બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Auto parts and accessories dealers on radar: State GST raids 72 locations of 46 vendors, finds corruption

કરચોરી / ઓટો પાર્ટ્સ અને એસેસરીઝના વેપારીઓ રડારમાં: સ્ટેટ GSTએ 46 વિક્રેતાઓના 72 સ્થળો પર પાડયા દરોડા, મળી ઘાલમેલ

Vishal Khamar

Last Updated: 05:29 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઓટો પાર્ટ અને એસેસરીઝનાં 46 વિક્રેતાઓનાં 72 સ્થળો પર સાગમટે દરોડા પાડી રૂપિયા 6 કરોડની કરચોરી ઝડપી પાડી છે.

  • સ્ટેટ જીએસટીએ ઓટો પાર્ટ અને એસેસરીઝનાં વિક્રેતાઓ સાગમટે દરોડા
  • ઓટો પાર્ટ અને એસેસરીઝની 46 વિક્રેતાઓના 72 સ્થળો પર દરોડા 
  • સ્ટેટ GST વિભાગે વેપારીઓની 6 કરોડની કરચોરી ઝડપી પાડી

ગુજરાત રાજ્ય સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં ઓટો પાર્ટ અને એસેસરીઝનાં વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી છે. ત્યારે રાજ્યમાં ઓટો પાર્ટ અને એસેસરીઝનાં 46 વિક્રેતાઓનાં 72 સ્થળો પર સાગમટે દરોડા પાડ્યા હતા. ત્યારે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 6 કરોડથી પણ વધુની કરચોરી ઝડપી પાડી છે. વિક્રેતાઓ પાસેથી 1.5 કરોડની સ્થળ પર જ વસુવાત કરી છે. જે વિક્રેતાઓ દ્વારા ચોપડા પર દર્શાવાયેલા સ્ટોક અને હાજર સ્ટોકમાં ફેરફાર સામે આવ્યો હતો. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદનાં 35, રાજકોટ 13, સુરત અને વડોદરામાં 12-12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 

ગ્રાહકોને કાચુ બિલ આપી વેપારીઓ કરતા ટેક્સની ચોરી
નવરાત્રિ તેમજ દશેરાનાં દિવસે સમગ્ર રાજ્યમાં વાહનોનું ધૂમ વેચાણ થાય છે. ત્યારે વાહનોની સાથે સાથે એસેસરીઝનું પણ વેચાણ થતું હોય છે. કેટલાક ઓટો પાર્ટ તેમજ એસેસરીઝનાં વેપારીઓએ યુ-વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોની એસેસરીઝ પર 18 ટકા જીએસટી સરકાર દ્વારા નક્કી કરાયો છે. ત્યારે વેપારીઓ દ્વારા ગ્રાહકોને પાકા બિલનાં બદલે કાચુ બિલ આપી જીએસટીની ખુલ્લેઆમ ચોરી કરવામાં આવતી હોય છે. તેમજ કાચા બિલ મારફતે જ એસેસરીઝનું વેચાણ કરવામાં આવતું હોય છે. કાચું બિલ વેપારીઓને આપી વેપારીઓ દ્વારા જીએસટીની ચોરી કરવામાં આવતી હોવાની માહિતી જીએસટી વિભાગનાં અધિકારીઓનાં ધ્યાને આવતા સ્ટેટ જીએસટી દ્વારા આવા વેપારીઓનું લિસ્ટ તૈયારી કરી સાગમટે દરોડા પાડવામાં આવ્યા છે.

સ્ટેટ જીએસટી દ્વારા સમગ્ર રાજ્યમાં 72 જગ્યાએ સાગમટે દરોડા પાડ્યા
સ્ટેટ જીએસટી દ્વારા આ તમામ વેપારીઓનાં ખરીદી તેમજ વેચાણનાં આંકડામાં તફાવત માલુ પડ્યો હતો. ત્યારે જીએસટી વિભાગ દ્વારા વેપારીઓની છેલ્લા એક મહિનાથી તમામ વિગતોની ઝીણવટભરી નજર રાખરવામાં આવી રહી હતી. જે બાદ મોટા પાયે વેપારીઓ દ્વારા ચોરી કરવામાં આવી રહી હોવાનું જણાતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ટીમો બનાવી સમગ્ર રાજ્યમાં એસેસરીઝ તેમજ ઓટો પાર્ટનાં 72 વેપારીઓને ત્યાં દરોડા પાડી મોટા પ્રમાણમાં કરચોરી ઝડપી પાડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ