બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Bootleggers are bringing alcohol in flights by going to different places

અમદાવાદ / બુટલેગર્સને ફાવતું મળી ગયુ, વિમાનમાં આ કીમિયો વાપરી કરે છે દારૂની હેરાફેરી, માઇન્ડ ગેમ જોઈ પોલીસ પણ અવાક

Dinesh

Last Updated: 10:42 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ પર ઊતરતા મુસાફરોનો સામાન સ્કેન થતો નહીં હોવાથી બુટલેગરને ફાવતું મળી ગયુઃ બુટલેગર્સ ગોવા, દિલ્હી, મુંબઇથી દારૂનો જથ્થો લાવે છે

  • વિવિધ જગ્યા પર જઇને બુટલેગર ફ્લાઈટમાં દારૂ લાવી રહ્યા છે
  • સરસામાન સ્કેન થતો નહીં હોવાના કારણે બુટલેગર્સને ફાવતું મળી ગયુ
  • આરોપીએ કબૂલાત કરી કે દારૂનો જથ્થો ગોવાથી ફ્લાઇટ મારફતે લાવ્યો 


દારૂબંધી હોવા છતાંય બુટલેગર અલગ અલગ ટ્રિકનો ઉપયોગ કરીને અન્ય રાજ્યમાંથી દારૂ લાવી રહ્યા છે ત્યારે હવે બુટલેગર ફ્લાઈટમાં દારૂની હેરફેર કરી રહ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ગોવા, મુંબઇ, દિલ્હી સહિતના દેશની વિવિધ જગ્યા પર જઇને બુટલેગર ફ્લાઈટમાં દારૂ લાવી રહ્યા છે. અમદાવાદમાં પેસેન્જરોનો સરસામાન સ્કેન થતો નહીં હોવાના કારણે બુટલેગર્સને ફાવતું મળી ગયુ છે. ક્રાઇમ બ્રાંચની ટીમે શનિવારે નારણપુરા જયમંગલ સોસાયટી પાસેથી રજનીકાંત પ્રજાપતિને 70 હજારની 50 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં રજનીકાંતે કબૂલાત કરી હતી કે દારૂનો જથ્થો ગોવાથી ફ્લાઇટ મારફતે લાવ્યો હતો. 

પ્રતિકાત્મક તસવીર

 બેગ પર એર ઇન્ડિગો ફ્લાઇટનું સ્ટિકર પણ મારેલું હતું
પાલડીમાં રહેતા મોહિતસિંહ ઝાલા નામના બુટલેગરે રજનીકાંત પ્રજાપતિ પાસેથી દારૂનો જથ્થો મગાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે જ્યારે રજનીકાંતની ધરપકડ કરી ત્યારે તેની પાસે એક બેગ હતી જેમાં કોડથી લોક મારેલું હતું અને તે ગોવાથી લાવ્યો હતો. બેગ પર એર ઇન્ડિગો ફ્લાઇટનું સ્ટિકર પણ મારેલું હતું. રજનીકાંતની પૂછપરછમાં તેણે વધુમાં કબૂલાત કરી હતી કે ગોવામાં આવેલા ગ્રાન્ડ સેવન નામના કેસિનોથી મોહિતસિંહે પેક કરીને દારૂ લાવવાનું કહ્યું હતું. કેસિનોમાં બેગ પેક કરીને દારૂનો જથ્થો રજનીકાંતને આપ્યો હતો, જેનો કોમ્બિનેશન લોક પાસવર્ડ મોહિતસિંહ પાસે હતો. ક્રાઇમ બ્રાંચે પાસવર્ડ નાખીને બેગ ખોલતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

દારૂની બોટલ બેગમાં છુપાવીને લાવે છે
રજનીકાંત એવો એકમાત્ર પેસેન્જર નથી કે જે ગોવાથી દારૂ લાવી રહ્યો છે. રજનીકાંત જેવા હજારો પેસેન્જર છે. જે ગોવા, મુંબઇ, દિલ્હી સહિત દેશ વિદેશથી જ્યારે ફ્લાઇટમાં મુસાફરી કરીને અમદાવાદ આવે છે ત્યારે તે મોંઘાંદાટ દારૂની બોટલ લાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોવામાં દારૂ સસ્તો હોવાથી અમદાવાદના કેટલાક બુટલેગર્સ બસ અને ટ્રેન મારફતે ગોવા પહોંચી જાય છે અને બાદમાં દારૂની ખરીદી કરીને ફ્લાઇટ મારફતે અમદાવાદ આવી જાય છે અને ગ્રાહકોને ઊંચા ભાવે વેચી મારે છે. જ્યારે અન્ય રાજ્યમાંથી કે વિદેશથી અમદાવાદમાં પેસેન્જર આવે છે ત્યારે તેમના સામાનનું ચેકિંગ થતું નથી જેના કારણે તે બિનધાસ્ત દારૂની બોટલ બેગમાં છુપાવીને લાવે છે.

બુટલેગર્સ દુરુપયોગ કરી રહ્યા છે
અમદાવાદથી ફ્લાઈટમાં બેસીને અન્ય રાજ્યમાં કે વિદેશમાં જવું હોય તો સીઆઇએસએફની ટીમ પેસેન્જરનો સામાન સ્કેન કરે છે અને તમામની ઝીણવટભરી તપાસ કરે છે પરંતુ જ્યારે કોઇપણ પેસેન્જર અમદાવાદ આવે ત્યારે તેમનો સામાન સ્કેન થતો નથી. જેનો દુરુપયોગ બુટલેગર્સ કરી રહ્યા છે. બુટલેગર લક્ઝરી બસ અને ટ્રેન મારફતે ગોવા પહોંચી જાય છે અને ત્યાં કોઇ પણ દારૂની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ખરીદે છે અને બાદમાં તેને બેગમાં પેક કરીને ફ્લાઇટ મારફતે અમદાવાદ આવી જાય છે. અન્ય રાજ્યમાંથી દારૂની બોટલ લઇને આવતા બુટલેગર્સ તેમજ પેસેન્જરને રોકવા માટે પોલીસે પ્લાનિંગ કર્યું છે. જે અંતર્ગત એરપોર્ટ પર વોચ રાખવામાં આવશે. ગોવાથી આવતી મોટાભાગની ફ્લાઇટના પેસેન્જર પર નજર રાખવામાં આવશે અને બાદમાં જે શંકાસ્પદ પેસેન્જર લાગશે તેની બેગ ચેક કરવામાં આવશે. 

દારૂની બોટલ તૂટી અને પેસેન્જરો જોતા રહ્યા પણ પોલીસે કોઇ કાર્યવાહી ના કરી
ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલાં એક યુગલ ગોવા ફરવા માટે ગયું હતું. ગોવામાં યુગલે દારૂની બોટલ ખરીદી હતી અને બેગમાં સાચવીને મૂકી હતી. જ્યારે તે ગોવાથી પરત ફર્યું ત્યારે બેગમાં રહેલી દારૂની બોટલ તૂટી ગઇ હતી. બેગ જ્યારે રોલર મશીનથી બહાર આવી ત્યારે એરપોર્ટમાં દારૂ નીતરતો હતો. પેસેન્જરો પણ આ બેગને જોતા રહ્યા હતા પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહી અને યુગલ બિનધાસ્ત બેગ લઇને નીકળી ગયુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ