બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharatiya Janata Party came into action regarding the Junagadh seat

રાજકારણ / જૂનાગઢમાં જૂથવાદ નહીં ચાલે: JP નડ્ડાએ પાટણ બાદ હવે સૌરાષ્ટ્રની લોકસભા બેઠક માટે તૈયાર કરી રણનીતિ

Malay

Last Updated: 12:44 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢની બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી છે. જૂનાગઢ ભાજપમાં જૂથવાદ દૂર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આદેશ આપ્યા છે.

  • જૂનાગઢ બેઠક પર ભાજપ એક્શનમાં 
  • પાર્ટીના હોદ્દેદારો સાથે રાષ્ટ્રીય અધ્યક્ષની બેઠક
  • જૂથવાદ દૂર કરવા જે.પી.નડ્ડાનો આદેશ

લોકસભાની 2024ની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની તમામ 26 બેઠકો જંગી માર્જિન સાથે જીતવા ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે અને રણનીતિઓ બનાવવાની શરૂ કરી દીધી છે. આ તમામ બેઠકોને જીતવા વિશેષ અભિયાનના શ્રીગણેશ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ મધ્ય ગુજરાતથી કરી દીધા છે. તાજેતરમાં જ તેઓએ વડોદરા ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે વિશેષ બેઠક કરી હતી. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાતના પ્રવાસે, રાજકોટના  રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે સંમેલન; મોરબીમાં રોડ શૉ | BJP National  President J.P. ...
ફાઈલ ફોટો

જે.પી.નડ્ડાએ આપ્યો છે આ આદેશ
આ દરમિયાન જૂનાગઢ બેઠકને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ ભાજપમાં જૂથવાદ દૂર કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ આદેશ કર્યો છે. નબળી બેઠકની સમીક્ષામાં જૂનાગઢ બેઠકનો પણ સમાવેશ થતો હોવાથી જૂનાગઢના હોદ્દેદારોને પણ વડોદરા બોલાવવામાં આવ્યા હતાં. વિધાનસભાના ચૂંટણી પરિણામ, જ્ઞાતિ આધારિત સમીકરણના આધારે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, બેઠકમાં જૂનાગઢ, પાટણ, સાબરકાંઠા, આણંદ અને બનાસકાંઠાનાં હોદેદ્દારો સામેલ થયા હતા.

વડોદરા ખાતે યોજી હતી બંધ બારણે બેઠક 
ગુજરાત એ ભાજપનો ગઢ હવા છતાં ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતને જરાય અતિવિશ્વાસમાં લેવા માંગતું નથી. જેથી તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડોદરા ખાતે હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાટણ, સાબરકાંઠા, જૂનાગઢ, આણંદ અને બનાસકાંઠાના હોદ્દેદારોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. 

યુનિફોર્મ સિવિલ કોડ રાષ્ટ્રીય મુદ્દો, વધારેમાં વધારે રાજ્યોમા લાગુ પાડીશું-  જેપી નડ્ડા I gujarat-election jp nadda uniform civil code is national issue
ફાઈલ ફોટો

પાટણના હોદ્દેદારોને અપાઈ હતી સૂચના 
આ બેઠકમાં સૌથી વધારે ચર્ચા પાટણ બેઠકને લઈને કરવામાં આવી હતી. કારણે કે છેલ્લી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે 156 બેઠકો મેળવી પરંતુ પાટણ લોકસભા બેઠકની 7 બેઠકો પૈકી 4 બેઠકો હારી છે માત્ર ત્રણ બેઠકો જીતી છે, પાટણ લોકસભા મતવિસ્તારમાં ભાજપના થયેલા રકાસને ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ