બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / BJP's Sushil Modi battles cancer

રાજનીતિ / 'મને કેન્સર છે', ભાજપના મોટા નેતાએ જાહેર કર્યું, રાજનીતિમાંથી સંન્યાસની અટકળો

Hiralal

Last Updated: 03:31 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર ભાજપના દિગ્ગજ નેતા અને પીએમ મોદી નજીકના સુશીલ મોદીએ પોતાને કેન્સર થયું હોવાનું જાહેર કર્યું છે.

બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીને કેન્સર થયું છે. ગંભીર બીમારીથી પીડિત પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી ચાલુ સારવારના કારણે લોકસભા ચૂંટણીમાં પ્રચાર નહીં કરી શકે. મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કેન્સર વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું- "હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે લડી રહ્યો છું. હવે મેં વિચાર્યું કે હવે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણીમાં હું કશું કરી શકીશ નહીં. મેં પીએમને બધું જ કહી દીધું છે. 

બિહારમાં ભાજપના દિગ્ગજ નેતા છે સુશીલ મોદી
સુશીલ મોદી બિહારમાં ભાજપના દિગ્ગજ નેતા છે. તેમનું રાજ્યસભાનું સભ્યપદ આ વર્ષે સમાપ્ત થયું. જ્યારે ભાજપે તેમને ફરીથી રાજ્યસભાના સાંસદ ન બનાવ્યા તો તેમના લોકસભા ચૂંટણી લડવાને લઈને અટકળો શરૂ થઈ ગઈ. જોકે, ભાજપના ઉમેદવારની યાદી આવ્યા બાદ તેઓ ચૂંટણી નહીં લડે તેવું પણ સ્પષ્ટ થઇ ગયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ જાહેર મંચોથી દૂર જ રહે છે. જો કે તેઓ સોશિયલ મીડિયા પર પૂરી રીતે એક્ટિવ રહે છે. 

લાંબી રાજકીય કારકીર્દી ધરાવે છે સુશીલ મોદી 
સુશીલ મોદીએ પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણી સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને જ્યારે તેઓ મહાસચિવ તરીકે ચૂંટાયા ત્યારે તેમના કટ્ટર રાજકીય હરીફ લાલુ યાદવે તેના પ્રમુખ પદની જીત મેળવી હતી. જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિના આહ્વાન પર સુશીલ મોદી આંદોલનમાં કૂદી પડ્યા હતા અને તેમની ધરપકડ બાદ તેમને 19 મહિના સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. મોદીએ ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા લાવવામાં આવેલા મીસા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તેની એક દમનકારી કલમને દૂર કરવામાં સફળતા મેળવી હતી. ઇમરજન્સી બાદ સુશીલ મોદીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. 1990માં, તેમણે પટણા સેન્ટ્રલ મતવિસ્તારમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી હતી અને સતત ત્રણ વખત જીત્યા હતા. 1996થી 2004 સુધી સુશીલ મોદી ભાજપના નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા. લાલુ યાદવ સામે પશુપાલન વિભાગમાં ઘાસચારા કૌભાંડનો કેસ સુશીલ મોદીએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દ્વારા દાખલ કર્યો હતો, જેમાં લાલુ પાછળથી ખરાબ રીતે ફસાઇ ગયા હતા. 2004માં સુશીલ મોદી પહેલીવાર સંસદ પહોંચ્યા હતા જ્યારે તેમણે ભાગલપુર લોકસભા સીટથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએની સરકાર બન્યા બાદ સુશીલ મોદી મંત્રી અને ત્યારબાદ ડેપ્યુટી સીએમ બન્યા હતા, 2020 સુધી જ્યારે પણ નીતિશ એનડીએમાં હતા ત્યારે તેમના ઉપમુખ્યમંત્રી હતા. આ દરમિયાન સુશીલ મોદી વિધાન પરિષદના સભ્ય બનતા રહ્યા. 2020માં સુશીલ મોદીને ભાજપે બિહારમાંથી હટાવીને રાજ્યસભામાં મોકલી દીધા હતા. એક સમયે લાલકૃષ્ણ અડવાણીની નજીક રહેલા સુશીલ મોદીને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવાની અનેક વખત અટકળો લગાવવામાં આવી હતી પરંતુ તેમને તક મળી ન હતી.

લોકસભા-રાજ્યસભા-વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય 
સુશીલ મોદી બિહારના એવા ગણ્યાગાંઠ્યા રાજકારણીઓમાંના એક છે જેમને રાજ્યના બંને ગૃહો એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ અને દેશની સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવાની તક મળી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ