બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Politics / BJP adopted Gujarat model in Karnataka Election workers will go to Karnataka

રાજકારણ / Karnataka Electionમાં ભાજપે અપનાવ્યું ગુજરાત મોડલ, 100થી વધુ કાર્યકરો જશે કર્ણાટક

Kishor

Last Updated: 04:09 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ ભાજપે કર્ણાટકની ચૂંટણીમાં પણ ગુજરાત મોડેલ અપનાવ્યું છે.

  • ભાજપે કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત મોડેલ અપનાવ્યું
  • 'ભરોસાની ભાજપ સરકાર' સ્લોગનનો કર્ણાટકમાં ઉપયોગ
  • ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકરો જશે કર્ણાટક

કર્ણાટકની ચૂંટણીને લઈને રાજ્યમાં બરાબરનો રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત મોડેલની ભવ્ય સાફળતા બાદ ભાજપે કર્ણાટકની ચૂંટણીમાં પણ ગુજરાત મોડેલ અપનાવ્યું છે. જેના ભાગરૂપે 'ભરોસાની ભાજપ સરકાર' સ્લોગનનો કર્ણાટકમાં પણ ઉપયોગ કરવામાં આવશે. વધુમાં 'ડબલ એન્જિન સરકાર, સપના સાકાર' સ્લોગનનો પણ આપવામાં આવશે. બીજી બાજુ ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકરો કર્ણાટક ચૂંટણી પ્રચાર અર્થે જશે. જ્યા ભાજપના કાર્યકરોને બૂથ પ્રમાણે જવાબદારી પણ સોંપવામાં આવશે.

PM મોદી અને તમામ કેન્દ્રીય નેતાઓ કર્ણાટકમાં પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા જવલંત જીત બાદ આ મોડેલને આપનાવી ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં 5 ઝોનમાં અલગ અલગ મીડિયા સેન્ટર ઉભા કરાયા છે. વધુમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો મુજબ જ ઘડી કાઢવામાં આવી રહ્યા છે. ત્યારબાદ PM મોદી અને તમામ કેન્દ્રીય નેતાઓ કર્ણાટકમાં પ્રચાર કરવા જશે.

10મી મેના રોજ યોજાશે કર્ણાટક વિધાનસભાની ચુંટણી

મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભાની ચુંટણી આગામી 10મી મેના રોજ યોજાશે. આ સાથે 13મી તારીખે પરિણામ આવશે. કર્ણાટકની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મે, 2023ના રોજ સમાપ્ત થશે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઈ હતી. ત્યારબાદ જનતા દળ સેક્યુલર અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી. આમાં એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા. પરંતુ એક વર્ષ અને 2 મહિના પછી જુલાઈ 2019માં કોંગ્રેસ અને જેડીએસના ઘણા મંત્રીઓના રાજીનામાને પગલે સરકાર પડી ભાંગી. ત્યારબાદ કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી હતી.


કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસને 38.14 મત ટકા સાથે 80 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 36.35 મત શેર સાથે 104 બેઠકો મળી હતી. આ સાથે 18.3 ટકા વોટ શેર સાથે જનતા દળ સેક્યુલરને તેના ખાતામાં 37 બેઠકો મળી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 42 સીટો અને જેડીએસને 03 સીટો ગુમાવવી પડી છે. પરંતુ ભાજપને 64 બેઠકો મળી હતી.

 કર્ણાટકમાં કેટલા મતદારો ? 

આ વખતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 5.21 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 2.59 કરોડ મહિલાઓ હશે. આ સાથે 9.17 લાખ મતદારો એવા હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જોકે રાજ્યમાં મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે માનવામાં આવી રહી છે, પરંતુ આ સિવાય આમ આદમી પાર્ટી, બીએસપી, સીપીઆઈ (એમ), સીપીઆઈ, એનસીપી, જેડીયુ, સમાજવાદી પાર્ટી, કર્ણાટક જનતા પાર્ટી, બી શ્રી મુલુ કોંગ્રેસ પાર્ટીઓ. જેમ કે પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં લડતી જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ