બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / Calcutta High Court s comments in dispute! The matter reached the Supreme Court

ટકોર / છોકરીઓ યૌન ઈચ્છાઓ કાબુમાં રાખે', કલકત્તા હાઇકોર્ટની ટિપ્પણી વિવાદમાં! મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

Kishor

Last Updated: 05:54 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગીરાના યૌન ઉત્પીડનને લઈને કલકત્તા હાઈકોર્ટની ટીપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત સુનાવણી કરી કહ્યું કે...

  • સગીરાના યૌન ઉત્પીડનને લઈને કલકત્તા હાઈકોર્ટની ટીપ્પણીનો મામલો
  • સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કરી સુનાવણી

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સગીરાના યૌન ઉત્પીડનને લઈને કલકત્તા હાઈકોર્ટની ટીપ્પણી પર ફરી એક વખત સુનાવણી કરી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું અમે આ મામલે આવેલા નિર્ણય વિરૂદ્ધ અપિલ દાખલ કરી છે. હવે આ મામલે ચીફ જસ્ટિસ (CJI)નક્કી કરશે કે આગામી સુનાવણી કઈ બેંચ કરશે. નોંધનીય છે કે કલકત્તા હાઈકોર્ટે ઓક્ટોબરમાં એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સગીર દિકરીઓએ પોતાની યૌન ઈચ્છાઓ પર કંટ્રોલ કરવો જોઈએ અને સગીર છોકરાઓએ છોકરીઓ અને સ્ત્રીઓના ગૌરવનું સન્માન કરવું જોઈએ. 

દોષિતોને નિર્દોષ જાહેર કરવા માટે પણ આ યોગ્ય નથી

આ મામલે સુપ્રીમ કોર્ટે સ્વત:સંજ્ઞાન લીધી અને સુનાવણીની શરૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ન્યાયાધીશોએ તેમના અંગત મંતવ્યો વ્યક્ત ન કરવા જોઈએ. આ પ્રકારનો આદેશ કિશોર અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દોષિતોને નિર્દોષ જાહેર કરવા માટે પણ આ યોગ્ય નથી..

સુપ્રિમ કોર્ટે ગુરવારે જસ્ટિસ અભય એસ ઓકની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી કરી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે  સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે  અમે આ મામલે અપિલ દાખલ કરી છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના વકીલને આ કેસમાં અપીલ દાખલ કરવા અંગેના તેમના વલણ વિશે પણ પૂછ્યું હતું.

'હવે CJI બેંચ નક્કી કરશે'
પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે તેમણે કલકત્તા હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ દાખલ કરી છે. જસ્ટિસ અભય એસ ઓકની અધ્યક્ષતાવાળી બેંચે  અત્યારે આ મામલે મુખ્ય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પાસે મોકલતા કહ્યું કે હવે CJI નક્કી કરશે કે કઈ બેંચ કેસની આગળ સુનાવણી કરશે.છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર  પોતાની નારાજગી વ્યક્ત  કરતા કહ્યું કે આ ટિપ્પણીઓ ખુબ જ આપતિજનક અને બિનજરૂરી છે. આ કલમ 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અદાલતે કોઈપણ કેસમાં નિર્ણય આપતી વખતે તેમનો અંગત સૂચન આપવાનું ટાળવું જોઈએ.. 

શું હતું સમગ્ર મામલો?
કલકત્તા હાઈકોર્ટે  સગીર દિકરીના યૌન ઉત્પીડન કેસના ચુકાદામાં કહ્યું હતું કે સગીર દિકરીએ તેમની જાતિય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. 2 મિનિટની મજા માટે પોતાની યૌન ઈચ્છાઓ પર કંટ્રોલ કરવો જોઈએ. સાથે જ સલાહ છોકરાઓને પણ સલાહ આપતા કહ્યું કે તેઓએ પણ છોકરીઓની ગરિમાનું સન્માન કરવું જોઈએ.  ત્યારે આ મામલે સુપ્રિમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બધી જ અદાલતોએ કોઈ કેસમાં પોતાનો અંગત અભિપ્રાય આપવો જોઈએ નહીં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલકતા હાઈકોર્ટની આ ટિપ્પણી  ખુબ જ વાંધાજનક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ