બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / bacteria will make you sick make gadgets and hands germ free

તમારા કામનું / ફોન-રિમોટ પર હોય છે ટોયલેટ સીટ કરતાં પણ વધારે બેક્ટેરિયા-કીટાણુ, આ રીતે રાખો સફાઇ, નહીંતર પસ્તાશો

Premal

Last Updated: 04:23 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑફિસમાં લેપટોપ પર કામ કરતી વખતે સહયોગી કઈક ખાવાનુ ઑફર કરે છે તો તમે હાથ ધોયા વગર ખાઈ લો છો? ખાતી વખતે મોબાઈલ અથવા ટીવીનુ રિમોટ ઉપયોગ કરવાની આદત મોટાભાગના લોકોને હોય છે.

  • જમતી વખતે મોબાઈલ અથવા ટીવી ચલાવો છો?
  • શું તમે હાથ ધોયા વગર ખાઈ લો છો?
  • તો ધ્યાન રાખજો નહીંતર પડશો બિમાર

મોબાઈલ કેવીરીતે કરી શકે બિમાર?

સીબીટી નગેટ્સની રિપોર્ટ મુજબ, કીબોર્ડ, માઉસ, મોબાઈલ પર ટૉયલેટ સીટથી પણ વધુ બેકટેરિયા હોય છે. તેથી આ નાની-નાની આદતો તમને બિમાર બનાવી શકે છે. ઘણા લોકો જે હાથથી ટૉયલેટ સીટ અને ટૉયલેટ પેપર ટચ કરે છે, એ જ હાથથી મોબાઈલને અડે છે, જેથી બધા જીવાણુઓ ફોન પર આવી જાય છે. ત્યારબાદ મોબાઈલ લઇને બેડરૂમ, કિચન અથવા ડાયનિંગ રૂમ જ્યાં પણ જાય છે, મોબાઈલ દ્વારા બેકટેરિયા તમારો બેડ અને ખાવાના ડેસ્ક સુધી પહોંચી જાય છે. જેનાથી ડાયેરિયા, આંતરડાના રોડ, યુટીઆઈ અને પાચન સાથે જોડાયેલી પરેશાની થઇ શકે છે. આંતરડાના રોગ પાચન તંત્ર સાથે જોડાયેલી બિમારી છે. જેમાં પેટના અંદરના ભાગ અને આંતરડામાં સોઝો આવે છે. 

ટીવી રિમોટ ટૉયલેટ સીટથી 20 ગણી વધારે ખરાબ 

જમવાનુ જમતી વખતે તમે વિચાર્યા વગર ટીવી રિમોટ ઉપાડીને ચેનલ બદલો છો? આ આદત મોટાભાગના ઘરમાં હોય છે. રિસર્ચ મુજબ ટીવી રિમોટ પર બેકટેરિયા, યીસ્ટ અને મોલ્ડ હોય છે અને આ તમને બિમાર બનાવી શકે છે.

કીબોર્ડ, મોબાઈલ, માઉસ અને ટીવી રિમોટને જંતુમુક્ત કેવીરીતે કરશો?

કીબોર્ડ, મોબાઈલ, માાઉસ અને ટીવી રિમોટ પર જામેલા બેકટેરિયા સાફ કરવા માટે ડિસઈન્ફેક્ટેન્ટ સ્પ્રે કરો અને તેને ડ્રાય ટિશ્યુથી સાફ કરો. આ ઉપરાંત આ ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યા બાદ હાથ સારી રીતે ધોવો. કારણકે ભોજન દ્વારા બેકટેરિયા તમારા પેટમાં ના જાય. 

હાથ ધોવાની સાચી રીત 

હાથ ધોવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરો. પરંતુ હંમેશા પોતાના હાથને પહેલા પાણીથી સારી રીતે ધોઈ નાખો. પોતાના હાથ પર લિક્વિડ, બાર અથવા પાઉડર સોપ લઇને ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સારી રીતે ઘસો. હાથના કાંડા પોતાની આંગળીઓની વચ્ચે અને નખની નીચે સ્ક્રબ કરવાનુ ના ભૂલતા. પછી હાથને સારી રીતે પાણીમાં ધોઈ નાખો. ત્યારબાદ એક સ્વચ્છ ટુવાલથી હાથને સારીરીતે લુઈ નાખો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ