બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / bjp worker touched pm modi feet pm reaction went viral

દેશના પ્રધાનમંત્રી! / VIDEO: ભગવાન રામની મૂર્તિ આપીને પગે પડ્યા કાર્યકર, પછી PM મોદીએ કર્યું દિલ જીતનારું કામ

Mayur

Last Updated: 07:55 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં એક કાર્યક્રએ ભગવાન રામની મૂર્તિ આપીને PM મોદીના ચરણસ્પર્શ કર્યા હતા. આ ઘટનાના રિસ્પોન્સમાં PM નું રીએક્શન સોશ્યલ મીડિયામાં વાયરલ થયું હતું.

  • વિધાનસભા ચૂંટણીમાં PM મોદીનો પ્રચાર
  • રામની મૂર્તિ આપીને એક કાર્યકર પગે પડ્યા
  • પછી PM મોદીએ આવું ન કરવા કહ્યું 

UP Elections 2022

ઉત્તર પ્રદેશ (UP)માં વિધાનસભા ચૂંટણી 2022 ચાલી રહી છે. દરમિયાન તમામ રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ પરીપેક્ષમાં પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે બીજેપીના પ્રચાર માટે યુપીના ઉન્નાવ પહોંચ્યા, જ્યાં એક કાર્યકર્તાએ પીએમ મોદીના પગને સ્પર્શ કર્યો અને જાણો પછી શું થયું?

 કાર્યકર્તાએ PM MODI ના ચરણ સ્પર્શ કર્યા
બીજેપી નેતા અને હરિયાણાના પ્રભારી અરુણ યાદવે સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે કાર્યકર પીએમ મોદીના પગને સ્પર્શ કરે છે તો પીએમ મોદી પહેલા કાર્યકરને રોકે છે અને બાદમાં તેઓ પોતે જ પગ સ્પર્શ કરે છે.

વડાપ્રધાને કાર્યકરના ચરણ કેમ સ્પર્શ્યા?
અરુણ યાદવે ટ્વીટ કર્યું, 'માત્ર મોદી જ કાર્યકરના ચરણ સ્પર્શ કરી શકે છે. કારણ એ વ્યક્તિ એ છે કે જેણે શ્રી રામની મૂર્તિ આપી હતી તેની સાથે વ્યક્તિ પગને સ્પર્શ કરી શકતો નથી.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર્યકર્તાએ પહેલા પીએમ મોદીને ભગવાન શ્રી રામની મૂર્તિ રજૂ કરી અને બાદમાં તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા.

 

આતંકવાદીઓને સજા કરવાનો સંકલ્પ
ઉન્નાવની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશમાં થોડા અઠવાડિયા પછી શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થતા હતા. હું જ્યારે ગુજરાતનો સીએમ હતો ત્યારે અમદાવાદમાં પણ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એ દિવસ હું ક્યારેય ભૂલી શકતો નથી. એ જ દિવસે મેં સંકલ્પ લીધો હતો કે મારી સરકાર આ આતંકવાદીઓને અંડરવર્લ્ડમાંથી શોધીને સજા કરશે.

અમે ગરીબોની મદદ કરી: PM મોદી 

તેમણે કહ્યું કે કોરોનાની કટોકટી દરમિયાન, અમે રસ્તા પરના શેરી ફેરિયા, હાથગાડીઓ, નાના વેપારીઓનો પણ હાથ ઝાલ્યો હતો. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ ઉત્તર પ્રદેશના લગભગ સાડા આઠ લાખ લારીવાળા, ફેરિયા, હાથગાડીના સાથીઓને બેંકો દ્વારા ઓછા વ્યાજે લોન મંજૂર કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ