બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bullet train work in Gujarat at high speed stateof theart depot at Sabarmati

ધમધમાટ / ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ 'હાઈસ્પીડ'માં, સાબરમતીમાં બની રહ્યો છે અત્યાધુનિક ડેપો

Kishor

Last Updated: 10:20 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને અમદાવાદમાં સેગમેન્ટલ ગર્ડર ઇરેક્શનની કામગીરી શરૂ થઇ ચૂકી અને સાબરમતીમાં અતિઆધુનિક ડેપાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

  • ગતિ પકડી ચૂક્યું છે હાઇસ્પીડ રેલનું કામ
  • અમદાવાદમાં સેગમેન્ટલ ગર્ડર ઇરેક્શનની કામગીરી શરૂ 
  • સાબરમતી રેલવે સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં ગતિ પકડી ચુક્યુ છે. અમદાવાદમાં બુલેટ ટ્રેનને લઇ કામગીરી પૂર ઝડપે ચાલી રહીં છે.અમદાવાદના વટવા ખાતે બુલેટ ટ્રેનના રૂટ પર સેગમેન્ટલ ગર્ડર ઇરેક્શનની કામગીરી શરૂ થઇ ચૂકી છે, તો બીજી તરફ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ રૂટનું પહેલુ સાબરમતી રેલવે સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે પહોંચી ચુક્યુ છે. 

સાબરમતીમાં 80 હેક્ટર જમીનમાં અતિઆધુનિક જાપાન જેવો ડેપો બની રહ્યો છે
જેની રાહ ગુજરાત અને દેશના લોકો આતુરતાથી જોઇ રહ્યાં છે. તેવા બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ જેટ ગતિએ ચાલી રહ્યું છે. અમદાવાદના વટવા ખાતે બુલેટ ટ્રેનના રૂટ પર સેગમેન્ટલ ગર્ડર ઇરેક્શનની કામગીરીના શ્રી ગણેશ થયા છે. તો બીજી તરફ સાબરમતીમાં 80 હેક્ટર જમીનમાં અતિઆધુનિક જાપાન જેવો ડેપો બની રહ્યો છે. સાબરમતી ખાતે 1.36 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલી 2 બ્લોકમાં 9 માળની બિલ્ડીંગ આકાર લઇ રહીં છે. સાબરમતી સ્ટેશન ખાતે મલ્ટિ મોડલ કનેક્ટિવિટી, હોટેલ્સ, રેસ્ટોરા, પ્લે-એરિયા, વિશાળ પાર્કિગ જેવી સુવિધાઓ પણ જોવા મળશે. 

1.10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ 
સાબરમતી રેલવે સ્ટેશનને બહારથી જોઇ અને અમદાવાદમાં બુલેટ ટ્રેનની વાત હકીકત બનવા જઇ રહીં છે ત્યારે સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી. સાબરમતી રેલવે સ્ટેશનને બનતા જોઇ અને બહારથી નિહાળી લોકો પણ સરકાર અને પ્રધાનમંત્રી મોદીના વિઝનની પ્રશંસા કરી રહ્યા છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ છે તેમાંથી અંદાજિત 81 ટકા જેટલી રકમનો ખર્ચ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ઉઠાવશે. અમદાવાદ - મુંબઇ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન 12 સ્ટેશનોને આવરી લેશે જેમાં સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બિલીમોરા,ભરૂચ, મુંબઇ, થાણે, વિરાર, બોઇસર, વાપી જેવા સ્ટેશનો સામેલ છે.

352 કિમીનો રૂટ ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થશે
હાલમાં જ રેલ મંત્રાલયે પણ કહ્યું હતુ કે બુલેટ ટ્રેન માટે ફાઇનલ લોકશન માટે વન્ય જીવ, જમીન માપણી વિભાગ અને વન વિભાગ પાસેથી મંજૂરી પણ મળી ચૂકી છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઇ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબી ભારતની પ્રથમ હાઇસ્પીડ રેલ લાઇન બનવા જઈ રહી છે. જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થશે. આ માટે ગુજરાતના 8 જિલ્લાઓમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ શરૂ થઇ ચૂક્યુ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયાનો અંદાજાયો છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ચર્ચા વચ્ચે જ હમણા થોડા દિવસ પહેલા જ મંત્રી અશ્વિની વૈષ્ણવે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતેની કામગીરીના ફોટો - વીડિયો પણ ટ્વિટ કર્યા હતા અને ચાલુ વર્ષે જૂનમાં જ અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે 2026 સુધીમાં પ્રથમ ઓપરેશનલ બુલેટ ટ્રેન મળી જવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ