બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / Bank accounts were frozen by conspiracy, Congress' big accusation against Modi government

લોકસભા ચૂંટણી 2024 / 'ષડયંત્ર કરીને બેન્ક ખાતાઓ ફ્રીઝ કરી દેવાયા', કોંગ્રેસનો મોદી સરકાર પર મોટો આરોપ

Priyakant

Last Updated: 01:36 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News:  પૈસા આ શાસક પક્ષની ખતરનાક રમત છે તેના દૂરગામી અસરો પડશે કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી

Lok Sabha Election 2024  : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, આજે એટલે કે ગુરુવારે કોંગ્રેસ પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર ઈજારો હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો ઈજારો હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે સત્તાધારી પક્ષનો IT,  ED, ચૂંટણી પંચ જેવી બંધારણીય અને ન્યાયિક એજન્સીઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોવો જોઈએ. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કમનસીબે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી ચૂંટણી બોન્ડને લઈને જે તથ્યો બહાર આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે. તેનાથી દેશની છબીને ઠેસ પહોંચી છે. છેલ્લા 70 વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું છે તેના પર સવાલ ઉઠ્યા છે. ખડગેએ કહ્યું કે ચૂંટણી ડોનેશન બોન્ડ જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યા હતા.

આ અંતર્ગત વર્તમાન સત્તાધારી પક્ષે પોતાના ખાતામાં હજારો કરોડથી વધુ રકમ જમા કરાવી છે તો બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટીના બેંક ખાતાને કાવતરાપૂર્વક ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને અમે સમાન રીતે ચૂંટણી લડી શકીએ નહીં. પૈસા આ શાસક પક્ષની ખતરનાક રમત છે તેના દૂરગામી અસરો પડશે કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી છે. 

આ સાથે ખડગેએ કહ્યું કે, શાસક પક્ષ દ્વારા ખતરનાક રમત રમાઈ રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કોઈપણ રાજકીય પક્ષને લાચાર બનાવીને ચૂંટણી લડવામાં અડચણો ઉભી કરવી તેને નિષ્પક્ષ ચૂંટણી કહી શકાય નહીં. સામાન્ય નાગરિકો જોઈ શકે છે કે, ભાજપને ચૂંટણી ડોનેશન બોન્ડમાંથી 56 ટકા પૈસા મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર 11 ટકા જ મળ્યા છે.

વધુ વાંચો: છોટાઉદેપુર અને અમદાવાદના SPની ટ્રાન્સફર, ગુજરાત સહિત 4 રાજ્યોમાં બદલાયા અધિકારીઓ

PM કોંગ્રેસને  અપંગ કરવાનો કરી રહ્યા છે પ્રયાસ
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે અમે લોકશાહીને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. ઈલેક્ટોરલ બોન્ડથી ભાજપને ઘણો ફાયદો થયો છે. વડાપ્રધાન કોંગ્રેસને અપંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બહુ ગંભીર મુદ્દો છે, લોકશાહી પર હુમલો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ