બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Awadhesh Rai murder: Mukhtar Ansari gets life imprisonment

BIG BREAKING / અવધેશ રાય હત્યાકાંડ: મુખ્તાર અંસારીને આજીવન કેદ, 31 વર્ષ બાદ આવ્યો મહત્વનો ચુકાદો

Priyakant

Last Updated: 02:31 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukhtar Ansari News: માફિયા મુખ્તાર અંસારીને વારાણસીના અવધેશ રાય હત્યા કેસમાં વિશેષ ન્યાયાધીશ (MP-LLA કોર્ટ) અવનીશ ગૌતમની અદાલતે દોષિત ઠેરવી ઉમરકેદની સજા ફટકારી

  • મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત
  • મુખ્તાર અંસારીને ઉમરકેદની સજા ફટકારવામાં આવી 
  • મુખ્તાર અન્સારી પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો

મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.  મુખ્તાર અંસારીને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી છે. અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીના MP MLA કોર્ટે જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવી સજાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વાંચલમાં દરેકની નજર મુખ્તારને શું સજા થશે તેના પર ટકેલી હતી. આ દરમિયાન હવે મુખ્તાર અન્સારીને  ઉમરકેદની સજા ફટકારાઇ છે. છેલ્લા એક વર્ષમાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા થઈ છે. પરંતુ આ તમામ કેસોમાં અવધેશ રાય હત્યા કેસ સૌથી મોટો અને સૌથી મોટી સજાની જોગવાઈ છે.

શું હતી સમગ્ર ઘટના ? 
3 ઓગસ્ટ, 1991ના રોજ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસ નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ચાર્જશીટ, લાંબી ઉલટતપાસ અને જુબાની બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 

આ હત્યા કેસમાં મુખ્તાર અંસારીની સાથે પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જ્યુડિશિયલનું પણ નામ હતું. આ કેસથી બચવા માટે મુખ્તાર અંસારીએ કોર્ટમાંથી કેસ ડાયરી ગાયબ કરાવી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે આ મામલામાં મુખ્તાર અંસારી સાથે પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જ્યુડિશિયલ વિરુદ્ધ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ નંબર 229/91 પર FIR નોંધાવી હતી.

બે આરોપીઓના થયા છે મોત 
મુખ્તાર અંસારી હાલમાં બાંદા જેલમાં અને ભીમ સિંહ ગાઝીપુર જેલમાં બંધ છે. આ હત્યા કેસમાં નામાંકિત આરોપી કમલેશ સિંહ અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું મોત થયું છે. બીજી તરફ, પાંચમા આરોપી રાકેશે આ કેસમાં તેની ફાઇલ અલગ કરી દીધી હતી, જેની સુનાવણી પ્રયાગરાજ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. છેલ્લા 9 મહિનામાં મુખ્તાર અંસારીને અન્ય ચાર કેસમાં સજા સંભળાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ