બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / BJP Congress central observers visit Gujarat Rajya Sabha elections 2020

રાજનીતિ / રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકો આવશે ગુજરાત

Hiren

Last Updated: 01:00 AM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે 19મી જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં બેઠકોનો ધમધમાટ રહેશે. બંને પક્ષોએ ચૂંટણીને લઈને કવાયત હાથ ધરી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીના મામલે ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે બંને પક્ષોના કેન્દ્રીય નિરીક્ષકો ગુજરાત આવશે અને ધારાસભ્યો સાથે બેઠક કરશે.

  • કેન્દ્રીય ચૂંટણીપંચના નિરીક્ષકો ગુજરાત આવશે 
  • રાષ્ટ્રીય કોંગ્રેસના 3 નેતાઓ ગુજરાત આવશે 
  • ભાજપે બે નિરીક્ષકોની નિમણૂંક કરી

કેન્દ્રીય ચૂંટણીપંચના નિરીક્ષકો ગુજરાતમાં ધારાસભ્યો સાથે બેઠક યોજશે. આ દરમિયાન મતદાન અને અગ્રતા મુદ્દે ધારાસભ્યોને માહિતગાર કરાશે. ચૂંટણીને લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અમદાવાદ લવાયા છે. જ્યારે ભાજપના ધારાસભ્યોને ચૂંટણી સુધી ગાંધીનગરમાં રહેવા આદેશ કરાયો છે

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે નિરીક્ષકો નિમ્યા

રાજ્યસભાની ચૂંટણીને આડે હવે બે દિવસ બાકી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે બે નિરીક્ષકોની નિમણૂંક કરાઇ છે. ભાજપ દ્વારા ભૂપેન્દ્ર યાદવ અને આશિષ સેલરની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ બંને નેતાઓ આજે ગુજરાત આવશે અને ધારાસભ્યો સાથેની આજની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેમજ ધારાસભ્યોને ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપશે.

રાષ્ટ્રીય કોંગ્રેસના 3 નેતાઓ ગુજરાત આવશે 

રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઇકમાન્ડ નજર રાખી રહ્યાં છે. આ માટે રાષ્ટ્રીય કોંગ્રેસના 3 નેતાઓ ગુજરાત આવશે. આજે 3 નેતાઓ ગુજરાત આવશે. પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતની મુલાકાત લેશે. તેમજ તેમની સાથે બી.કે. હરિપ્રસાદ અને રજની પાટીલ ગુજરાત આવશે. તેઓ ધારાસભ્યો સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરશે.

આપને જણાવી દઈએ કે, રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 3 અને કોંગ્રેસે 2 ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપના 2 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત નક્કી છે. આથી ભાજપ માટે ત્રીજી અને કોંગ્રેસ માટે બીજી બેઠક એટલે કે રાજ્યસભાની ચોથી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ