બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Ayushman not only free treatment from India but also early detection of deadly disease like cancer: PM Modi

આસામ / આયુષ્માન ભારતથી મફત ઈલાજ જ નહીં કેન્સર જેવી ઘાતક બીમારીની પણ વહેલી ખબર પડી : PM મોદી

Hiralal

Last Updated: 08:51 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામમાં કેન્સર હોસ્પિટલોના ઉદ્ધાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર સરકારની હેલ્થની મોટી યોજના આયુષ્માન ભારતના ભરપૂર વખાણ કર્યાં હતા.

  • પીએમ મોદીએ આસામમાં કર્યું 6 કેન્સર હોસ્પિટલોનું ઉદઘાટન
  • 7 કેન્સર હોસ્પિટલોનો પણ કર્યો શિલાન્યાસ
  • આયુષ્માન ભારતથી કેન્સર જેવી ઘાતક બીમારીની પણ વહેલી ખબર પડી

પીએમ મોદીએ ગુરુવારે ઉદ્યોગપતિ રતન ટાટા સાથે આસામના દિબ્રુગઢમાં કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ પીએમે એક રેલીને પણ સંબોધી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની આયુષ્માન  ભારત યોજનાથી નાગરિકોને મફત સારવાર તો મળી જ રહી છે સાથે સાથે કેન્સર જેવી ખતરનાક બીમારીની પણ વહેલી તકે જાણકારી મળી રહી છે.

આસામમાં પીએમે કર્યું 6 કેન્સર હોસ્પિટલોનું ઉદઘાટન, 7નો શિલાન્યાસ
પીએમ મોદીએ આજે આસામમાં 6 કેન્સર હોસ્પિટલોનું ઉદઘાટન કર્યું હતું જ્યારે 7 નવી હોસ્પિટલોનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે સ્વસ્થ જીવન માટે હોસ્પિટલો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે.

 આયુષ્માનમાં 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લેવામાં 

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ યોજના શરૂ થતા પહેલા લોકો આર્થિક બોજના ડરથી પોતાના બાળકોની સારવાર કરાવતા ન હતા, પરંતુ હવે દેશના નાગરિકો પાસે આયુષ્માન ભારત રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજના છે અને તેમાં 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે.

કેન્સરના દર્દીઓએ હવે સારવાર માટે મોટા શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્સર જેવી જીવલેણ બીમારી માત્ર આસામમાં જ નહીં, પણ સમગ્ર પૂર્વોત્તર ભારતમાં હંમેશાથી મોટી સમસ્યા રહી છે. આપણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તેનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. થોડા વર્ષો પહેલા સુધી કેન્સરથી પીડાતા દર્દીઓને સારવાર માટે અન્ય મોટા શહેરોમાં ધક્કા ખાવા પડતા હતા.પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો સાત વર્ષમાં હોસ્પિટલ ખુલવાની રાહ જોતા હતા અને જ્યારે હોસ્પિટલ ખુલતી હતી ત્યારે લોકો જશ્ન મનાવતા હતા. બદલાતા સમયનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ખબર પડી છે કે આગામી કેટલાક મહિનામાં વધુ ત્રણ કેન્સર હોસ્પિટલ તમારી સેવામાં આવવાની છે.

પીએમ મોદીએ કહ્યું સ્વાસ્થ્યની 7 મોટી બાબતો પર સરકારનું ધ્યાન 

(1) બીમારીની નોબત જ ન આવે. એટલે અમારી સરકારે પ્રિવેન્ટિવ હેલ્થકેર પર ઘણો ભાર મૂક્યો છે. આ યોગ, ફિટનેસને લગતા કાર્યક્રમો આ જ કારણોસર ચાલી રહ્યા છે.
(2) બીમારી આવી હોય તો શરુઆતમાં ખબર પડે. આ માટે દેશભરમાં લાખો નવા ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે.
(3) ત્રીજું ધ્યાન એ સુનિશ્ચિત કરવાનું છે કે લોકોને ઘરની નજીક પ્રાથમિક સારવારની વધુ સારી સુવિધાઓ મળે. આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
(4) ગરીબોને સારામાં સારી હોસ્પિટલમાં મફત સારવાર મળે. આ માટે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે.
(5)  સારવાર માટે મોટા શહેરો પરની નિર્ભરતા ઘટાડવી છે. આ માટે અમારી સરકાર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે.
(6) આપણે જોયું છે કે આઝાદી પછી બનેલી બધી સારી હોસ્પિટલો મોટા શહેરોમાં બનાવવામાં આવી છે. પરંતુ 2014 બાદ અમારી સરકાર આ સ્થિતિને બદલી રહી છે.
(7) અમારી સરકારનું સાતમું ધ્યાન આરોગ્ય સેવાઓનું ડિજિટાઇઝેશન છે. સરકાર સારવાર માટે લાંબી લાઈનોથી છુટકારો મેળવવા, સારવારના નામે થતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે એક પછી એક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ