બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:52 PM, 23 April 2024
ભારતનો ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા હમણાથી ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે. મહિના પહેલા તેને લોકોએ છપરી-છપરી કહીને ટ્રોલ કરવાનું શરુ કર્યુ હતુ. જેમાં હાર્દિકના રોહિત અને મલિંગા જેવા સિનિયર પ્લેયર સાથેના ગેરવર્તણૂકના કારણે તેને છપરી કહી ટ્રોલ કરવાનું શરુ કર્યુ હતુ. હવે ફરી હાર્દિકના બીહેવને કારણે આફ્રિકાના સ્ટાર બોલરે ટ્વીટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
I really look forward to the day players might say what’s honestly on their mind. Instead we some how dumbed ourselves and our minds into saying the usual safe thing, lose the next game, smile and then repeat that nonsense again. 🙄
— Dale Steyn (@DaleSteyn62) April 22, 2024
PS. Qdk, I love you
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલની મેચ બાદ ડેલ સ્ટેઈનનું ટ્વીટ વાયરલ થયુ છે. મુંબઈ ઈન્ડિયન્સે કાલની મેચમાં રાજસ્થાન રોયલને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને રાજસ્થાનની ટીમે આસાનીથી 9 વિકેટથી ચેઝ કરી દીધો હતો.આ હારના કારણે મુંબઈની ટીમ 6 પોઈન્ટ સાથે 7માં નંબરે પહોંચી ગઈ હતી. ટીમ આટલી ખરાબ સ્થિતિ પર પહોંચી જતા ટીમના ફેન્સ હાર્દિક પંડ્યાની આલોચના કરી રહ્યા છે. ડેલ સ્ટેઈને પણ ટ્વીટ કરીને હાર્દિકની આલોચના કરી છે.
હાર બાદ પણ હાર્દિકના જવાબ સંતોષકારક ન હોવાથી ડેલ સ્ટેઈને આકરી પ્રતિક્રિયા આપી હતી. સ્ટેઈને ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, "હુ તે દિવસોની રાહ જોઉ છુ કે, ખિલાડીઓ તે કહે જે તેમના દિમાગમાં ચાલતુ હોય. નહીં કે ખૂદને અજીબ સાબીત કરીને એવુ કરે કે જેનાથી તેમને રક્ષણ મળતુ હોય. મેચ હારો, હસો અને ફરી પાછી આ બકવાસને રીપીટ કરો."
ઉલ્લેખનીય છે કે, ડેલ સ્ટેઈન એટલે ગુસ્સે થયો હતો કારણ કે મેચ બાદ હાર્દિકને પુછવામાં આવ્યુ કે ખિલાડીઓ વિશે શું કહેશો? પ્રતિક્રિયામાં હાર્દિકે હસીને કહ્યુ કે "આ સમય ખિલાડીઓની આલોચનાનો નથી. દરેક પ્રોફેશનલ પ્લેયર છે" એટલે સ્ટેઈન ગુસ્સે થયો હતો.
ગઈકાલ સોમવારની મેચમાં રાજસ્થાન સામે હાર્દિકનું પર્ફોમન્સ પણ ખરાબ રહ્યુ હતુ. જેમાં તેને 10 બોલમાં 10 રન કર્યા હતા. અને બોલિંગમાં 2 ઓવર નાખી એક પણ વિકેટ લીધા વિના 21 રન આપી દીધા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.