બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP's action plan regarding the assembly elections to be held in 5 states

રાજકારણ / સંગઠનને મજબૂત કરવા ભાજપનો એક્શન પ્લાન, એકસાથે પાંચ રાજ્યોમાં ગુજરાતના ધારાસભ્યોને ઉતારશે મેદાનમાં

Malay

Last Updated: 10:32 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Election News: આગામી સમયમાં 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, પાંચેય રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા ભાજપ ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારશે.

  • પાંચ રાજ્યોની યોજાનાર ચૂંટણીને લઇ ભાજપ એક્ટિવ
  • પાંચેય રાજ્યમાં ભાજપ ગુજરાતના ધારાસભ્યોને મેદાને ઉતારશે 
  • જમીન લેવલે સંગઠનને મજબૂત કરવા સોપાઈ જવાબદારી

ભારતમાં વર્ષ 2023માં અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચૂકી છે. હજુ પાંચ રાજ્યોમાં (મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ) વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સાથે આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની સાથે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ ખૂબ મહત્વની છે. આ અંગે તૈયારીઓ અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની આજે દિલ્હીમાં બેઠક, PM મોદી પણ ભાગ લેશે,  જોઈ લો શું છે એજન્ડા | narendra modi jp nadda to meet all bjp chief  ministers today in delhi
ફાઈલ ફોટો

ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં 
આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આ પાંચ રાજ્યોમાં જમીન લેવલે સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારશે. દરેક ધારાસભ્યને જે તે બેઠક પર જઈ કામગીરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.  

18 ઓગસ્ટે યોજાશે બેઠક 
ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ જઈને ચૂંટણીને લઈને કામગીરી કરશે. આગામી 18 ઓગસ્ટે આ મામલે બેઠક યોજાશે. આ બેઠકમાં ધારાસભ્યોએ કઈ રીતે કામગીરી કરવી તે મામલે સૂચના આપવામાં આવશે. 

PM મોદી સાથે બેઠક કરવા પહોંચ્યા ગૃહમંત્રી શાહ અને JP નડ્ડા, જાણો કયા  મુદ્દાઓને લઈને થઈ ચર્ચા / Home Minister Shah and JP Nadda arrived to meet  with PM Modi issues discussed
ફાઈલ ફોટો

આ 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 
વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે. 

રાજસ્થાનમાં લોકસભાની કુલ 25 સીટો
રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ