બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Bhojpuri Actress Mitali Sharma was shifted to mental hospital after being caught stealing in Mumbai

ચોંકાવનારું / એક જમાનામાં ભોજપુરી સિનેમામાં રાજ કરતી અભિનેત્રી ભીખ માંગતી થઈ, કરી ચોરી, પોલીસે પાગલખાનામાં કરી ભરતી, જુઓ શું બન્યું

Vaidehi

Last Updated: 07:49 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિતાલી શર્મા ભોજપુરી ફિલ્મ ઈંડસ્ટ્રીનાં ચર્ચિત નામોમાંની એક છે. પોતાના કરિયરને ઊંચાઈએ પહોંચાડવા તે મુંબઈ આવી હતી પણ હવે પાગલખાનામાં રહેવું પડે છે.

  • ભોજપુરી એક્ટ્રેસ મિતાલી શર્મા ચર્ચામાં
  • મુંબઈનાં રસ્તા પર ભીખ માંગતી નજર પડી એક્ટ્રેસ
  • પોલીસે પાગલખાનામાં ભરતી કરાવી

મિતાલી શર્મા એક જમાનામાં ભોજપુરી સિનેમા પર રાજ કરનારી અભિનેત્રીમાંની એક હતી. હાલમાં તેની હાલત દયનીય છે.  મિતાલી શર્મા મુંબઈનાં રસ્તા પર ભીખ માંગતી અને ચોરી કરતી નજરે ચડી હતી. અભિનેત્રીની સ્થિતિ એટલી ખરાબ છે કે તેણે પોતાનું જીવન ચલાવવા માટે ભીખ માંગવી પડી રહી છે. એક સમય હતો જ્યારે મિતાલી ભોજપુરી ડાયરેક્ટર્સની પહેલી પસંદ રહેતી હતી. રિપોર્ટસ અનુસાર પોલીસે મિતાલી શર્માને હાલમાં પાગલખાનામાં ભરતી કરી છે.

પાગલખાનું મિતાલીનું નવું ઘર
રિપોર્ટસ અનુસાર કોઈ જમાનામાં ભોજપુરી ઈંડસ્ટ્રીની ટોપની અભિનેત્રી મિતાલી થોડા સમય પહેલા મુંબઈનાં રસ્તા પર ભીખ માંગતી અને ચોરી કરતી દેખાઈ હતી. આ બાદ પોલીસે તેને પાગલખાનામાં ભરતી કર્યું છે. જો કે મિતાલી વિશે અત્યારસુધી વધુ કોઈ જાણકારી મીડિયાને મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મિતાલી શર્મા પોતાના કરિયરને નવી ઊંચાઈ આપવા મુંબઈ આવી હતી પણ અહીં આવીને તે બધું જ ગુમાવી બેઠી.

પરિવારે છોડ્યો સાથ
ભોજપુરી સિનેમામાં જ્યારે મિતાલીનું કરિયર પીક પર હતું ત્યારે અભિનેત્રી હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે મુંબઈ આવી હતી.  જો કે તે બી-ટાઉનમાં સારા પ્રોજેક્ટસ મેળવવામાં નિષ્ફળ રહી અને કેટલાક પ્રોજેક્ટ બાદ તેને કામ મળવાનું જ બંધ થઈ ગયું. મિતાલી મૂળરૂપે દિલ્લીની રહેવાસી હતી અને કથિતધોરણે જ્યારે તેણે મુંબઈ જવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તેના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો હતો.

પોલીસની સાથે કર્યુ હતું દુર્વ્યવહાર
મુંબઈમાં કામ મળવાનું બંધ થયા બાદ મિતાલીએ પોતાની રોજી-રોટી કમાવવા માટે મુંબઈનાં લોખંડવાલાનાં રસ્તા પર ભીખ માંગવાનું શરૂ કરી દીધું. પોલીસ અનુસાર મિતાલીને લોખંડવાલામાં જ ચોરી કરતાં પણ પકડવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે તેની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં મિતાલીએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. મિતાલી હાલમાં માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેથી તેને થાણે સ્થિત માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ