બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / Politics / Big news came on India's covid vaccine, the health minister announced

કોવેક્સિન / ભારતની કોવિડ વેક્સિન પર આવ્યા મોટા સમાચાર, સ્વાસ્થ્ય મંત્રીએ કરી જાહેરાત

Kavan

Last Updated: 04:58 PM, 21 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

COVAXIN COVID VAXIN OF INDIA :કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ષને કહ્યું હતું કે ભારતની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનની ની ટ્રાયલ્સ સમયબદ્ધ ચાલતી રહી તો આ વર્ષ એટલે કે 2020ના અંત સુધી આ વેક્સિન ઉપલબ્ધ બની શકે છે .

  • ICMR અને ભારત બાયોટેકે સાથે મળીને બનાવી છે કોવેક્સિન 
  • કોવેક્સિનના હાલમાં ચાલી રહ્યા છે માનવીય પરીક્ષણ 
  • આ વર્ષના અંત સુધી મળી શકે છે કોવેક્સિન: ડો. હર્ષવર્ધન 

જો બધું બરાબર થઈ જાય, તો ભારતને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સિન મળી જશે. દેશમાં બનેલી કોવેક્સિન અને ઓક્સફોર્ડની વેક્સિન બંનેના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. બની શકે છે કે બંને વેક્સિન આ વર્ષના અંત સુધી ઉપલબ્ધ બને. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલી મુલાકાતમાં ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આ વર્ષના અંત સુધી રસી ઉપલબ્ધ બની શકે છે જો કે તેનો ઉપયોગ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં થઈ શકે છે. 

ભારતમાં ત્રણ રસી ચાલુ છે

આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે દેશમાં હાલમાં એકી સાથે ત્રણ વેક્સિનના હ્યુમન ટ્રાયલસ ચાલી રહ્યા છે. અમદાવાદની ફાર્મા કંપની ઝાયડસની વેક્સિન ઝાય કોવ - ડી, ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ યુનિવર્સીટીની કોવિશિલ્ડ વેક્સિનના ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે. ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા ઓક્સફોર્ડની રસીનું ટ્રાયલ કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે ટ્રાયલ્સ ચરણબદ્ધ રીતે નિયોજિત સમયમાં પૂર્ણ થાય છે તો વર્ષના અંત સુધી વેક્સિન મળી શકે છે જો કે બજારમાં ઉતારવા માટે ઓછામાં ઓછુ એક મહિનાનું સમય વધુ લાગી શકે છે. 

ત્રણ રસી માટેની લેટેસ્ટ અપડેટ શું છે? 

ઓક્સફર્ડ રસી: સીરમ સંસ્થાએ કહ્યું છે કે તેણે ભારતમાં માનવ પરીક્ષણો શરૂ કર્યા છે. એસ્ટ્રાઝેનેકા કંપનીની રસી આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

કોવેક્સિન: હૈદરાબાદની ભારત બાયોટેકની રસીના ટ્રાયલ્સ પણ બે અઠવાડિયા પહેલા શરુ થઈ ચૂક્યા છે. આ વર્ષના અંત સુધીમાં આ રસી પણ બજારમાં આવી શકે છે. 

ઝાયકોવ - ડી: અમદાવાદની ઝાયડસ કેડિલાએ પણ માણસો પર રસીના ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા છે. ટ્રાયલ થોડા મહિનામાં પૂર્ણ થઈ શકે છે.

રસી લેવાની યોજના શું છે?

આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે તેમનું મંત્રાલય રસી મેળવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. તે વિશ્વની વેક્સિન જરૂરીયાતોનો ત્રીજા ભાગ પૂરો પાડે છે. તેમણે કહ્યું હતું કે ICMR અને ભારત બાયોટેકે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે કે જો વેક્સિન સફળ થાય તો ભારત સરકારને સસ્તા દરે રસી પૂરી પાડવા પર પ્રાથમિકતા આપવામાં આવશે. SII સાથે પણ સમાન કરાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કોણ પ્રથમ રસી મેળવશે?

આ પ્રશ્નના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે સૌથી પહેલા વેક્સિન ડોકટરો અને ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. ત્યાર બાદ વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે આ વેક્સિનઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પછી રસીના ઉપલબ્ધ સ્ટોકના આધારે બીજા લોકોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ