બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Cabinet gives green light to Kirit Parikh recommendations on Natural Gas

સોંઘવારીનું પગલું / મોંઘવારીથી મોટી રાહત ! 10% ટકા ઘટી જશે CNG-PNGની કિંમત, મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 10:05 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો આવી શકે છે કારણ કે તેના ઘટાડાની દિશામાં કેન્દ્ર સરકારે પગલું ભર્યું છે.

  • જનતાને CNG-PNGના ભાવમાં રાહત મળી શકે 
  • સરકારે કિરીટ પરિખ કમિટીની ભલામણોને આપી મંજૂરી
  • ઘરેલુ કિંમતની નવી ફોર્મ્યુલાને કેબિનેટની લીલીઝંડી 
  • સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ પ્રાકૃતિક ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.  સરકારના આ નિર્ણય બાદ સીએનજી અને પીએનજી જેવા ઇંધણના ભાવમાં ઘટાડો થઇ શકે છે. સરકાર વર્ષમાં બે ઘરેલુ નેચરલ ગેસના ભાવની સમીક્ષા કરે છે. પરંતુ 1 એપ્રિલ, 2023ના રોજ, પરીખ સમિતિની ભલામણો પર સરકારે નિર્ણય લેવાનો હોવાથી ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.

CNG-PNGના ભાવમાં 10 ટકા રાહત 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સીએનજી-પીએનજીની કિંમતો દર મહિને થશે જ્યારે અત્યાર સુધી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબરમાં કિંમતોની નક્કી થતી હતી. સરકારના આ નિર્ણયને કારણે પીએનજી-સીએનજી ગેસની કિંમતમાં 10 ટકાનો ઘટાડો આવશે. 


 

સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા ભલામણ
કિરીટ પરીખ સમિતિએ કેન્દ્ર સરકારને સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા ભલામણ કરી છે. સમિતિએ પોતાની ભલામણોમાં સરકારને કહ્યું છે કે જ્યાં સુધી નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવાનો નિર્ણય ન આવે ત્યાં સુધી સીએનજી પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવે જેથી કરીને ગ્રાહકોને રાહત મળી શકે.  નેચરલ ગેસ હાલ જીએસટીમાંથી બહાર છે. સાથે જ પેટ્રોલિયમ પ્રોડક્ટ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાંથી વેટ લેવામાં આવે છે. કેન્દ્ર સરકાર નેચરલ ગેસ પર એક્સાઈઝ ડ્યૂટી નથી લેતી. પરંતુ જો સીએનજી પર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી લેવામાં આવે તો રાજ્ય સરકાર 24.5 ટકા સુધી વેટ લગાવે છે. કિરીટ પરીખ સમિતિએ નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા સરકારને ભલામણ કરી છે. 

ગેસના ભાવ પરની મર્યાદા નાબૂદ કરવાનું સૂચન
કિરીટ પરીખ સમિતિએ આગામી ત્રણ વર્ષ માટે ગેસના ભાવ પરની મર્યાદા નાબૂદ કરવાનું સૂચન પણ કર્યું છે. આ ઉપરાંત સમિતિએ દેશમાં જૂના ગેસ ફિલ્ડ્સમાંથી ઉત્પાદિત કુદરતી ગેસના પ્રાઇસ બેન્ડને 3થી 4.6 ડોલર પ્રતિ યુનિટ (એમએમબીટીયુ) નક્કી કરવાની ભલામણ કરી છે.

કિરીટ પરીખ સમિતિની મુખ્ય ભલામણો 
(1) સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડો
(2) નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા જોઈએ 
(3) ત્રણ વર્ષ માટે ગેસના ભાવ પરની મર્યાદા નાબૂદ કરવી જોઈએ 
(4) કુદરતી ગેસના પ્રાઇસ બેન્ડને 3થી 4.6 ડોલર નક્કી કરવાની ભલામણ

ક્યારે મળી શકે રાહત
હાલમાં કેન્દ્રીય કેબિનેટે સમિતીની ભલામણોને મંજૂરી આપી હોવાથી સરકાર હવે ગમે ત્યારે સીએનજી-પીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી શકે. કેબિનેટના આ નિર્ણયથી સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ