બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Attention Ahmedabadi! A cockroach came out of a pizza box at La Pinoz in Jodhpur

સ્વાસ્થ્ય સાથે ચેડાં / અમદાવાદીઓ સાવધાન! જોધપુરના La Pinozના પિઝા બોક્સમાંથી નીકળ્યો વંદો, કસ્મટરે કહ્યું 'please take strict action'

Vishal Khamar

Last Updated: 03:29 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરી એક વખત પિઝામાંથી જીવાત નીકળતા પિઝા શોખીનો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો બહાર આવ્યો છે. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝો બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ બાબતે એએમસીનાં આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • અમદાવાદમાં પિઝાના શોખીનો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો
  • જોધપુરના પિઝા સેન્ટરના પિઝામાંથી નીકળી જીવાત
  • સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો 

 અમદાવાદમાં પિઝાનાં શોખીનો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જોધપુરનાં પિઝા સેન્ટરમાં પિઝામાંતી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો.  આ અગાઉ પર બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. તો ગત સપ્તાહે એલિસબ્રિજનાં લાપીનોઝનાં પિઝામાંથી જીવાત નીકળી હતી. પીઝામાંથી જીવાત નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે AMC નાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી.  આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

બોક્સ ખોલતા નીકળ્યા જીવડા
બે દિવસ પહેલા જ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિઝામાં બપોરના સમયે કેટલાક યુવકો પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાં તેઓ એર લાર્જ અને એક સ્મોલ પિઝા મંગાવ્યો હતો. પિઝા આવ્યા બાદ જ્યારે તેનું બોક્સ ખોલ્યું ત્યારે તરત એમાંથી જીવડા નીકળવા લાગ્યા હતા. જે બાદ આ યુવકોએ આનો વીડિયો ઉતાર્યો હતો, તો લા પિનોઝ પિઝા સેન્ટરના સંચાલકને જાણ કરી હતી, જેથી તેઓએ પોતાની ભૂલ સ્વીકારીને રિફંડ આપવાની વાત કરી હતી. 

યુવકોએ વીડિયો કર્યા વાયરલ
જે બાદ આ યુવકો દ્વારા આ પિઝા સેન્ટરના રસોડામાં જઈને તપાસ કરતા ત્યાંથી પણ અનેક જીવડા જોવા મળ્યા હતા. એટલું જ નહીં લોટમાં પણ જીવડા જોવા મળ્યા હતા. જે બાદ અન્ય લોકોને જાગૃત કરવાના હેતુથી યુવકોએ વીડિયો શેર કર્યો હતો.

પિઝા સેન્ટર કરાયું સીલ
આ અંગેની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. બંને ટીમો તાત્કાલિક આ પિઝા સેન્ટર ખાતે દોડી આવી હતી અને રસોડામાં તપાસ કરીને પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું. 
બોપલમાં પણ બન્યો હતો સમાન બનાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા પાપા લઈઝ પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ફૂડ આઉટલેટના પિઝામાંથી જીવાત નીકળી હતી. એટલું જ નહીં, અહી બનાવવામાં આવતી વાનગીઓમાં સડેલા બટાકાનો ઉપયોગ થતો હોવાનો પણ દાવો વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ