બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Black scandal in the white desert of Kutch

કાળો કારોબાર / કચ્છના સફેદ રણમાં કાળું કૌભાંડ : ભાજપ નેતા સહિત મોટા માથાના નામ સામે સરકાર અને તંત્રનું મોઢું સિવાઈ ગયું

Ronak

Last Updated: 07:49 PM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં ગેરકાયદેસર મીઠાની લીઝ બનાવીને અગરનો વેપાર કરતા લોકોના નામ સામે આવ્યા છે. જેમા તે દરેક લોકો ઉદ્યોગપતિ અને નેતાઓના સગા હોવાનું સામે આવ્યું છે.

  • ગેરકાયદેસર દબાણ કરનારા લોકોના નામ સામે આવ્યા 
  • ઉદ્યોગપતિ અને નેતાઓના સગા નિકળ્યા અગર માફિયા 
  • સરકારી જમીન પર અગર બનાવીને કમાય છે લાખો રૂપિયા 

કચ્છના કાળા કોરોબારનો વધુ એક પર્દાફાશ VTV Newsએ કર્યો છે. જેમાં કચ્છના અભ્યારણ્યમાં ગેરકાયદે મીઠાના લીઝના નામો સામે આવ્યા છે. લીઝ સિવાય હજારો એકર જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યુ છે. જેમાં તેજા મેમા આહીરની ટી.એમ. સોલ્ટ કંપનીનું જમીન પર દબાણ કર્યું છે. ભાજપ નેતા બાબુ ભીમા હુંબલની કંપનીએ પણ દબાણ કર્યુ છે. સામજી કાનગડની નિલકંઠ ગ્રુપે પણ હજારો એકર જમીન દબાવી છે. વાઘુભા જાડેજાની મોટી ચીરઈમાં કાયદેસરની જમીન પર દબાણ કર્યુ છે. તો ભગવાનભાઈ ગઢવીની માણાબા વિસ્તારમાં લીઝના નામે ગેરકાયદે દબાણ કર્યુ છે. આમ રાજનેતાઓ-વગદારોનું કચ્છના રણના અભ્યારણ્યમાં ગેરકાયદે દબાણ કર્યુ છે.

નેતાઓના સગાઓ બન્યા માફિયા

સરકારની જમીનો પર ઉદ્યોગપતિ અને નેતાઓના સગાઓ અગરના માફિયા બનીને અડિંગો જમાવીને બેઠા છે અને સરકારની નજર સામે જ આ બધો કાળો કારોબાર ચાલી રહ્યો છે. કચ્છનાં મુંદ્રા, કંડલા અને અંજારમાં વન વિભાગ તથા રેવન્યુ વિભાગની જમીનો પર ગેરકાયદે અગર બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય રાપર, આદેસરના પટ્ટામાં આખે આખા ગામે ગામ ગેરકાયદેસર અગર બનાવી દેવાયા છે.

મોટા નેતાઓના તાર પણ અડતા હોવાના સમાચાર

મીઠા માફિયાઓ કચ્છમાં ખૂલેઆમ અભયારણ્ય અને સરકારી જમીનો પર અગર બનાવીને પૈસા કમાઈ રહ્યા છે ત્યારે અધિકારીઓનાં પાપે મીઠા માફિયાઓને ખુલ્લુ મેદાન આપી દેવામાં આવ્યું છે. જોકે માત્ર અધિકારીઓ જ નહીં આ કૌભાંડમાં કેટલાય મોટા નેતાઓના તાર પણ અડતા હોવાના સમાચાર છે. 

મીઠાનાં કાળા કારોબારનો પર્દાફાશ

VTV Newsએ કચ્છમાં મીઠાનાં કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘરભેગા કરી રહ્યા છે. VTV News દ્વારા કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે કચ્છમાં આડેસરથી મુન્દ્રા, સુરજબારીથી નવલખીમાં લાખો એકર જમીન પર અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે. સરકારની જમીનો પર તો ઠીક કચ્છનો કાળો કારોબાર તો ઘૂડખર માટે ફાળવવામાં આવેલ અભ્યારણ્યમાં પણ માફિયાઓ ખૂલેઆમ કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. 

એક વીજ કનેકશન માટે 10 થી 30 લાખ રૂપિયા સુધીનો ભાવ

VTV જ્યારે કચ્છના નાના રણ વિસ્તારમાં પહોંચ્યું તો જોવા મળ્યું કે જે અભયારણ્યમાં દાખલ થવા માટે પણ સામાન્ય નાગરિકોએ જાતજાતની પરવાનગી લેવી પડે તે અભ્યારણ્યની અંદર જ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. આટલું જ નહીં આ માફિયાઓ પર એવા આશીર્વાદ છે કે ખોટી રીતે મીઠું પક્વતા લોકોને સરકાર જ એટલે કે PGVCL દ્વારા વીજકનેક્શન આપી દેવામાં આવ્યા છે. એક વીજ કનેકશન માટે 10 થી 30 લાખ રૂપિયા સુધીનો ભાવ બોલવામાં આવે છે અને PGVCLના ઉચ્ચ અધિકારીઓ હપ્તા પણ પહોંચાડવામાં આવે છે. આ કૌભાંડ બાદ ઘૂડખરને લઈને પણ સવાલ ઊભા થાય છે કે પ્રવાસનને વધારવા તથા આપણાં વન્ય જીવનને વધારવા માટે બનાવવામાં આવેલ અભ્યારણ્ય પર સરકારનો કોઈ કંટ્રોલ જ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ