બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / As #MeToo Protest Intensifies, Wrestlers-Government Meeting

કુસ્તી યૌન શોષણ કેસ / 'બૃજભૂષણને હટાવો નહીં ત્યાં સુધી ધરણા', સરકારને મળી આવ્યાં બાદ પહેલવાનોનું મોટું એલાન

Hiralal

Last Updated: 05:00 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલવાનોના યૌન શોષણમાં ફસાયેલા ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ રાજીનામું આપે તેવી શક્યતા છે.

  • દિલ્હીમાં દેશના 30 પહેલવાનોના ધરણા રંગ લાવ્યાં
  • કુશ્તી સંઘના પ્રેસિડન્ટ બૃજભૂષણ સિંહ રાજીનામું આપે તેવી શક્યતા
  • 22મીએ અયોધ્યામાં કુશ્તી સંઘની બેઠક, રાજીનામું લેવાશે 
  • બૃજભૂષણ સિંહ પર પહેલવાનોએ કર્યો છે યૌન શોષણનો આરોપ 
  • ગઈકાલથી દિલ્હીમાં ધરણા, વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે
  • આજે ખેલ મંત્રાલયે પહેલવાનો સાથે કરી ચર્ચા 

દિલ્હીમાં 30 પહેલવાનો જે માગ પૂરી કરવા માટે ધરણા પર બેઠા છે તે પૂરી થઈ હોવાનું લાગી રહ્યું છે. ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવનાર પહેલવાનોએ તેમને હટાવવાની માગ સાથે ગઈકાલથી દિલ્હીના જંતર મંતર રોડ પર ધરણા વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું જેની સરકારે નોંધ લીધી હતી અને આજે ખેલ મંત્રાલયે તેમને મંત્રણા માટે બોલાવ્યાં હતા જે પછી પાંચ મુખ્ય પહેલવાન ખેલ મંત્રાલયની ઓફિસે પહોંચ્યાં હતા અને ખેલ સચિવ અને બીજા મોટા અધિકારીઓને મળીને તેમની ફરિયાદો જણાવી હતી સાથે કેટલીક માગ પણ રાખી હતી. ખેલ મંત્રાલયના અધિકારીઓએ પહેલવાનોની વાત શાંતિથી સાંભળી હતી અને તેમને ઘટતું કરવાની ખાતરી આપી હતી. 

22મીએ બૃજભૂષણ રાજીનામું આપે તેવી શક્યતા 
ખેલ મંત્રાલય અને ખેલાડીઓ વચ્ચેની મુલાકાત બાદ બૃજભૂષણ સિંહ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રાજીનામું આપે તેવી શક્યતા છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમને દૂર કરવામાં આવી શકે છે. કુસ્તી એસોસિએશન ઓફ ઈન્ડિયાની કુસ્તી સમિતિની મિટિંગ તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં બોલાવવામાં આવી છે, જેમાં બ્રિજ ભૂષણ શરણ સિંઘ પણ ઉપસ્થિત રહેશે. અહેવાલો અનુસાર આ બેઠકમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ પણ સામેલ થશે. જો બ્રિજ ભૂષણ શરણ સિંઘ પોતે રાજીનામું નહીં આપે તો ફેડરેશન તેમને રાજીનામું આપવાનું કહેશે. 

પહેલવાનોએ શું માગ કરી 
- રેસલિંગ એસોસિએશનને બરતરફ કરવું જોઈએ.
- બ્રિજ ભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદેથી હટાવો 
- જ્યાં સુધી ગુનેગારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલી રાખીશું 
- એક્શન ન થાય ત્યાં સુધી કોઈ પણ એથ્લીટ કોઈ પણ ઈવેન્ટમાં ભાગ નહીં લે.
- ફેડરેશને ખેલાડીઓને સપોર્ટ અને સહયોગ આપવો જોઈએ.
- રમતની જરૂરિયાતોનું ધ્યાન રાખો. જો કોઈ સમસ્યા હોય તો ઉકેલ લાવો
- ખેલાડીઓ સાથે ખોટું વર્તન ન થાય તેનું ધ્યાન રાખો 

કયા પહેલવાન ધરણામાં હાજર 
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, આશુ મલિક, સાક્ષી મલિક, સતવર્ત કડિયાન, અંતિમ પંઘાલ, સુમિત, સુરજીત માન, સિતાંદાર મોખારિયા, રવિ દહિયા, દીપક પુનિયા, સંગીતા ફોગાટ, સરિતા મોર, સોનમ મલિક, મહાવીર ફોગાટ, સત્યા રાણા, કુલદીપ મલિક.

બૃજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપ
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓએ બૃજભૂષણ સિંહને હટાવવાની માગણીએ દિલ્હીમાં ધરણા શરુ કરી દીધા જે આજે પણ ચાલુ રહ્યાં છે અને આજે સરકારે ખેલાડીઓને ચર્ચા માટે બોલાવ્યાં હતા જેમાં ખેલાડીઓએ સરકારને સ્પસ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બૃજભૂષણ સિંહને હટાવાશે નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ