બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Bilkis Bano case: SC rejected the plea of 11 accused to extend the surrender time

દિલ્હી / બિલકિસબાનો કેસમાં શરણાગતિ માટે સમય વધારવાની દોષિતોની માગ કરતી અરજી સુપ્રીમે ફગાવી, માન્ય કારણ પણ ટાંક્યું

Vaidehi

Last Updated: 05:39 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલકિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન દોષિતોની અરજી ફગાવતાં કહ્યું કે- આવી વિનંતીઓને મંજૂરી આપવા દોષિતો દ્વારા કોઈ માન્ય કારણ નથી દર્શાવાયું.

  • બિલકિસ બાનો કેસમાં દોષિતોની અરજી ફગાવાઈ
  • સુપ્રીમ કોર્ટે કહ્યું દોષિતો દ્વારા કોઈ માન્ય કારણ રજૂ નથી કરવામાં આવ્યું
  • 22 જાન્યુઆરી સુધી આત્મસમર્પણ કરવાનાં આદેશ

બિલકિસ બાનો કેસ : બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે.  આ દરમિયાન દોષિતોની શરણાગતિ માટે સમય વધારવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી. જસ્ટિસ બી.વી નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે દોષિતોની આ અરજી ફગાવી અને કહ્યું કે આવી વિનંતીઓને મંજૂરી આપવા દોષિતો દ્વારા કોઈ માન્ય કારણ નથી દર્શાવાયું.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે શરણાગતિ માટેની વિનંતીઓ બાદ દોષિતો પાસે કોઈ માન્ય કારણ છે નહીં. કોર્ટે કહ્યું કે દોષિતોએ 22 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે દોષિતોએ ઘરેલું જવાબદારી, વૃદ્ધાવસ્થા જેવા કારણે ધરીને કોર્ટ પાસે આત્મસર્મપણ માટે ચારથી છ અઠવાડિયાના વધુ સમયની માંગ કરી હતી. પણ સુપ્રીમ કોર્ટે તમામની અરજી ફગાવી અને 22 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યાં. કોર્ટે આ પહેલાં  8 જાન્યુઆરીએ દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા આદેશ કર્યો હતો.

ગત સુનાવણીમાં ગુજરાત સરકારને લાગી હતી ફટકાર
બિલકિસ બાનો ગેંગ રેપ કેસમાં આરોપીઓને મુક્તિ આપવાનાં વિરોધમાં બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે અરજી કરી હતી. જેની સુનાવણી આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે, બિલ્કીસ બાનોના દોષિતોને મૃત્યુદંડની સજા એટલે કે આજીવન કેદની સજા આપવામાં આવી હતી. તો પછી 14 વર્ષની સજા ભોગવીને તે કેવી રીતે મુક્ત થયા?

2002- ગુજરાત
ગુજરાતમાં 2002ની સાલમાં ગોધરાકાંડ થયો હતો. માર્ચ 2002માં દાહોદ જિલ્લાનાં રંધિકપુર ગામમાં બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો. એટલું જ નહીં તેમના પરિવારનાં 7 સદસ્યોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બિલકિસ 5 મહિનાની ગર્ભવતી હતી. ઘટનામાં સામેલ રાધેશ્યામ શાહી, જસવંત ચતુરભાઈ નાઈ, કેશુભાઈ વદાનિયા, બકાભાઈ વદાનિયા, રાજીવભાઈ સોની, રમેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ભટ્ટ, બિપિન ચંદ્ર જોશી, ગોવિંદભાઈ નાઈ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢીયાની સામે FIR કરવામાં આવી હતી.

2004માં ધરપકડ
તમામ 11 આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી. આ મામલો અમદાવાદનાં ટ્રાયલ કોર્ટમાં શરૂ થયો. બાદમાં મામલાનાં સાક્ષીઓને ધમકાવવા અને પુરાવાઓ સાથે છેડછાડનાં બિલકિસનાં ભયથી મામલાને સુપ્રીમ કોર્ટે અમદાવાદથી મુંબઈ ટ્રાંસફર કર્યો. 21 જાન્યુઆરી 2008નાં રોજ સ્પેશિયલ CBI કોર્ટે 11 દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવી. સ્પેશિયલ કોર્ટે 7 દોષિતોને પુરાવાનાં અભાવને લીધે મુક્ત કર્યાં. જ્યારે એક દોષિતનું ટ્રાયલ દરમિયાન મોત થયું. આ બાદ બોમ્બ હાઈકોર્ટ દ્વારા પણ આ ચુકાદાને અકબંધ રાખવામાં આવ્યું.

2019માં પલટાયો મામલો
2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો. સાથે જ બિલકિસને નોકરી અને ઘર આપવાનો પણ આદેશ આપ્યો. આ સમયે દોષિતોએ 18 વર્ષ જેટલી સજા કાપી લીધી હતી. જે બાદ દોષીત રાધેશ્યામ શાહીએ કલમ 432 અને 433 અંતર્ગત સજાને માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. HCએ એવું કહીને અરજી ફગાવી કે તેમને માફી આપવાનાં વિષયે નિર્ણય કરનારી સરકાર મહારાષ્ટ્રની છે, ગુજરાત નહીં. જે બાદ રાધેશ્યામ શાહીએ SCમાં અરજી કરી અને કહ્યું કે તેઓ 1 એપ્રિલ, 2022 સુધી કોઈપણ છૂટછાટ વગર 15 વર્ષ 6 મહિના જેલમાં રહ્યો.

આ સમયે સુપ્રીમ કોર્ટે મે 2022માં ગુજરાત સરકારને 1992ની માફી નીતિ અનુસાર સમયથી પહેલાં જામીન આપવાનાં આવેદન પર વિચાર કરવા કહ્યું અને 2 મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો. ગુજરાત સરકારે માફી નીતિ અંતર્ગત 11 દોષિતોને 15 ઑગસ્ટ 2022નાં રોજ તેમને જામીન આપી જે બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થવા લાગી. બિલકિસ બાનોએ ફરી સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવ્યાં
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ