બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Cabinet approves new scheme PM-PRANAM to incentivise states to promote alternative fertilisers: Fertiliser Minister Mansukh Mandaviya

કેબિનેટનો નિર્ણય / 'ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ ખર્ચાશે', મનસુખ માંડવિયાનું મોટું એલાન, PM-PRANAM યોજનાને મંજૂરી

Hiralal

Last Updated: 04:21 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કેબિનેટે 3.68 લાખ કરોડના ખર્ચવાળી PM-PRANAM યોજનાને મંજૂરી આપી દીધી છે.

  • કેન્દ્રીય કેબિનેટે આપી PM-PRANAM યોજનાને મંજૂરી
  • 3 વર્ષમાં ખર્ચાશે 3.70 લાખ કરોડ
  • વૈકલ્પિક ખાતરના ઉપયોગ માટે રાજ્યોને મળશે ગ્રાન્ટ 

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી PM-PRANAM યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે, આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે. 

3.68 લાખ કરોડના ખર્ચે PM-PRANAM યોજના
PM-PRANAM યોજનાની મંજૂરીની માહિતી ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ આપી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે, કેબિનેટે બુધવારે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે નવી યોજના પીએમ-પ્રણામને મંજૂરી આપી છે. સરકારે આ યોજના માટે 3.68 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ અંતર્ગત રાજ્યોને આર્થિક મદદ કરવામાં આવશે અને રાજ્યો ખાતરની વ્યવસ્થાને મજબૂત બનાવી શકશે.

ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ ખર્ચાશે 
કેબિનેટની બેઠક બાદ ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3 લાખ 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

શું છે PM-PRANAM યોજના
2023ના બજેટમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વૈકલ્પિક ખાતરોના પ્રોત્સાહન અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ માટે "પીએમ પ્રણામ યોજના" શરૂ કરવાની જાહેરાત કરી હતી. નાણાં મંત્રીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, "પીએમ પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, અવેરનેસ, નરિશમેન્ટ એન્ડ એમિલિયોરેશન ઓફ મધર અર્થ ' (પીએમ પ્રણામ) વૈકલ્પિક ખાતરો અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ