બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biporjoy made landfall near Jakhou port in Kutch

આફત / સમુદ્રની લહેરો ઊંચી ઉઠી, ફૂલ સ્પીડે બિપોરજોય વાવાઝોડાંનું જખૌ બંદર નજીક લેન્ડફોલ, મધરાત સુધી મચાવશે તાંડવ

Last Updated: 10:03 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના જખૌ બંદર નજીક લેન્ડફોલ થયુ બિપોરજોય; જ્યાં 100થી 110 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાયો છે, આગામી 8 કલાક કચ્છ માટે ભારે છે.

  • વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાયું
  • ટકરાયા બાદ 4 કલાક સુધી રહેશે અસર
  • 100થી 110 કિમીની ઝડપે ફૂંકાયો ભારે પવન


બિપરજોય વાવાઝોડાનું કચ્છના જખૌ બંદર નજીક લેન્ડફોલ થયુ છે. જ્યાં 100થી 110 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડાની તીવ્રતા વધુ છે તેમજ વાવાઝોડુ ટકરાયા બાદ હજૂ 4 કલાક સુધી અસર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 8 કલાક કચ્છ માટે ભારે છે. 

જખૌના દરિયા કિનારે ટકરાયો
જેનો ડર હતો અંતે તે જ થયું છે. અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય અંતે જખૌના દરિયા કિનારે ટકરાઈ ગયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોર થયો છે. જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બિપરજોયના કહેરની કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે.. એક બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. તો બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો છે.. આમ એક સાથે ત્રણ-ત્રણ આફતનો કચ્છવાસીઓ સામનો કરી રહ્યા છે. આફત આટલી જ નથી અટકી ગઈ. મોટા ભાગના દરિયા કિનારાના વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. ઠેર-ઠેર વૃક્ષો પડી ગયાં છે. તો બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું છે.

મકાનોના ઘરના પતરા પણ ઉડ્યા 
બિપરજોય વાવાઝોડાને લઇ કચ્છના માંડવી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. વાવાઝોડાને લઇને ખેતીવાડીમાં ભારે નુકસાન થયું છે તેમજ માંડવીના તમામ ગામડાઓ અને શહેરમાં હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક સ્થળો પર વીજપોલ ધરાશાયી થયા છે તેમજ મકાનોના ઘરના પતરા પણ ઉડ્યા છે. માંડવીમાં બિપરજોયનું ભયાનક રુપ જોવા મળ્યું છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદી આંધી શરૂ થઈ ગઈ છે. માંડવી અને નલીયામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અને આ તોફાની પવનના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. તો બીજી તરફ નખત્રાણામાં પણ ઠેરઠેર વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. તો અનેક મકાનોના પતરાં પણ ઉડી ગયાં છે.

7થી 8 કલાક અતિભારે 
કચ્છ માટે આગામી 7 થી 8 કલાક અતિભારે માનવામાં આવી રહ્યા છે. કારણ કે, વાવાઝોડું પોતાની સાથે માત્ર વરસાદ જ નહીં પરંતુ તોફાની આફત લાવ્યું છે. જે અનેક લોકોને અસર કરી શકે છે. તેવામાં આ આફત કચ્છવાસીઓની માથે કહેર બનીને વરસી રહી છે

 

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Biporjoy Cyclone Cyclone Biporjoy Kutch News બિપરજોય વાવાઝોડું Biporjoy Cyclone
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ