બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Big change in WTC points table: Bangladesh beat New Zealand to move ahead of India,

ક્રિકેટ / WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઊલટફેર: ન્યુઝીલેન્ડને હરાવીને બાંગ્લાદેશ ભારતથી નીકળ્યું આગળ, ફાઇનલ સુધી પંહોચવા પર લટકી તલવાર

Megha

Last Updated: 01:32 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન પહેલા નંબર પર અને ભારત બીજા નંબર પર હતું પણ હવે આંકડાઓમાં મોટો ઊલટફેર આવ્યો છે, બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ઐતિહાસિક જીત હાંસલ કરી છે.

  • ભારતીય ટેસ્ટ ટીમ હવે WTC 2025ની તૈયારીમાં વ્યસ્ત છે
  • WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન ટોપ પર છે 
  • ભારતને સરકાવીને બાંગ્લાદેશ બીજા સ્થાને પંહોચી ગયું 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 અને 2023ની ફાઈનલમાં હાર બાદ ભારતીય ટેસ્ટ ટીમ હવે WTC 2025ની તૈયારીમાં વ્યસ્ત છે. WTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલથી ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમી હતી જેમાં 1 મેચ જીતી હતી અને 1 મેચ ડ્રો રહી હતી અને તે મેચ બાદ ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં નંબર વન પર હતું, પણ હવે આંકડાઓમાં મોટો ઊલટફેર આવ્યો છે. 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચ બાદ પાકિસ્તાને શ્રીલંકા સામે રમાયેલી 2 ટેસ્ટ મેચ જીતી અને WTC પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારથી પાકિસ્તાન આ પોઈન્ટ ટેબલ પર પહેલા નંબર પર હતું અને ભારત બીજા નંબર પર હતું. એવામાં હવે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​હેઠળ રમાઈ રહેલી બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. સિલ્હટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને 150 રનથી હરાવ્યું હતું. આ જીતની સાથે બાંગ્લાદેશે WTC પોઈન્ટ્સ ટેબલમાં ભારતને સરકાવીને બીજા સ્થાને પોતાનું સ્થાન બનાવી લીધું છે.

WTC પોઈન્ટ્સ ટેબલમાં બાંગ્લાદેશે ભારતને પાછળ છોડ્યું 
બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતી, પરંતુ ન્યુઝીલેન્ડની ટીમને હરાવીને બાંગ્લાદેશ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પોતાનું સ્થાન બનાવી લીધું છે. અને ભારતીય ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. 

WTC ફાઇનલ ટોચની 2 ટીમો વચ્ચે યોજાય છે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ WTC પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 2માં રહેલી બે ટીમો વચ્ચે રમાય છે અને તેથી જ તમામ ટીમો ટોપ 2માં સ્થાન મેળવવા ઈચ્છે છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશે WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર કરતા જ ભારતીય ચાહકો ઉદાસ થઈ ગયા.

ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ બાદથી, ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી છે અને હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે, જેના માટે BCCIએ પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે.અને ભારતીય ટીમના ખેલાડીઓએ પણ તે શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે કારણ કે WTC પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 2માં રહેવા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ