બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood star salman khan birthday special his net worth fees house lifestyle

બર્થ ડે સ્પેશ્યલ / 100 કરોડનું ઘર, આ શૉ માટે લીધી એક હજાર કરોડની ફીસ: સલમાન ખાનની સંપત્તિ જાણી આંખો પહોળી થઈ જશે

MayurN

Last Updated: 11:32 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સ્ટાર ગણાતા ભાઈજાનનો આજે જન્મ દિવસ છે. સલમાન ખાન માત્ર નામમાં જ 'સુલતાન' નથી પણ વાસ્તવમાં સુલતાન છે. તેમની પાસે છે કરોડોની સંપતિ

  • બોલીવુડ સ્ટાર ભાઈજાનનો આજે જન્મ દિવસ
  • સલમાન ખાન પાસે કરોડો રૂપિયાની મિલકત
  • બીચ સાઈડ ઘર તો પનવેલમાં ફાર્મહાઉસ

બોલીવુડ સ્ટાર ગણાતા ભાઈજાનનો આજે જન્મ દિવસ છે. ત્યારે ઘણા લોકો જાણતા હશો કે સલમાન ખાન બોલીવુડના મોંધા એક્ટરોમાનો એક છે. ત્યારે ચાલો જાણીએ સલમાન ખાન પાસે કેટલી મિલકત છે.  

સલમાન ખાનની સંપતિ
સલમાન ખાન માત્ર નામમાં જ 'સુલતાન' નથી પણ વાસ્તવમાં સુલતાન છે. જો તમે હવે તેમની મિલકત વિશે વાત કરવાનું શરૂ કરશો, તો બિનજરૂરી રીતે તમે બેઠા બેઠા ગરીબ લાગવા લાગશો. જો તમે ભાઈની આ સમૃદ્ધિથી અજાણ છો, તો આ રહી યાદી..

બીચ સાઇડ 5 BHK ઘર
મુંબઈ મધ્યે ભાઈના પરિવારને પ્રાઈવસી ન મળતા, તેથી તેણે તેના 51માં જન્મદિવસે બીચ સાઇડ 5 BHK ઘર ખરીદ્યું.  100 એકરમાં ફેલાયેલા આ ઘરમાં જિમ, સ્વિમિંગ પૂલ, પ્લે એરિયા, થિયેટર છે. આ ઘરની કિંમત 100 કરોડ હોવાનું કહેવાય છે.

પનવેલ ફાર્મહાઉસ
પનવેલ ફાર્મ હાઉસ વિશે તો ઘણા લોકો જાણતા જ હશે.  સલમાન ભાઈ તેમની ઘણી પાર્ટીઓ અહીં રાખે છે.  150 એકરમાં ફેલાયેલા આ ફાર્મ હાઉસની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે.  આ ફાર્મ હાઉસ પણ તમામ સુવિધાઓથી સજ્જ છે.

એપાર્ટમેન્ટ
ખાન પરિવાર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.  પરંતુ તેણે 11 માળની ઈમારતમાં પણ પૈસા રોક્યા છે જેનું બાંધકામ હજુ ચાલુ છે.  અહેવાલ છે કે બાંધકામ પૂર્ણ થયા બાદ ભાઈઓ બધાની સાથે અહીં શિફ્ટ થઈ શકે છે અને જો ગેલેક્સી એપાર્ટમેન્ટની વાત કરીએ તો એ પણ અંદાજીત કિંમત 100 કરોડ આંકવામાં આવે છે.

સલમાન ખાનના વાહનોનું લીસ્ટ
સલમાન ખાન પાસે એક પ્રાઈવેટ યાટ પણ છે.  આ યાટ 3 કરોડ રૂપિયામાં ખરીદી હતી. વાહનોના શોખીન ભાઈ પાસે મર્સિડીઝ બેન્ઝ જીએલ ક્લાસ (લગભગ 80 લાખ), મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ (લગભગ 82 લાખ), ઓડી એ8 એલ (લગભગ 1.13 કરોડ), BMW X6 (લગભગ 1.15 કરોડ) ટોયોટા લેન્ડ ક્રુઝર (લગભગ 1.29 કરોડ) છે. Audi RS7 (અંદાજે 1.4 Cr) રેન્જ રોવર (અંદાજે 2.06 Cr), Audi R8 (અંદાજે 2.31 Cr) અને Lexus LX470 (અંદાજે 2.32 Cr). વાહનો ઉપરાંત સલમાન ખાન પાસે લગભગ 16 લાખ રૂપિયાની હાયાબુસા બાઇક છે.  આ સિવાય Yamaha R 1 (15 લાખ), Suzuki GSX-R 1000Z (16 લાખ) અને Suzuki Intruder M1800 RZ જે લગભગ 16 લાખ રૂપિયા છે. સલમાન ખાન, જે ઘણીવાર સાઇકલ ચલાવતો જોવા મળે છે, તેની પાસે 4 લાખ રૂપિયાની જાયન્ટ પ્રોપેલ 2014 XTC સાઇકલ છે.

બ્રાન્ડ્સ અને પ્રોડક્શન હાઉસ
સલમાન ખાનની બ્રાન્ડ બીઇંગ હ્યુમનની કિંમત 235 કરોડ રૂપિયા છે. સલમાન ખાને પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે.  જેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. સલમાન ખાન ફિલ્મ્સ(SKF) આ મીડિયા હાઉસમાંથી પણ કરોડોની કમાણી કરી છે.

સલમાનની ફીસ
સલમાન ખાન કોઇપણ ફિલ્મમાં કામ કરવા માટે 70-75 કરોડ ફી વસુલે છે. અને સાથે જ તેમાં પ્રોફિટ શેરીંગ પણ સામેલ હોય છે. આ સાથે જ સલમાન ખાન બીગ બોસ હોસ્ટ કરવાના પણ કરોડો કમાઈ છે. રીપોર્ટ અનુસાર બીગ બોસની સીઝન16  માટે સલમાન  ખાનને 1000 કરોડ ચુકવવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Birthday Special Bollywood Net Worth Salman khan Salman khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ