બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Australian Open 2022 : Ash Barty wins the Australian Open

ખેલ / ઓસ્ટ્રેલિયન ઓપન 2022 : એશ્લી બાર્ટી બની વર્લ્ડ ચેમ્પિયન, ત્રીજો ગ્રાન્ડ સ્લેમ જીતીને રચ્યો ઈતિહાસ

Hiralal

Last Updated: 04:14 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વની નંબર વન ઓસ્ટ્રે્લિયાની એશ્લી બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2022નો મહિલા સિંગલ્સ ખિતાબ જીતી લીધો છે.

  • ઓસ્ટ્રે્લિયાની એશ્લી બાર્ટીનો લહેરાવી વિજય પતાકા
     
  • ઓસ્ટ્રેલિયન ઓપન 2022નો મહિતા સિંગલ્સ ખિતાબ જીત્યો
  • ફાઈનલમાં અમેરિકાની ડેનિયલ કોલિંસને આપ્યો પરાજય

ઓસ્ટ્રેલિયન ઓપન 2022નો ખિતાબ વિશ્વની નંબર વન ઓસ્ટ્રે્લિયાની એશ્લી બાર્ટીએ જીતી લીધો છે. એશ્લી બાર્ટીએ ફાઈનલમાં અમેરિકાની ડેનિયલ કોલિંસને સીધા સેટમાં હરાવીને પોતાનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે. 

ફાઈનલમાં અમેરિકાની ડેનિયલ કોલિંસને આપ્યો પરાજય

શનિવારે 29 જાન્યુઆરીએ રોડ લેવર એરિયામાં યોજાયેલી આ ફાઈનલમાં બાર્ટીએ કોલિંસને 6-3, 7-6થી હરાવીને પહેલી વારા ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પોતાને નામે કરી લીધો હતો. તેની સાથે તેમણે ઈતિહાસ પણ રચી દીધો છે. તે 44 વર્ષમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી પહેલી ઓસ્ટ્રેલિયન મહિલા બની છે. આ પહેલા 1978માં ક્રિસ ઓ નીલે આ ખિતાબ જીત્યો હતો. 

બન્ને ખેલાડીઓ પહેલી વાર પહોંચ્યા ફાઈનલમાં 

ફાઇનલ જ ખાસ હતી, કારણ કે બંને ખેલાડીઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઇનલમાં પહોંચ્યા હતા. બાર્ટીની આ ત્રીજી ફાઇનલ હતી, જ્યારે કોલિન્સ પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. હકીકતમાં કોલિન્સે પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલથી આગળ વધીને આગેકૂચ કરી હતી. જોકે તેની દર્શનીય સફર ફાઈનલમાં ટાઈટલમાં ફેરવાઈ નહતી અને ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સ્ટાર બાર્ટીની સામે ટાઈટલ જીતવાનું તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતુ.

ટૂર્નોમેન્ટમાં એક પણ સેટ ન હારી બાર્ટી
એશ્લી બાર્ટીના  સિંગલ્સમાં આ ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. ઓસ્ટ્રેલિયન ઓપનની ઉપરાંત 2019માં ફ્રેન્ચ ઓપન અને 2021માં વિમ્બલ્ડન પણ જીત્યો હતો. વર્લ્ડ નંબર -1 બાર્ટી ટૂર્નોમેન્ટમાં એક પણ સેટ હારી નથી. ફાઈનલમાં પણ તેની સીધા સેટમાં જીત થઈ છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર બાર્ટીએ સેમિફાઈનલમાં અમેરિકાની મેડિસન કીઝને કારમો પરાજય આપ્યો હતો. બાર્ટીએ સેમિફાઈનલમાં એકતરફી મુકાબલમાં કીઝને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. બન્નેની વચ્ચે આ મેચ 1 કલાક સુધી ચાલી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ