બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha district panic among people after early morning earthquake

બનાસકાંઠા / આ શું માંડ્યું છે.! ડીસા, પાલનપુરમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, તો ધાનેરામાં કરા સાથે વરસાદ, લોકોમાં ભય

Malay

Last Updated: 09:07 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake in Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.

  • બનાસકાંઠામાં ભૂકંપના આંચકા 
  • ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
  • 4.2 ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધાઇ  

બનાસકાંઠા જિલ્લામાં જાણે કુદરત કોપાયમાન થઇ હોય એવું લાગે છે. કારણે કે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, ભૂકંપના કારણે જાનહાની અથવા મિલકતને નુકસાનના કોઈ સમાચાર નથી.

લખનૌ સહિત UPના અનેક જિલ્લાઓમાં મોડી રાતે 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો,  સ્થાનિકોના જીવ બંધાયા પડીકે | an earthquake of magnitude 5.2 occurred in  lucknow

લોકોમાં જોવા મળ્યો હતો ફફડાટ
વિગતવાર વાત કરીએ તો બનાસકાઠામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. સવારના પહોરમાં બનાસકાંઠાની ધરા ધ્રુજતા લોકો ફફડી ઉઠ્યા હતા. લોકોની ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે વહેલી સવારે બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.2ની તીવ્રતા
બનાસકાંઠામાં આજે સવારે 6.29 વાગ્યા અનુભવાયા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ છે. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી બીજુ બનાસકાંઠા જિલ્લામાં આજ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

કચ્છમાં 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, રાપરથી 13 km દૂર  કેન્દ્રબિંદુ | An earthquake of magnitude 3.6 was felt in Kutch

બનાસકાંઠા ગાજવીજ સાથે વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારે ધાનેરાના બોર્ડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ