી થઈ જશે.જો પાકિસ્તાન તેની બાકીની પાંચ મેચ જીતી લે તો તેની સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ શકે છે. મહત્વનું છે કે ટોચની 4 ટીમો જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. વર્લ્ડ કપની 6 મેચ જીત્યા બાદ પાકિસ્તાની ટીમોએ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે, જ્યારે અંતે નેટ રન રેટનું ગણિત પણ બહાર આવશે. 

જ્યારે વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 4 મેચમાં ત્રણ પરાજય બાદ નવમા સ્થાને સરકી ગયું છે. તેનો નેટ રન રેટ (NRR) -1.248 છે. ઇંગ્લેન્ડને 21 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે હાર મળી હતી.  હવે ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં પહોંચવા માટે પાંચમાંથી પાંચ મેચ જીતવી પડશે અને અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ