બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / Politics / Baba Balaknath will be elected from Delhi, who will become the CM in Rajasthan

રાજનીતિ / ગજેન્દ્રસિંહ શેખાવત બાદ હવે બાબા બાલકનાથને દિલ્હીનું તેડું, રાજસ્થાનમાં CM પદ માટે હોડ જામી

Priyakant

Last Updated: 11:02 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News: રાજસ્થાનમાં ભાજપે CM પદના ચહેરા તરીકે કોઈનું નામ લીધા વિના સામૂહિક નેતૃત્વ સાથે આ ચૂંટણી લડી હતી, BJPની પ્રચંડ જીત બાદ હવે CMને લઈ કવાયત

  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં BJPની પ્રચંડ જીત બાદ હવે CMને લઈ કવાયત
  • તિજારાથી ચૂંટણી જીતેલા બાબા બાલકનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા
  • કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા 

Assembly Elections 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે CMને લઈ કવાયત અને મંથન શરૂ થઈ ગયું છે. પાર્ટીએ CM પદના ચહેરા તરીકે કોઈનું નામ લીધા વિના સામૂહિક નેતૃત્વ સાથે આ ચૂંટણી લડી હતી. હવે જીત બાદ મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. તિજારાથી ચૂંટણી જીતેલા બાબા બાલકનાથને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. થોડા સમય બાદ તેઓ જયપુરથી દિલ્હી જવા રવાના થશે. 

રાજસ્થાનમાં આ ચૂંટણીમાં પણ પરંપરા યથાવત રહી છે. ભાજપની ભવ્ય જીત બાદ હવે  CM પદની રેસમાં બાલકનાથ, ગજેન્દ્ર સિંહ, ઓમ બિરલા, અર્જુન મેઘવાલ અને દિયા કુમારીના નામની ચર્ચા થઈ રહી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને પ્રયાસો તેજ થયા છે. અરુણ સિંહ સીપી જોશીને મળવા આવ્યા છે. પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી વચ્ચે મહત્વની ચર્ચા થઈ રહી છે.

કોંગ્રેસે 70 સીટો પર જીત મેળવી  
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન થયા બાદ તમામ બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને 115 અને કોંગ્રેસને 70 બેઠકો મળી છે. જ્યારે 14 બેઠકો અપક્ષ અને અન્ય પક્ષોના ખાતામાં ગઈ છે. ઝુંઝુનુ જિલ્લાની ઉદયપુરવતી બેઠકનું પરિણામમાં ભાજપના ઉમેદવારના વાંધાને કારણે પોસ્ટલ બેલેટ મતોની ફરીથી ગણતરી કરવામાં આવી. જેના કારણે રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યા સુધી ત્યાં પરિણામ જાહેર થઈ શક્યું હતું. કોંગ્રેસના ભગવાનરામે ત્યાં જીત નોંધાવી છે.

અશોક ગેહલોતે આપ્યું રાજીનામું 
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ અશોક ગેહલોતે CM પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. આ સાથે રાજ્યપાલે ગેહલોતને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી પદ પર રહેવા વિનંતી કરી છે. તેથી ગેહલોત ઔપચારિક રીતે પદ પર ચાલુ રહેશે. આ સાથે જ ભાજપે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ