બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bridegroom arrived in a bullock cart to get married at dwarka bhogat

જુનવાણી પરંપરા / VIDEO: 'એક વિવાહ ઐસા ભી..!' દ્વારકામાં કારમાં નહીં કાર્ટમાં જાન પહોંચી, જોતાં રહી ગયા કન્યાપક્ષના લોકો

Dhruv

Last Updated: 03:06 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના ભોગાતમાં જૂની પરંપરા પ્રમાણે બળદગાડામાં જાન પહોંચતા આખુંય ગામ વરરાજા અને જાનને જોવા એકત્ર થયું.

  • દ્વારકાના ભોગાતમાં જાન બળદગાડામાં પહોંચી
  • જાનમાં જૂના પહેરવેશ અને પૌરાણિક રીતરિવાજોનો સમન્વય
  • વરરાજો બળદગાડામાં સવાર થઇ લગ્નના માંડવે પહોંચ્યો

આજના આ આધુનિક યુગમાં હવે કોઇ પણ માતા-પિતા પોતાના પુત્રની જાન કાર દ્વારા અથવા તો ઘોડી દ્વારા અથવા તો કોઈ હેલિકોપ્ટરમાં કાં તો કોઈ લક્ઝરી બસમાં પોતાના પુત્રને પરણાવવા જઈ રહ્યાં છે. પરંતુ વર્ષો પહેલાંની જેમ શણગારેલા બળદગાડામાં આજે દ્વારકાના ભોગાતમાં જૂની પરંપરા પ્રમાણે બળદગાડામાં જાન પહોંચી હતી. વરરાજાએ બળદગાડામાં જાન જોડી હતી. જૂના પહેરવેશ અને પૌરાણિક રીતરિવાજો સાથે વરરાજા પરણવા પહોંચ્યા હતાં.

જુનવાણી પરંપરા પ્રમાણે બળદગાડામાં જાન પહોંચી

આજે તો સાદુ બળદગાડું પણ દેખાતું નથી, ત્યારે દ્વારકાના ભોગાતમાં આજથી 50 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટે જૂની પરંપરા પ્રમાણે બળદગાડામાં જાન પહોંચી હતી. તમે સૌ કોઇએ એવું સાંભળ્યું હશે કે, નાનપણમાં કોઇ પણના દાદાજી એવું કહેતા કે અમારા લગ્ન બળદગાડામાં થયા હતા. ત્યારે સૌ કોઇના મનમાં એવો પ્રશ્ન થાય કે આખરે આ બળદગાડામાં લગ્ન કેવી રીતે થતાં હશે? કેવી રીતે બળદગાડામાં જાન જતી હશે? ત્યારે એ જ દ્રશ્યો આજે ફરીથી દ્રારકાના ભોગાતમાં તાજા થયા છે.

ગાડામાં બેસીને જાનમાં જવું એ પણ એક અનોખો જ અનુભવ

સામાન્ય રીતે લગ્નમાં વિવિધ પ્રકારના વાહનો મારફતે આપણે લગ્નમાં કે પછી જાનમાં જતા હોઈએ છીએ. જો કે ગાડામાં બેસીને જાનમાં જવું એ પણ એક અનોખો જ અનુભવ છે. ખાસ કરીને અત્યારના સમયમાં અને નવી પેઢીને આ અનુભવ ખૂબ જ ગમતો હોય છે અને ક્યારેક નવી પેઢી પણ ગાડામાં બેસીને જાનમાં જવાની સલાહ આપતી હોય છે. પોતાની જાન બળદગાડામાં આવી રહી છે તેનું ગૌરવ અને આનંદ પરણિતાને પણ હોય છે. ત્યારે ખરેખ બળદગાડાની આ પરંપરા અને એ જાન જોવા જેવી અને માણવા જેવી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ