બ્રેકિંગ ન્યુઝ
જોકે, મહારાષ્ટ્રના અહમદનદરના એક ગામમાં એક ખેડૂતે પોલાના દિવસે પોતાના બળદને આખા ગામમાં ફેરવ્યો અને ઘરે પૂજા કરી. પૂજાના સમયે થાળીમાં ખેડૂતની પત્નીએ સોનાનું મંગળસૂત્ર રાખ્યું અને એ જ સમયે વીજ ગૂલ થઇ ગઇ.
ADVERTISEMENT
વીજળી જતા જ જ્યારે ખેડૂતની પત્ની અંદર મીણબત્તી લેવા ગઇ તેવામાં બળદ મિઠાઇની સાથે જ સોનાનું મંગળસૂત્ર જ ગળી ગયો. પત્નીએ જ્યારે આ વાત ખેડૂતોને જણાવી તો ખેડૂતે બળદના મોઢાને હલાવ્યું પરંતુ ત્યાં સુધીમાં મંગળસૂત્ર બળદના પેટલમાં પહોંચી ચૂક્યું હતું.
ગામલોકોની સલાહ પર ખેડૂતો રાહ જોઇ કે બની શકે કે છાણમાં મંગળસૂત્ર નિકળે. અંદાજિત આઠ દિવસ ખેડૂતે બળદના છાણમાં મંગળસૂત્ર શોધ્યું પરંતુ મંગળસૂત્ર શોધ્યું પરંતુ મળ્યું નહીં.
ADVERTISEMENT

અંતમાં ખેડૂત બળદને લઇને ડૉક્ટરની પાસે ગયો. તપાસમાં જાણ થઇ કે મંગળસૂત્ર રેટિકુલમમાં ફંસાયેલું છે. ત્યાર બાદ ડૉક્ટરે 9 સપ્ટેમ્બરે બળદનું ઓપરેશન કર્યું અને મંગળસૂત્ર કાઢ્યું. બળદની હાલત સ્થિર છે, તેમને ટાંકા લગાવવામાં આવ્યા છે. તેની દેખભાળ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જણાવી દઇએ પોલા તહેવા જેમના ઘરોમાં બળદ હોય છે, તેમને સજાવીને ફેરવવામાં આવે છે. બળદોને ખાવા માટે કંઇક આપવામાં આવે છે અને તેમની પૂજા થાય છે. કેટલાક લોકો બળદને મિઠાઇની સાથે સોનું પણ ચઢાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.