બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Banks need to renew locker agreement with client

કામની વાત / બેંક લોકરમાં હવે ફક્ત ઘરેણા-દસ્તાવેજો જ રાખી શકાશે, RBIનો નવો નિયમ, આટલી વસ્તુઓ નહીં રાખી શકાય

Bijal Vyas

Last Updated: 10:41 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ બેંકના લોકરનો ઉપયોગ કરો છો, તો હવે તમે તેમાં ફક્ત પસંદગીની વસ્તુઓ જ રાખી શકશો. RBIએ આને લગતા નિયમોમાં ફેરફાર કર્યો, વાંચો વિગત

  • બેંકોએ હવે તેમના ગ્રાહકો સાથે લોકર ભાડે આપવા માટેના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પડશે
  • આરબીઆઇએ તૈયાર કરેલા નવા નિયમ મુજબ બનશે નવો કોન્ટ્રાક્ટ
  • લોકરના ગેરકાયદેસર ઉપયોગ માટે બેંક જવાબદાર રહેશે નહીં

આપણામાંથી ઘણા લોકો જ્વેલરીથી લઈને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની સુરક્ષા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે. જો તમે પણ કોઈ બેંકમાં લોકર રાખો છો અથવા જલ્દી જ આમ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેની સાથે સંબંધિત નવા નિયમો જાણવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ આ માટે બેંકોને સૂચના આપી છે.

આરબીઆઈનું કહેવું છે કે, બેંકોએ હવે તેમના ગ્રાહકો સાથે લોકર ભાડે આપવા માટેના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પડશે. નવા નિયમો અનુસાર, આ કોન્ટ્રાક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવશે કે ગ્રાહકો તેમના લોકરમાં કેવા પ્રકારનો સામાન રાખી શકે છે અને કયા પ્રકારનો ન રાખી શકે.

લોકરમાં રાખી શકશો બસ આ સામાન 
આરબીઆઈના નવા નિયમો અનુસાર, હવે ગ્રાહકો બેંક લોકરમાં માત્ર કાયદાકીય રીતે માન્ય વસ્તુઓ જેમ કે જ્વેલરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જ રાખી શકશે. બેંક સાથેના કોન્ટ્રાક્ટમાં ગ્રાહકને વિગતવાર જણાવવામાં આવશે કે કયા પ્રકારનો સામાન રાખવાની છૂટ છે અને કયો નથી.

મિડલ ક્લાસને ફરી લાગશે જોરદાર ઝટકો! ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે RBI  | Repo Rate: EMI is going to increase again, RBI may announce it in next  week

એટલું જ નહીં, બેંકના લોકર હવે ગ્રાહકોને તેમના અંગત ઉપયોગ માટે જ આપવામાં આવશે. આ નોન-ટ્રાન્સફરેબલ હશે. ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન એક મોડેલ કોન્ટ્રાક્ટ કરશે. તેના આધારે બેંકો તેમના ગ્રાહકો સાથે કરાર તૈયાર કરશે.

બેંક ઉઠાવશે સ્ટેમ્પ પેપરનો ખર્ચ
બેંકના હાલના લોકર ગ્રાહકોના કોન્ટ્રાક્ટના રિન્યુ માટે સ્ટેમ્પ પેપરનો ખર્ચ બેંક ઉઠાવશે. જ્યારે અન્ય ગ્રાહકોએ બેંક લોકર લેવા પર કોન્ટ્રાક્ટના સ્ટેમ્પ પેપરની કિંમત ચૂકવવી પડશે.

આ સામાન રાખવા પર છે પાબંદી 
ઘણા લોકો પોતાના બેંક લોકરમાં એવી વસ્તુઓ રાખે છે જે કાયદાકીય રીતે માન્ય નથી. ક્યારેક તે હાનિકારક પણ હોય છે. હવે આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો તેમના લોકરમાં કઈ વસ્તુઓ ન રાખી શકે.

કેન્દ્રીય બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે ગ્રાહકો તેમના લોકરમાં રોકડ અથવા વિદેશી ચલણ રાખી શકશે નહીં. આ સાથે હથિયારો, ડ્રગ્સ અથવા દવાઓ, પ્રતિબંધિત અથવા કોઈપણ ખતરનાક અથવા ઝેરી સામાન રાખવા પર પ્રતિબંધ રહેશે.

બૅન્કના લૉકરમાં કિંમતી વસ્તુ મૂકતાં પહેલા જાણી લેજો આ નિયમ, RBIએ કર્યો છે  બદલાવ | bank locker rules changed banks to pay 100 times of locker rent as  penalty

બેંકને મળશે આ જવાબદારીથી મુક્તિ
આ સાથે બેંક અને ગ્રાહક વચ્ચે જે કોન્ટ્રાક્ટ પર સાઇન થશે. તેમાં બેંકને ઘણી જવાબદારીઓમાંથી રાહત મળશે. ઉદાહરણ તરીકે, બેંક લોકરના પાસવર્ડ અથવા ચાવીના કોઈપણ દુરુપયોગ અથવા ગેરકાયદેસર ઉપયોગ માટે બેંક જવાબદાર રહેશે નહીં. તેની જવાબદારી માત્ર ગ્રાહકની રહેશે.

સાથે જ ગ્રાહકને પોતાનો સામાન લોકરમાં રાખવાનો અધિકાર હશે. બેંકે તેનું રક્ષણ કરવું પડશે અને જો બેંક આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેણે સમયાંતરે તેના સંબંધિત નિયમો હેઠળ ગ્રાહકને વળતર ચૂકવવું પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ