બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bajrang Dal will perform Hanuman Chalisa tomorrow as Muslims offer prayers at Uparkot fort in Junagadh.

વિવાદ / જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લા પર મુસ્લિમોએ નમાજ પઢતા સંતોમાં રોષ, આવતીકાલે હનુમાન ચાલીસા કરશે બજરંગ દળ

Priyakant

Last Updated: 04:05 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Uparkot Fort News: જૂનાગઢ ઉપરકોટમાં નમાજ પઢતો વીડિયો વાયરલ મામલે શેરનાથબાપુની પ્રતિક્રિયા, જાહેરમાં નમાજ અદા કરી સમાજમાં અશાંતિ ફેલાવવા પ્રયાસ

  • જૂનાગઢ ઉપરકોટમાં જાહેરમાં નમાજ અદા કરતો ફોટો વાયરલ થતા વિવાદ 
  • જાહેરમાં નમાજ અદા કરી સમાજમાં અશાંતિ ફેલાવવા પ્રયાસ: શેરનાથબાપુ
  • બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું એલાન

જૂનાગઢ ઉપરકોટમાં કેટલાક લોકોએ જાહેરમાં નમાજ અદા કર્યા બાદ હવે વિવાદ ઊભો થઈ છે. જાહેરમાં લોકોએ નમાજ અદા કરતો ફોટો વાયરલ થયા બાદ હવે બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. આ તરફ હવે જૂનાગઢ ઉપરકોટમાં નમાજ પઢતો વીડિયો વાયરલ મામલે શેરનાથબાપુની પ્રતિક્રિયા સામે આવી છે. શેરનાથ બાપુ કહ્યું કે, જાહેરમાં નમાજ પઢી સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

શું છે સમગ્ર વિવાદ ? 
જૂનાગઢ ઉપરકોટમાં જાહેરમાં નમાજ અદા કરતો ફોટો વાયરલ થતા વિવાદ થયો છે. મહત્વનું છે કે, રવિવારે કેટલાક લોકોએ ઉપરકોટ કિલ્લામાં નમાજ અદા કરી હતી. જે બાદમાં ઉપરકોટ કિલ્લાના મનેજર દ્વારા ઘટનાને લઈને પોલીસને જાણ કરાઇ હતી. જોકે પોલીસને જાણ કર્યા છતાં હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ. આ તરફ હવે આ વિવાદ વધુ વકરી રહ્યો છે. 

બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરાશે 
ઉપરકોટ કિલ્લામાં અડી કડીની વાવ પાસેની લોનમાં નમાજનો વિડીયો સામે આવ્યા બાદ હવે બજરંગદળ મેદાનમાં આવ્યું છે. જેને લઈ હવે બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરાશે. આવતીકાલે સાંજે ઉપરકોટના કિલ્લામાં બજરંગદળ દ્વારા પાઠ કરાશે. બજરંગદળ ગુજરાત પ્રદેશ સંયોજકે કહ્યું છે કે, સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. 

બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરાશે 
જૂનાગઢ ઉપરકોટમાં નમાજ પઢતો વીડિયો વાયરલ મામલે હવે શેરનાથબાપુની પ્રતિક્રિયા સામે આવી છે. શેરનાથ બાપુએ કહ્યું કે, જાહેરમાં નમાજ પઢી સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, છાશવારે આવા છમકલાં કરવામાં આવે છે અને આ રીતે વારંવાર છમકલા કરી ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સનાતન ધર્મ શાંતિ પ્રિય ધર્મ છે પરંતુ શાંતિને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શેરનાથ બાપુએ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ