બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / buffalo golu eats 25 liters of milk 15 kg fruits 15 kg grains 10 kg peas every day bid of 10 crores

OMG! / Rolls-Royce કાર આવી જાય એટલી છે આ એક ભેંસની કિંમત! સ્પર્મ વેચીને જ માલિકો કમાય છે લાખો રૂપિયા

Premal

Last Updated: 12:50 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દસ કરોડની ભેંસ. સાંભળવામાં થોડુ અજીબ લાગે છે, પરંતુ આ હકીકત છે. દસ કરોડની આ ભેંસ તમને મેરઠમાં જોવા મળી શકે છે. મેરઠના સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ખેડૂત મેળો ભરાયો છે.

  • મેરઠમાં અહીં ખેડૂત મેળો ભરાયો
  • ખેડૂત મેળામાં દસ કરોડની ભેંસ આકર્ષણનુ કેન્દ્ર બની
  • ભેંસના ખાનપાન અને સારસંભાળમાં દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે

ખેડૂત મેળામાં દસ કરોડની ભેંસ આકર્ષણનુ કેન્દ્ર બની

મેરઠમાં અત્યારે ખેડૂત મેળો ચાલી રહ્યો છે અને આ ખેડૂત મેળામાં દસ કરોડની ભેંસ આકર્ષણનુ કેન્દ્ર બની છે. આ ભેંસનુ વજન 1500 કિલો જણાવવામાં આવ્યું છે અને તેનુ નામ ગોલૂ છે. લોકો ગોલૂની સાથે સેેલ્ફી ખેંચાવીને તેને હંમેશા યાદમાં રાખવા માંગે છે. મેરઠના સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ખેડૂત મેળો ભરાયો છે. આ મેળામાં હરિયાણાના પાનીપતમાંથી દસ કરોડની ભેંસ પણ મેરઠ પહોંચી ગઇ છે. આ ભેંસનુ નામ ગોલૂ છે. 

આ ભેંસની કિંમત દસ કરોડ સુધી પહોંચી ગઇ

ભેંસના માલિક નરેન્દ્ર સિંહ જણાવે છે કે આ ભેંસની કિંમત દસ કરોડ સુધી પહોંચી ગઇ છે. ભેંસના ખાનપાન અને સારસંભાળમાં દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ આવે છે. આ ભેંસમાંથી થતી આવક પણ સારી છે. આ ભેંસ દરરોજ 25 લીટર દૂધ, 15 કિલો ફળ, 15 કિલો દાણા અને દસ કિલો મટર ખાય છે. આ ઉપરાંત લીલો ઘાસચારો પણ તેને આપવામાં આવે છે. દરરોજ સાંજના સમયે તેને છ કિમી ફરાવવામાં આવે છે. ગોલૂના શરીરની દરરોજ તેલથી માલિશ કરવામાં આવે છે. આ ભેંસના સ્પર્મ વેચીને ભેંસના માલિક દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. ભેંસના સ્પર્મની માંગ હરિયાણા સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં છે. 

મેરઠના કૃષિ મેળામાં સેલ્ફી લેવાની ભીડ 

મેળામાં દસ કરોડની ભેંસની સાથે સેલ્ફી લેવા માટે લોકોની લાઈન લાગી છે. આની પહેલા ખેડૂત મેળામાં હરિયાણાના કુરૂક્ષેત્ર જિલ્લાના કરમવીર સિંહની સવા નવ કરોડની ભેંસ ‘યુવરાજ’ પણ પહોંચી હતી. જેને સવા નવ કરોડમાં ખરીદવાની ઑફર આપવામાં આવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ