બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / Birthday Special Sachin Tendulkar IPL Auction Price, complete Cricket career

Happy Birthday Sachin Tendulkar / આખરે IPLમાં કેમ સચિન તેંડુલકરની ક્યારેય બોલી નથી લાગી? જાણો સંપૂર્ણ ક્રિકેટ કરિયર વિશે

Vidhata

Last Updated: 08:46 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ટીમ ઇન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

વિશ્વ ક્રિકેટના ઇતિહાસના મહાન બેટ્સમેનોમાંના એક, ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં એવા માઈલસ્ટોન હાંસલ કર્યા જે આજ સુધી દુનિયાનો કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. 100 સદી ફટકારનાર અને 200 ટેસ્ટ મેચ રમનાર વિશ્વના એકમાત્ર ખેલાડી છે. સચિન જયારે ક્રિઝ પર આવતા તો બોલરોમાં ડરનો માહોલ જોવા મળતો. દરેક યુવા ખેલાડી સચિન પાસેથી પ્રેરણા લઈને તેના જેવા મહાન બેટ્સમેન બનવા માંગે છે. રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી સુધીના મોટા ખેલાડીઓ સચિનને ​​પોતાના આઈડલ માને છે.

16 વર્ષની ઉંમરે કર્યું ડેબ્યૂ 

સચિન તેંડુલકરે માત્ર 16 વર્ષની ઉંમરે 1989માં ટીમ ઇન્ડિયા માટે ODI ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. સચિને તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. ડેબ્યૂ મેચમાં સચિનને ​​એક ખતરનાક બાઉન્સર વાગ્યો હતો જેના કારણે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું, પરંતુ તેમ છતાં સચિને હાર ન માની. તે સમયે પાકિસ્તાનનો ખતરનાક બોલર વસીમ અકરમની ફાસ્ટ બોલિંગને કારણે તેનું ક્રિકેટમાં નામ બની રહ્યું હતું અને વસીમનો જ બાઉન્સર સચિનના નાક પર વાગ્યો હતો. છતાં તેમણે આ મેચમાં પાકિસ્તાની ઝડપી બોલરોનો કોઈ પણ ડર વગર હિંમતપૂર્વક સામનો કર્યો હતો.

સૌથી વધુ રનથી લઈને સૌથી વધુ સદીઓ સુધી

જ્યાં સુધી સચિન તેંડુલકર ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ રમ્યા ત્યાં સુધી તેણે નવા રેકોર્ડ બનાવ્યા. સચિને એવા રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવા કોઈ પણ ક્રિકેટર માટે આસાન નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિનના નામે 34 હજારથી વધુ રન છે. આ સિવાય સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો રેકોર્ડ છે. જેમાંથી સચિને 51 સેન્ચુરી ટેસ્ટ ક્રિકેટમાં અને 49 સેન્ચુરી વનડે ક્રિકેટમાં મારી હતી. સચિને ટેસ્ટ ક્રિકેટમાં 200 મેચ રમી હતી, જેમાં તેણે 15921 રન બનાવ્યા હતા. આ સિવાય આ મહાન બેટ્સમેને 463 ODI મેચમાં 18426 રન બનાવ્યા હતા.

664 આંતરરાષ્ટ્રીય મેચોમાં બનાવ્યા 34,357 રન 

સચિન તેંડુલકરે 664 આંતરરાષ્ટ્રીય મેચમાં રેકોર્ડ 34 હજાર 357 રન બનાવ્યા છે. આ દરમિયાન સચિને 100 સદી અને 164 અડધી સદી ફટકારી હતી. સચિન તેંડુલકરે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા બતાવી અને 201 વિકેટ પોતાના નામે કરી. 2013 માં, વાનખેડે ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચ પછી, તેણે તેની શાનદાર કારકિર્દીનો અંત લાવવાની જાહેરાત કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી IPLમાં પણ મચાવી ધૂમ 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યા પછી, સચિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ જોરદાર ધૂમ મચાવી હતી. IPLની પ્રથમ સિઝન 2008માં થઈ હતી. એ સમયે સચિનને ​​હરાજીમાં રાખવામાં આવ્યો ન હતો. તેની પાછળ એક મોટું અને ખૂબ મહત્ત્વનું કારણ હતું. સચિને IPLમાં બધાનું ટેન્શન વધાર્યું હતું. 

IPLનું ફોર્મેટ એવું રાખવામાં આવ્યું હતું કે દરેક ખેલાડીની હરાજી થાય. ફ્રેન્ચાઇઝીઓ તેમના મનપસંદ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે બોલી લગાવે છે. પરંતુ આ જ કારણ હતું કે IPL શરૂ થતા પહેલા જ લલિત મોદી અને BCCIના મનમાં એક ડર હતો. એક ડર હતો કે ક્રિકેટના ભગવાન સચિન અને અન્ય દિગ્ગજ ખેલાડીઓ માટે કેવી રીતે બોલી લગાવશે? દરેકના મનમાં એક ડર હતો કે તેમની બોલી લાગવાથી ક્રિકેટને ધર્મ માનનારા ચાહકો નારાજ ન થઈ જાય. આ એક વાતે દરેકનું ટેન્શન વધારી દીધું હતું.

પછી લલિત મોદીએ કર્યો હતો આ ઉપાય 

પછી ફરી એકવાર લલિત મોદી આગળ આવ્યા અને એક ઉપાય શોધી કાઢ્યો. તેણે સલાહ આપી કે સચિન સહિત કેટલાક દિગ્ગજ ખેલાડીઓને હરાજીમાં ન મોકલવામાં આવે. બીસીસીઆઈના અધિકારીઓને પણ આ વાત ગમી અને તેને મંજૂરી આપવામાં આવી. આ રીતે IPLનું સૌથી મોટું ટેન્શન દૂર થયું. આ પછી 5 ખેલાડીઓને માર્કી પ્લેયર બનાવવામાં આવ્યા. મતલબ કે, કેટલીક ફ્રેન્ચાઈઝી તેને પહેલેથી જ પોતાની ટીમમાં સામેલ કરી લેશે. આ 5 ખેલાડીઓ સચિન, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ હતા.

સચિનને ​​મુંબઈ ઇન્ડિયન્સે, ગાંગુલીને કોલકાતા નાઈટ રાઈડર્સે, સેહવાગને દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), દ્રવિડને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુવરાજને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) દ્વારા સાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની સહિત અન્ય ખેલાડીઓએ હરાજીમાં જવાનો નિર્ણય લીધો હતો.

વધુ વાંચો: મુંબઈની હાર બાદ હાર્દિક પંડ્યાની કરી તીખી આલોચના, આ ખેલાડીએ કહ્યું 'બકવાસ કરો રીપીટ'

IPLની 6 સીઝન રમી 

સચિનને ​​પહેલી જ સિઝનમાં મુંબઈએ સાઈન કર્યો હતો. આ માટે ફ્રેન્ચાઇઝીએ માસ્ટર બ્લાસ્ટરને એક સિઝન માટે 4 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયાની ફી ચૂકવી હતી. સચિનની ફી 2010ની સીઝન સુધી એટલી જ રહી. આ પછી તેની ફી વધારીને 8 કરોડ 28 લાખ રૂપિયા કરી દેવામાં આવી. સચિને 2013ની સિઝન બાદ IPLમાંથી નિવૃત્તિ લીધી હતી. સચિન IPLમાં માત્ર મુંબઈ માટે જ રમ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ