બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / Bengaluru Techie Earning Rs 58 Lakh Per Annum Says He Is 'Always Overwhelmed

જબરો કિસ્સો / 'મારે ગર્લફ્રેન્ડ નથી, મિત્રો કરી રહ્યાં છે આનંદ' 58 લાખ કમાતા યુવાનની પોસ્ટ વાયરલ થતાં લોકો ચકરાવે ચઢ્યાં

Hiralal

Last Updated: 06:35 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુના 24 વર્ષીય યુવાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લોકોને ચકિત કરી મૂક્યાં છે.

  • વર્ષે 58 લાખ રુપિયા કમાતા બેંગ્લુરુના 24 વર્ષીય યુવાનની અજીબ ફરિયાદ
  • કહ્યું- આટલા બધા કમાવ છું છતાંય એકલતા કોરી ખાય છે
  • નથી કોઈ ગર્લફ્રેન્ડ, મારા બધા મિત્રો આનંદ કરી રહ્યાં છે 

ધોમ રુપિયા હોય તો પણ માણસ સુખ-શાંતિથી નથી રહી શકતો તેનું ઉદાહરણ બેંગ્લુરુના 24 વર્ષીય યુવાને પુરુ પાડ્યું છે. બેંગ્લુરુનો આ 24 વર્ષીય યુવાન વર્ષે 58 લાખ રુપિયા કમાય છે અને છતાંય તેને એકલતાં કોરી ખાય છે. બેંગ્લુરુના 24 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર પોતાની જીવનની કહાની વર્ણવી છે. 

મારા બધા મિત્રો પાસે ગર્લફ્રેન્ડ, મારી પાસે નથી- યુવાન
આ યુવાનની લખેલી પોતાની ગાથા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. તેણે લખ્યું કે હું વર્ષે 58 લાખ રુપિયા કમાવ છું અને છતાંય મને એકલતા કોરી ખાય છે. મારા બધા મિત્રો પાસે ગર્લફ્રેન્ડ છે પરંતુ મારી પાસે નથી. 

આવી રીતે વર્ણવી પોતાની ગાથા 
હું 24 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર છું અને ખૂબ મોટી કંપનીમાં કામ કરું છું. મારો કુલ અનુભવ 2.9 વર્ષનો છે. મારો પગાર વાર્ષિક 58 લાખ રૂપિયા છે. હું સારી કમાણી કરી રહ્યો છું અને કાર્ય જીવન પણ ખૂબ જ આરામદાયક છે. આ હોવા છતાં, હું હંમેશાં જીવનમાં એકલતા અનુભવું છું. મારી પાસે એવી કોઈ ગર્લફ્રેન્ડ નથી કે જેની સાથે હું સમય પસાર કરી શકું અને મારા મિત્રો તેમના જીવનમાં વ્યસ્ત હોય. મારી કાર્ય જીવન પણ એકદમ કંટાળાજનક બની ગયું છે કારણ કે, હું મારી કારકિર્દીની શરૂઆતથી જ આ જ કંપનીમાં કામ કરી રહ્યો છું. હું રોજ આવું જ કરું છું, અને હવે પરિસ્થિતિ એવી આવી પહોંચી છે કે, હું મારી કારકિર્દીમાં નવા પડકારો ઝીલવા માગતો નથી. કૃપા કરીને મને કહો કે મારા જીવનને વધુ મનોરંજક બનાવવા માટે હું શું કરી શકું છું. તેણે લખ્યું કે એવું ન કહેતા કે જિમમાં જાઓ કારણ કે હું તે પહેલેથી જ કરી રહ્ોય છું. 

યુવાનની પોસ્ટ જોઈને લોકો પણ મૂંઝાયા 
આ યુવાનની પોસ્ટ વાયરલ થયાં બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા. તેનું કારણ એ છે કે જે વ્યક્તિ વર્ષે 58 લાખ રૂપિયા એટલે કે મહિને લગભગ 5 લાખ રૂપિયા કમાતો હોય તો તે દરેક સુખ-સુવિધા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેમ છતાં તે ખુશ રહી શકતો નથી. એકે કહ્યું કે ગર્લફ્રેન્ડ બનાવવી સમસ્યાનો ઉકેલ નથી, તેણે સીધા લગ્ન કરી લેવા જોઈએ. સાથે જ એકે કહ્યું કે 24 વર્ષની ઉંમરે 58 લાખ રૂપિયા! એટલે કે દરેક વ્યક્તિને પોતાની સમસ્યાઓ હોય છે. ઘણા લોકો તેને સહાનુભૂતિ બતાવી રહ્યા છે. આ પોસ્ટને હજારો લાઇક્સ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ