બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / assembly election 2023 election commission of india order bjp not to start viksit bharat sankalp yatra in election bound states

આદેશ / ભાજપને મોટો ઝટકો: 5 ડિસેમ્બર સુધી આ 5 રાજ્યોમાં કેન્દ્રની 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા' પર પ્રતિબંધ, ચૂંટણી પંચનો નિર્દેશ

Manisha Jogi

Last Updated: 09:13 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ચૂંટણી આયોગે ગુરુવારે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. 5 પાંચ રાજ્યોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના કાઢવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

  • ચૂંટણી આયોગે ગુરુવારે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો
  • ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના કાઢવા માટે આદેશ
  • કેન્દ્ર સરકારે ચૂંટણી આયોગના પત્રનો આપ્યો જવાબ

ભારતીય ચૂંટણી આયોગે ગુરુવારે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. 5 ડિસેમ્બર સુધી 5 પાંચ રાજ્યોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના કાઢવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી આયોગે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને સંબોધન કરીને એક પત્રમાં લખ્યું છે કે, ‘જે રાજ્યોમાં ચૂંટણી છે, તે રાજ્યોમાં અને તાપી નિર્વાચન ક્ષેત્રમાં ‘જિલ્લા રથપ્રભારી’ નિયુક્ત કરવા બાબતે પણ પ્રતિબંધ મુકવામાં આવી છે.’ તમને જણાવી દઈએ કે, તાપીમાં પેટાચૂંટણી છે. 

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, યોજનાઓ બાબતે કેન્દ્ર સરકારીનો આઉટરીચ કાર્યક્રમ છે. ચૂટંણી આયોગે જણાવ્યું છે કે, ‘અમને જાણવા મળ્યું છે કે, 20 નવેમ્બર 2023થી શરૂ થનાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માટે જિલ્લા રથપ્રભારીઓની વિશેષ અધિકારીઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી રહી છે. ચૂંટણી વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે વિસ્તારમાં આ તમામ પ્રવૃત્તિઓ પર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.’

કેન્દ્ર સરકારનો જવાબ
ચૂંટણી આયોગે આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટમી માટે તારીખની જાહેરાત કરી હતી. ચૂંટણી આયોગનો પત્ર મળ્યા પછી કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ચૂંટણી રાજ્યોમાં આ યાત્રા કરવામાં નહીં આવે. સૂચના અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે, 2.55 લાખ ગ્રામ પંચાયત અને લગભગ 18,0000 શહેરી સ્થાનોમાં સરકારી પહેલને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારે કરવામાં આવી રહ્યું હતું. હવે આ 5 રાજ્યોમાં આ પ્રકારે કરવાની કોઈ યોજના નથી.

પ્રધાનમંત્રી કરશે યાત્રાની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિરસા મુંડા જયંતિ- જન જાતિ ગૌરવ દિવસના અવસરે સૂચના, શિક્ષા અને સંચાર વૈનને લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરશે. અગાઉ ઝારખંડના ખૂંટી વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારથી આ યાત્રાની શરૂઆત કરવાની હતી અને22થી 25 જાન્યુઆરી 2024 સુધીમાં દેશના બાકી રહેલ જિલ્લાઓને કવર કરવા માટેની યોજના હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ