બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big statement of Saint Swaminarayan in Viramgam

નિવેદન / હાર્દિક પટેલે હિન્દુવાદી પાર્ટીમાં આવવું જોઈએ: વિરમગામમાં સ્વામીનારાયણ સંતનું મોટું નિવેદન

ParthB

Last Updated: 04:47 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિકના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં આવેલા વડતાલ સ્વામીનારાયણના સંત નૌતમ સ્વામીએ હાર્દિક અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિકે હિંદુવાદી પાર્ટીમાં જોડાવું જોઈએ

  • હાર્દિકના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં નૌતમ સ્વામીનું મોટું નિવેદન
  • હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટીમાં જોડાવું જોઈએ-નૌતમ સ્વામી
  • દેશમાં એક હિંદુવાદી પાર્ટી ભાજપ છે- નૌતમ સ્વામી

હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટીમાં જોડાવું જોઈએ-નૌતમ સ્વામી

આજે અમદાવાદના વિરમગામમાં હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓ સહિત અનેક સંતો મહંતો પધાર્યા હતા.આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ ધામના સંત નૌતમ સ્વામીના નિવેદને રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો.નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોડાવું જોઈએ. દેશમાં ભાજપ જ એક હિંદુવાદી પાર્ટી છે. અમને વિશ્વાસ છે કે, હાર્દિક જલ્દી જ આ નિર્ણય લઈ શકે છે.

મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવકુશનો સંતાન છું.- હાર્દિક પટેલ 

બીજી તરફ નૌતમ સ્વામીના નિવેદન પર શું કહ્યું હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, નૌતમ સ્વામી આ તમામ વાતો લાગણી વશ કહી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે અહીંયા ભગવાન રામની મૂર્તિનું સ્થાપના કરાઈ છે કે, મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવ-કુશનો સંતાન છું. મારાથી મોટો કોઈ હિન્દુવાદી ન હોય અને મારે એ બાબતની સાબિત કરવાની જરૂર નથી. અમે વર્ષોથી ભગવાન રામ ધુન હોય હનુમાનજીની ધુન હોય કે પછી સુંદરકાંડના પાઠ હોય અમે સતત ધાર્મિક પ્રકિયા સાથે અમારો પરિવાર અમારો સમાજ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ