બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / આરોગ્ય / beware these three bad habits can weak your bone health

Bone health / શરીરના હાડકા નબળા પડી ગયા? તો આજથી જ તમારી આ 3 આદતોમાં લાવો સુધારો, નહીં તો લેવાઈ જશો

Bijal Vyas

Last Updated: 04:25 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ઉંમર પહેલા હાડકાં નબળાં થઈ રહ્યાં છે, તો આવો જાણીએ વિગત

  • હાડકાંને નબળા કરતી ત્રણ આદતોમાંથી પહેલી કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ છે
  • હાડકાંનું લચીલાપણુ અને મજબૂતી માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે
  • દરરોજ થોડો સમય સૂર્યના સંપર્કમાં આવે જેથી શરીરને વિટામિન ડી મળી શકે

Reason For Weak Bones:શરીર ત્યારે જ સ્વસ્થ રહી શકે છે જ્યારે તમામ અંગો યોગ્ય રીતે કામ કરતા હોય. શરીરના બંધારણની વાત કરીએ તો હાડકાંની મજબૂતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ નવા યુગમાં ખોટી ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ઉંમર પહેલા હાડકાં નબળાં થઈ રહ્યાં છે. જ્યારે હાડકાં નબળા હોય છે ત્યારે ગાંઠો એટલે કે આર્થરાઈટિસ અને બીજા અનેક પ્રકારના રોગો થાય છે. ઉંમર પહેલા હાડકાં નબળા પડવા અથવા સાંધામાં દુખાવો વાસ્તવમાં શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપને કારણે છે. આવો જાણીએ આપણા હાડકાંને મજબૂત રાખવા માટે કઈ ત્રણ આદતોથી બચવું જોઈએ.

શિયાળામાં આડેધડ ન કરો કસરત, ઘૂંટણ માટે આ એક્સરસાઈઝ માનવામાં આવે છે સૌથી  ખરાબ | Knee health Your workout can harm bones know which exercise is bad  for knees

હાડકાને નબળા બનાવતી 3 ખરાબ આદતોઃ  
કેલ્શિયમ અને વિટામીન ડી રિચ ડાયટની ઉણપ

હાડકાંને નબળા કરતી ત્રણ આદતોમાંથી પહેલી કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ છે. આજકાલ બાળકો અને વડીલો જંક ફૂડ ખાઈને હાડકાં નબળાં કરી રહ્યાં છે. બાળકો દૂધ પીવામાં આનાકાની કરતા હોય છે જ્યારે દૂધ શરીર માટે જરૂરી કેલ્શિયમ પૂરું પાડે છે. તેના બદલે આજકાલ લોકો જંક ફૂડ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ તરફ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આપણા ડાયટમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપને પૂરી કરવી જરૂરી છે.

નો ફિઝિકલ એક્ટિવિટી
કામના પ્રેશરને કારણે જો તમે પણ લાંબા સમય સુધી ખુરશી પર બેસો છો અથવા નિયમિત રીતે કસરત નથી કરી શકતા તો આ આદત તમારા હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે. હાડકાંનું લચીલાપણુ અને મજબૂતી માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે. આ માટે તમારે જોગિંગ, સ્કિપિંગ કરવું જોઈએ. જો તમે દરરોજ અડધો કલાક ચાલશો તો પણ તમારા હાડકા મજબૂત રહેશે.

હાડકાઓમાંથી કેલ્શિયમ નિચોવી લે છે આ 5 વસ્તુઓ, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન |  foods extract calcium from bones health tips

સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવુ
ઘણીવાર લોકો તડકાને ટાળે છે, પરંતુ જો જોવામાં આવે તો હાડકાંની મજબૂતી માટે થોડો સમય સૂર્યના સંપર્કમાં રહેવું જરૂરી છે. તેનાથી આપણા હાડકાંને જરૂરી વિટામિન ડી મળે છે. પરંતુ ઘણીવાર લોકો વાહનોમાં ફરે છે અને સ્કિન કાળી થવાના ડરથી તડકામાં બહાર જતા નથી. આ આદતથી આપણા હાડકાં નબળા પડી જાય છે. એટલા માટે એ જરૂરી છે કે દરરોજ થોડો સમય સૂર્યના સંપર્કમાં આવે જેથી શરીરને વિટામિન ડી મળી શકે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ