બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / VIDEO : શુભાંશુએ પત્ની કામનાનો ઈમોશનલ ફોટો શેર કરીને લખી ભાવુક વાતો, ફ્લાઈંગ કિસ સાથે માતા રડી

લખનઉ / VIDEO : શુભાંશુએ પત્ની કામનાનો ઈમોશનલ ફોટો શેર કરીને લખી ભાવુક વાતો, ફ્લાઈંગ કિસ સાથે માતા રડી

Last Updated: 02:13 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીકરો શુભાંશુ જ્યારે આકાશી સફરે ઉપડ્યો ત્યારે ભારતમાં બેઠેલી તેમની માતા આશા શુક્લા અને પત્ની કામના શુભા ખૂબ ભાવુક જોવા મળ્યાં હતા.

માનો જોટો દુનિયામાં ન મળે અને તેમાંય જ્યારે દીકરો મોટો થઈને મોટી સિદ્ધિ મેળવે ત્યારે માતાની આંખમાં ખુશીના આંસુ છલકી પડે છે. અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી જ્યારે ભારતના શુભાંશુ શુક્લાએ સ્પેસમાં ઉડાણ ભરી ત્યારે ભારતના યુપીમાં લખનઉમાં તેમની માતા આશા શુક્લા પણ આ પ્રસંગે ભાવવિભોર બન્યાં હતા અને તેઓ દીકરા સામે કિસ ઉછાળતાં અને રડતાં જોવા મળ્યાં હતા. પરિવારના બધા સભ્યોએ સાથે બેસીને શુભાંશુની ઉડાણ જોઈ હતી અને તાલીઓનો ગડગડાટ કરી મૂક્યો હતો.

શુભાંશુએ શેર કર્યો પત્નીનો ઈમોશનલ ફોટો

સ્પેસમાં રવાના થતાં પહેલાં શુભાંશુએ પત્ની કામના શુભાનો એક ઈમોશનલ ફોટો પણ શેર કર્યો હતો. એરફોર્સ ગ્રુપ કેપ્ટન શુભાંશુ પહેલી વાર લખનૌની એક પ્રાથમિક શાળામાં તેની પત્ની કામનાને મળ્યા હતા. કામનાએ કહ્યું, 'અમે ત્રીજા ધોરણથી સાથે અભ્યાસ કરી રહ્યા છીએ. અમે બંને ખૂબ સારા મિત્રો છીએ. હું તેને ગુંજન તરીકે ઓળખું છું, શુભાંશુ અમારા વર્ગનો સૌથી શરમાળ છોકરો છે - જે હવે ઘણા લોકોને પ્રેરણા આપી રહ્યો છે.શુભાંશુ અને કામનાને 6 વર્ષનો એક પુત્ર પણ છે.

શુભાંશુનું અવકાશયાન ઉપડ્યું આકાશી સફરે

ભારતના શુભાંશુ શુક્લા અને 3 અવકાશયાત્રીઓને લઈને ડ્રેગન સ્પેસએક્સ અવકાશયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયું છે. શુભાંશુને લઈ જતું અવકાશયાન 7000 કિમી પ્રતિ ઝડપે વાયુમંડળને પાર કરીને સીધો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો રસ્તો પકડ્યો હતો.

શુભાંશુએ અવકાશમાંથી શું મેસેજ આપ્યો

એક્સિઓમ-4 મિશનના લોન્ચ પછી, શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી પહેલો સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું, "41 વર્ષ પછી આપણે અવકાશમાં પાછા પહોંચ્યા છીએ અને તે એક અદ્ભુત સવારી હતી. અત્યારે અમે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરતા હોઈએ છીએ અને મારા ખભા પર મારો ત્રિરંગો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shubhanshu Shukla wife kamana Axiom Mission Shubhanshu Shukla
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ